Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 18:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ત્યારે સારાએ નકાર કરીને કહ્યું, “હું તો હસી નથી;” કેમ કે તે બીધી. પણ તે બોલ્યા, “હા; તું ખચીત હસી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 સારાએ ડરના માર્યા કહ્યું, “હું હસી નથી. ” પણ તેમણે કહ્યું, “હા, તું ખરેખર હસી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પછી સારાએ તે બાબતનો ઇનકાર કરીને કહ્યું, “હું તો હસી નથી, “કેમ કે તે ગભરાઈ હતી. તેમણે જવાબ આપ્યો, “ના, તું નિશ્ચે હસી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પરંતુ સારાએ કહ્યું, “હું હસી નહોતી.” (એણે એમ કહ્યું, કારણકે તે ડરી ગઈ હતી.) પરંતુ યહોવાએ કહ્યું, “ના, હું જાણું છું કે, તારું કહેવું સાચું નથી. તું સાચે જ હસી હતી.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 18:15
17 Iomraidhean Croise  

તો ‘હું તેની બહેન છું, ’ એમ તું કહેજે; એ માટે કે તારે લીધે મારું ભલું થાય, ને તારાથી મારો જીવ બચે.”


યહોવાને શું કંઇ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ, ને સારાને દીકરો થશે.”


અને તે પુરુષો ત્યાંથી ઊઠયા, ને તેઓએ સદોમની તરફ જોયું; અને ઇબ્રાહિમ તેઓને વળાવવા તેઓની સાથે ગયો.


અને યહોવાએ કાઈનને કહ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે?” અને તેણે કહ્યું, “હું જાણતો નથી; શું હું મારા ભાઈનો રખેવાળ છું?”


પણ તેણે તેને ઉત્તર આપ્યો, “કોઈએક અધર્મી સ્ત્રીની જેમ તું બોલે છે. શું આપણે ઈશ્વરના હાથથી સુખ જ સ્વીકારીએ, અને દુ:ખ ન સ્વીકારીએ?” એ સર્વમાં અયૂબે પોતાના મોંથી પાપ ન કર્યું.


તો ઈશ્વર જે હ્રદયની ગુપ્ત વાતો જાણે છે તે શું તે ખોળી કાઢશે નહિ?


કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; કાપવાનાં ઘેટાંના જેવા અમને ગણવામાં આવે છે.


સત્યનો હોઠ સદા ટકશે; પણ જૂઠી જીભ તો ક્ષણભર ટકે છે.


જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.


અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે એ ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું, “તમે તમારાં હ્રદયોમાં એવા વિચાર કેમ કરો છો?


ત્યારે તે દરવાજો સાચવનારી દાસી પિતરને પૂછે છે, “શું તું પણ એ માણસના શિષ્યોમાંનો છે?” તે કહે છે કે, “હું નથી.”


અને માણસ વિષે કોઈ સાક્ષી આપે એવી તેમને અગત્ય ન હતી; કેમ કે માણસમાં શું છે એ તે પોતે જાણતા હતા.


હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્‍ત્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્‍ત્રને આધીન છે તેઓને કહે છે; જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે.


અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ.


એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સહિત ઉતારી મૂકયું છે.


આપણામાં પાપ નથી, એમ જો આપણે કહીએ, તો આપણે પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય નથી.


Lean sinn:

Sanasan


Sanasan