ઉત્પત્તિ 15:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેમણે ઇબ્રામને કહ્યું, “આ દેશ વતન તરીકે તને આપવા માટે કાસ્દીઓના ઉરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા છું” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 પછી પ્રભુએ તેને કહ્યું, “આ દેશ તને વતન તરીકે આપવા માટે તને ખાલદીઓના ઉર નગરમાંથી કાઢી લાવનાર હું પ્રભુ યાહવે છું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઈશ્વરે તેને કહ્યું, “આ દેશ વતન તરીકે તને આપવા માટે ખાલદીઓના નગર ઉરમાંથી તને અહીં લઈ આવનાર ઈશ્વર હું છું.” Faic an caibideilપવિત્ર બાઈબલ7 દેવે ઇબ્રામને કહ્યું, “હું જ એ યહોવા છું જે તને આ ભૂમિનો માંલિક બનાવવા માંટે ખાલદીઓના ઉર શહેરમાંથી લઈ આવ્યો છું.” Faic an caibideil |
તારા ન્યાયીપણાને લીધે કે તારા અંત:કરણના પ્રામાણિકપણાને લીધે તું તેઓના દેશનું વતન પામવા જાય છે એમ તો નહિ, પણ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે, તથા જે વચન યહોવાએ પ્રતિજ્ઞા લઈને તારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને આપ્યું હતું, તે સ્થાપિત કરવા માટે યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.