Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 15:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તેણે કહ્યું, “હે પ્રભુ યહોવા, હું એનો વારસો પામીશ, એ હું શાથી જાણું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પણ અબ્રામે કહ્યું, “હે સર્વસત્તાધીશ પ્રભુ, હું આ દેશનો વારસો પામીશ એ હું કેવી રીતે જાણી શકું?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેણે કહ્યું, “પ્રભુ ઈશ્વર, હું તેનો વારસો પામીશ, એની ખાતરી મને કેવી રીતે થાય?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પરંતુ ઇબ્રામે કહ્યું, “હે યહોવા, માંરા માંલિક, માંરે કેવી રીતે વિશ્વાસ કરવો કે, આ પ્રદેશ મને જ મળશે?”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 15:8
15 Iomraidhean Croise  

અને યહોવાએ કહ્યું, “ત્રણ વર્ષની વાછરડી, તથા ત્રણ વર્ષની બકરી, તથા ત્રણ વર્ષનો મેંઢો, તથા એક હોલું ને કબૂતરનું એક પીલું મારે માટે લે.”


અને ઇબ્રાહિમને આપેલા આશીર્વાદ, તે તને તથા તારી સાથે તારાં સંતાનને પણ આપે કે, ઇબ્રાહિમને ઈશ્વરે આપેલો દેશ જેમાં તું પ્રવાસી છે તેનું તું વતન પામે.”


અને યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવઅ પડયો છું; પણ ઇશ્વર તમારી ખબર ખચીત લેશે, ને તેમણે જે દેશ સંબંધી ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા, તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે.”


હિઝકિયાએ યાશાયાને કહ્યું, ”યહોવા મને સાજો કરશે, ને હું ત્રીજે દિવસે યહોવાના માંદિરમાં ચઢી જઈશ, એની શી નિશાની?”


મારા કલ્યાણનું ચિહ્ન મને દેખાડો કે, મારા દ્વેષીઓ તે જોઈને લજવાય; કેમ કે, હે યહોવા, તમે મને મદદ કરી છે, અને મને દિલાસો આપ્યો છે.


“તું તારા પોતાને માટે તારા ઈશ્વર યહોવા પાસેથી ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી, અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.”


જે માણસોએ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે, જેઓએ વાછરડાના બે કકડા કરીને તેના બે ભાગોની વચ્ચેથી જઈને મારી આગળ કરાર કર્યો હતો, પણ તેનાં વચનો પાળ્યાં નથી તેઓને;


એટલે યહૂદિયાના તથા યરુશાલેમના સરદારોને, ત્યાંના ખોજાઓને, યાજકોને, તથા વાછરડાના બે ભાગોની વચ્ચે થઈને ગયેલા દેશના સર્વ લોકોને,


ઝખાર્યાએ દૂતને પૂછ્યું, “એ મને શાથી જણાય? કેમ કે હું ઘરડો છું, ને મારી પત્ની ઘણાં વરસની થઈ છે.”


મરિયમે દૂતને કહ્યું, “એ કેમ કરીને થશે? કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી.”


Lean sinn:

Sanasan


Sanasan