Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 18:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દિકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે, તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે; એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે, તે તે તેને આપે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 મેં તેને પસંદ કર્યો છે તેથી તે તેના દીકરાઓને તથા તેના પછી થનાર તેના પરિવારને એવું સૂચન કરશે કે, તેઓ ન્યાયી થવા તથા ન્યાય કરવાને યહોવાહનો માર્ગ અપનાવે, તે માટે કે ઇબ્રાહિમ સંબંધી મેં જે કહ્યું છે, તે તેઓ પાળે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 મેં જ એને પસંદ કર્યો છે કે, જેથી એ પોતાનાં સંતાનોને અને પોતાના પછીના વંશજોને ધર્મ અને ન્યાયનું આચરણ કરીને યહોવાને માંગેર્ વળવાની આજ્ઞા કરે, અને એ રીતે ઇબ્રાહિમને આપેલું વચન હું પાળી શકું.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 18:19
39 Iomraidhean Croise  

અને હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે:


અને જેઓ તને આશીર્વાદ આપે તેઓને હું આશીર્વાદ આપીશ, ને જેઓ તને શાપ આપે તેઓને હું શાપ આપીશ; અને તારામાં પૃથ્વીનાં સર્વ કુટુંબ આશીર્વાદ પામશે.


અને ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તું તો મારો કરાર પાળ, એટલે તું તથા તારા પછી તારો વંશ પેઢી દરપેઢી પાળો.


અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”


અને યાકૂબે પોતાના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, “તમારામાં જે અન્ય દેવો હોય તેઓને દૂર કરો, ને પોતાને શુદ્ધ કરો, ને પોતાનાં કપડાં બદલો;


કેમ કે મેં યહોવાના માર્ગ પાળ્યા છે, અને દુષ્ટતા કરીને હું મારા ઈશ્વરની વિમુખ થયો નથી.


હવે દાઉદ તમને બીજું શું કહી શકે? કેમ કે, હે પ્રભુ યહોવા, તમે તમારા સેવકને ઓળખો છો.


મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


તેણે પારકી વેદીઓ તથા ઉચ્ચસ્થાનો કાઢી નાંખ્યાં, ભજનસ્તંભો ભાંગી નાખ્યા, ને અશેરીમ મૂર્તિઓને કાપી નાખી.


તમે તે જ યહોવા ઈશ્વર છો કે, જે ઇબ્રામને પસંદ કરીને કાસ્તદીઓના ઉરમાથી કાઢી લાવ્યા, ને તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું.


તેઓની ઉજાણીના દિવસો વીત્યા પછી અયૂબ તેમને [બોલાવીને] પવિત્ર કરતો, અને પરોઢિયે ઊઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે દહનીયાર્પણ કરતો. તે કહેતો, “કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હ્રદયમાં ઈશ્વરનો ઈનકાર કર્યો હોય.” અયૂબ એ પ્રમાણે હમેશ કરતો હતો.


કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે; પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.


યહોવા પોતાના પવિત્રસ્થાનમાં છે, યહોવાનું રાજ્યાસન આકાશમાં છે; તેમની આંખો મનુષ્યોને જુએ છે તથા તેમનાં પોપચાં પારખે છે.


ન્યાયીઓ પર યહોવાની કૃપાદષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેમના કાન [ઉઘાડા] છે.


બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં [ચાલવાનું] તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.


જીવતો, હા, જીવતો માણસ તો, જેમ આજે હું કરું છું તેમ, તમારી આભારસ્તુતિ કરશે; પિતા [પોતાનાં] સંતાનોને તમારી સત્યતા જાહેર કરશે.


અને તેઓ બીજા પથ્થરો લઈને પેલા પથ્થરોની જગાએ બેસાડે, અને તે બીજી છો લઈને ઘરને સાગોળ દેવડાવે.


તે વચન એ છે, “પૃથ્વીની સર્વ પ્રજાઓમાંથી ફક્ત તમારી જ કાળજી મેં રાખી છે; માટે તમારા સર્વ અન્યાયની શિક્ષા હું તમને કરીશ.”


તેમ જ જેને બે, તે પણ બીજા બે કમાયો.


હું ઉત્તમ ઘેટાંપાળક છું; અને પોતાનાંને ઓળખું છું,


તે ત્રીજી વાર તેને કહે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?” પિતર દિલગીર થયો, કારણ કે તેમણે ત્રીજીવાર તેને પૂછ્યું હતું “શું તું મારા પર હેત રાખે છે? તેણે તેમને કહ્યું, “પ્રભુ તમે બધું જાણો છો. હું તમારા પર હેત રાખું છું એ તમે જાણો છો. ઈસુ તેને કહે છે, “મારા ઘેટાંને પાળ.


ત્યારે પાઉલે સૂબેદારને તથા સિપાઈઓને કહ્યું, “જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.”


વળી, પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.


ત્યારે તેણે તેમને કહ્યું, “જે સર્વ વાતોની હું આજે તમારી આગળ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો. અને એ વિષે તમારાં છોકરાંને આ કરો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે.


વળી સેવક એક જ સ્‍ત્રીનો પતિ, પોતાનાં છોકરાંને તથા ઘરનાંને સારી રીતે ચલાવનાર હોવો જોઈએ.


કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનીકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે.


પણ ઈશ્વરે નાખેલો પાયો દઢ રહે છે. તેના પર આ મુદ્રાછાપ મારેલી છે, “જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે છે, ” અને આ પણ કે, જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું.


અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્‍ત્ર જાણે છે, તે [પવિત્ર શાસ્‍ત્ર] ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને માટે તને‍ જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે.


અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું લાગતુમ હોય, તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો; એટલે નદીની પેલી બાજુ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની? પણ હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”


ત્યારે માનોઆએ કહ્યું, “હવે તારાં વચન ફળીભૂત થાઓ. તે છોકરો કેવો નીવડશે, ને તે શું શું કામ કરશે?”


Lean sinn:

Sanasan


Sanasan