Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 19:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને લોત નીકળ્યો, ને તેની દીકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને તેણે કહ્યું, “ઊઠો, આ જગામાંથી નીકળી જાઓ, કેમ કે યહોવા આ નગરનો નાશ કરવાના છે.” પણ તે ઠઠ્ઠા કરતો હોય એમ તેના જમાઈઓને લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તેથી લોત બહાર ગયો અને પોતાના ભાવિ જમાઈઓને કહ્યું, “જલદી કરો, આ શહેરમાંથી બહાર નીકળી જાઓ; કારણ, પ્રભુ આ શહેરનો નાશ કરવાના છે.” પણ તેના જમાઈઓને લાગ્યું કે લોત માત્ર મજાક ઉડાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 લોત બહાર આવ્યો, એટલે તેની દીકરીઓ સાથે લગ્ન કરવાનું વચન આપનારા તેના જમાઈઓને કહ્યું, “જલ્દી, આ જગ્યાથી બહાર જતા રહો, કેમ કે ઈશ્વર આ નગરનો નાશ કરવાના છે.” પણ તેના જમાઈઓને એમ લાગ્યું કે તે મજાક કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 એટલા માંટે લોત બહાર ગયો અને પોતાની બીજી પુત્રીઓ સાથે લગ્ન કરવાવાળા જમાંઈઓને વાત કરી. લોતે કહ્યું, “ઊતાવળ કરો અને આ નગરને છોડી જાઓ. યહોવા એનો તરત વિનાશ કરશે.” પરંતુ એ લોકો એવું સમજયા કે, લોત મશ્કરી કરી રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 19:14
26 Iomraidhean Croise  

અને મળસકે દૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, “ઊઠ, તારી પત્નીને તથા તારી બે દીકરીઓ જે અહીં છે તેઓને સાથે લે; રખેને નગરની ભૂંડાઈથી તારો નાશ થાય.”


અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી [યહોવાએ] તેને કહ્યું, “તું પોતાનો જીવ લઈને નાસી જા. તારી પાછળ જોતો ના, ને નીચાણમાં કોઈ ઠેકાણે રહેતો ના; તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે.”


તું ઉતાવળે ત્યાં નાસી જા; કેમ કે તારા ત્યાં પહોચ્યા સુધી હું કંઇ કરી શકતો નથી” એ માટે તે નગરનું નામ સોઆર પડ્યું.


એ પ્રમાણે સંદેશિયા આખા એફ્રાઈમ તથા મનાશ્શા દેશમાં છેક ઝબુલોન સુધી નગરેનગર ફરી વળ્યા. પણ તેઓએ તેઓને તિરસ્કાર સહિત હસી કાઢ્યા.


પણ તેઓએ ઈશ્વરના સંદેશિયાઓને મશ્કરીમાં ઉડાવ્યાં. તેમનાં વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો, તેથી યહોવાએ પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચઢ્યો કે, કંઈ જ ઉપાય રહ્યો નહિ.


અને તેણે મૂસાને તથા હારુનને રાત્રે તેડાવીને કહ્યું, “તમે તથા ઇઝરાયલીઓ બન્‍ને ઊઠો, ને મારા લોક મધ્યેથી નીકળી જાઓ. અને જઈને તમારા કહ્યા પ્રમાણે યહોવાની સેવા કરો.


અને જે કોઈએ યહોવાની વાણી ગણકારી નહિ તે બધાએ પોતાના સેવકોને તથા ઢોરને ખેતરમાં રહેવા દીધાં.


જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, અને તેનો કંઈ ઉપાય રહેશે નહિ.


તો હવે તમે નિંદા ન કરશો, રખેને તમારાં બંધન મજબૂત કરવામાં આવે. કેમ કે આખી પૃથ્વી પર [આવનાર] વિનાશ, નિર્માણ થયેલો વિનાશ, એની ખબર મેં સૈન્યોના પ્રભુ યહોવા પાસેથી સાંભળી છે.


હે યહોવા, તમે મને ફોસલાવ્યો, ને હું ફસાઈ ગયો! મારા કરતાં તમે બળવાન છો, ને તમે મને જીત્યો છે; હું આખો દિવસ તિરસ્કારનું કારણ થઈ પડયો છું, સર્વ મારી મશ્કરી કરે છે.


તેઓના ઈશ્વર યહોવાએ તેઓની પાસે યર્મિયાને જે વચન કહેવાને મોકલ્યો હતો, તે સર્વ વચન જ્યારે યર્મિયા સર્વ લોકોની આગળ બોલી રહ્યો,


ત્યારે હોશાયાના પુત્ર અઝાર્યાએ, કારેઆના પુત્ર યોહાનાને તથા સર્વ ગર્વિષ્ઠ માણસોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે; મિસરમાં જઈ રહેવાની મના કરવા માટે આપણા ઈશ્વર યહોવાએ તને મોકલ્યો નથી.


તમે દરેક તમારા પ્રાણ બચાવો, બાબિલમાંથી નાસો. [ત્યાં રહીને] તેની દુષ્ટતા [ની શિક્ષા] માં તમે નાશ ન પામો; કેમ કે બદલો લેવાનો યહોવાનો સમય આવ્યો છે; તે તેને પ્રતિફળ આપશે.


ત્યારે મે કહ્યું, “અરે પ્રભુ યહોવા! તેઓ મારા વિષે કહે છે કે, શું તે ર્દ્દષ્ટાંતો બોલનારો નથી?’”


“આ પ્રજામાંથી જુદા નીકળો, કે એક પળમાં હું તેઓનો સંહાર કરું.”


અને તેણે લોકોને કહ્યું, “કૃપા કરીને આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જતા રહો, ને તેઓની કંઈ ચીજનો સ્પર્શ ન કરો, રખેને તેઓનાં સર્વ પાપોમાં તમારો સંહાર થાય.”


“આ લોકોમાંથી તમે નીકળી જાઓ કે, એક પળમાં હું તેઓનો સંહાર કરું.” અને તેઓ ઊંધા પડ્યા.


હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેમની મા મરિયમનું વેવિશાળ યૂસફ સાથે થયા પછી, તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ.


ત્યારે તેમણે કહ્યું, “આઘા ખસો, કેમ કે છોકરી મરી નથી ગઈ, પણ ઊંઘે છે.” અને તેઓએ તેમને હસી કાઢયા.


એ વાતો તેઓને પોકળ લાગી; અને તેઓએ તેઓનું માન્યું નહિ.


તે આવતો હતો એટલામાં અશુદ્ધ આત્માએ તેને પછાડી નાખીને તેને બહુ મરડ્યો. પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, અને છોકરાને સારો કર્યો, ને તેને તેના પિતાને પાછો સોંપ્યો.


જ્યારે તેઓએ મૂએલાંઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે ઠઠ્ઠામશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું, “અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.”


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


Lean sinn:

Sanasan


Sanasan