Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 15:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો: “મિસરની નદીથી એ ફ્રાત નામની મહા નદી સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 એ જ દિવસે પ્રભુએ અબ્રામ સાથે કરાર કર્યો: “હું ઇજિપ્તની નાઇલ નદીથી મોટી નદી યુફ્રેટિસ સુધીનો આખો પ્રદેશ એટલે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તે જ દિવસે ઈશ્વરે ઇબ્રામ સાથે કરાર કરીને કહ્યું, “મિસરની નદીથી તે મોટી નદી ફ્રાત સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 આ રીતે તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો કે, “હું મિસરની નદીથી મહા નદી ફાત સુધીનો આખો પ્રદેશ –

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 15:18
58 Iomraidhean Croise  

અને યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું, “હું તારા વંશજોને આ દેશ આપીશ.” અને જે યહોવાએ તેને દર્શન આપ્યું હતું તેમને માટે તેણે ત્યાં વેદી બાંધી.


કેમ કે જે દેશ તું જુએ છે, તે બધો હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ.


અને ત્રીજી નદીનું નામ હીદેકેલ, તે આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. અને ચોથી નદીનું નામ ફ્રાત છે,


આકાશના ઈશ્વર યહોવા, જે મારા પિતાના ઘરમાંથી ને મારી જન્મભૂમિમાંથી મને કાઢી લાવ્યા, ને જે મારી સાથે બોલ્યા, ને જેમણે સમ ખાઈને મને કહ્યું ‘આ દેશ હું તારાં સંતાનને આપીશ, ’ તે તેમનો દૂત તારી આગળ મોકલશે; અને ત્યાંથી તું મારા દિકરાને માટે પત્ની લાવ.


અને હું તારા સંતાનને આકાશના તારાઓ જેટલાં વધારીશ, ને આ સર્વ દેશો હું તારાં સંતાનને આપીશ; અને પૃથ્વીનાં સર્વ કુળ તારાં સંતાનમાં આશીર્વાદ પામશે;


અને ઇબ્રાહિમને આપેલા આશીર્વાદ, તે તને તથા તારી સાથે તારાં સંતાનને પણ આપે કે, ઇબ્રાહિમને ઈશ્વરે આપેલો દેશ જેમાં તું પ્રવાસી છે તેનું તું વતન પામે.”


અને મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ, ને તારા પછી તારા વંશંજોને તે દેશ આપીશ.”


અને યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવઅ પડયો છું; પણ ઇશ્વર તમારી ખબર ખચીત લેશે, ને તેમણે જે દેશ સંબંધી ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા, તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે.”


નિશ્ચે મારું કુટુંબ ઈશ્વર પ્રત્યે એવું નથી; તો પણ મારી સાથે તેમણે સદાનો કરાર કર્યો છે, તે સર્વ વાતે વ્યવસ્થિત તથા નિશ્ચિત છે. કેમ કે તે મારું સર્વ તારણ, તથા સર્વ ઇચ્છા છે, તે તેને વધારતા નથી, તો પણ [એ પ્રમાણે છે].


વળી રાહોબનો દીકરો તથા સોબાનો રાજા હદાદેઝેર ફ્રાત નદી પાસે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે જતો હતો, ત્યારે દાઉદે તેને પણ હરાવ્યો.


નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી, તથા મિસરની સીમા સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત‍ ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા, ને સુલેમાનની જિંદગીના સર્વ દિવસોભર તેઓ તેની તાબેદારી કરતા રહ્યાં.


અને તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે તેઓએ તેને તેના પિતા દાઉદને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો છે; કેમ કે હીરામ હંમેશા દાઉદ પર પ્રેમ રાખતો હતો.


ઈબ્રાહિમની સાથે જે કરાર તેમણે કર્યો, અને ઇસહાકની સાથે જે પ્રતિજ્ઞા તેમણે લીધી;


અને પૂર્વ તરફ ફ્રાત નદીથી તે અરણ્યની સરહદ સુધી તેમની વસતિ પ્રસારેલી હતી; કેમ કે ગિલ્યાદ દેશમાં તેઓનાં પશુનો વિસ્તાર વધ્યો હતો.


આ પ્રમાણે તે સમયે સુલેમાનને તથા તેની સાથે હમાથના નાકાથી તે મિસરના નાળા સુધીના સર્વ ઇઝરાયલના મોટા સમુદાયે સાત દિવસ પર્વ પાળ્યું.


હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓમાંના જે બાકી રહ્યા હતા અને જેઓ ઇઝરાયલના વંશના નહોતા,


નદીથી તે છેક પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધી સર્વ રાજાઓ ઉપર તેની હકૂમત હતી.


યરુશાલેમમાંના પરાક્રમી રાજાઓ જેઓને નદી પારના આખા [દેશ] પર હકૂમત‍ ચલાવી છે, તેમને લોકો ખંડણી, કર તથા જકાત આપતા હતા.


તેનું અંત:કરણ તમને તમારા પ્રત્યે વિશ્વાસુ માલૂમ પડયું. કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરિઝીઓનો, યબૂસીઓનો અને ગિર્ગાશીઓનો દેશ તેના સંતાનને આપવાનો કરાર તમે તેની સાથે કર્યો; અને તમે ન્યાયી હોવાથી તમે તમારું વચન પાળ્યું છે.


તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તને આપીશ, તે તારો ઠરાવેલો વારસો [થશે].”


અને યહોવાએ તારી આગળ તથા તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી તે પ્રમાણે જ્યારે તે તને કનાનીઓના દેશમાં લાવે, ને તને તે આપે,


અને તેઓના દુ:ખનો આર્તનાદ સાંભળીને ઈશ્વરે ઇબ્રાહિમની તથા ઇસહાકની તથા યાકૂબની સાથેનો પોતાનો કરાર યાદ કર્યો.


કેમ કે મારો દૂત તારી આગળ ચાલશે, ને અમોરી તથા હિત્તી તથા પરીઝી તથા કનાની, હિવ્વી તથા યબૂસી લોકની પાસે તે તને લઈ જશે; અને હું તેઓને નષ્ટ કરીશ.


અને મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા માટે, તે દેશમાંથી તોએને કાઢીને, એક સારો તથા વિશાળ દેશ, બલ્કે દૂધમધની રેલછેલવાળો દેશ જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરીઝી તથા હિવ્વી તથા યબૂસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા માટે હું ઊતર્યો છું.


તમારા સેવકો ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલનું સ્મરણ કરો, જેઓની આગળ તમે પોતાના સમ ખાઈને કહ્યું, ‘આકાશના તારાઓના જેટલું હું તમારું સંતાન વધારીશ, ને આ જે સર્વ દેશ વિષે મેં કહ્યું છે તે હું તમારા સંતાનને આપીશ, ને તેઓ સદાને મટે તેનું વતન પામશે.’”


હું આકે તને જે આજ્ઞા આપું છું તે તું પાળ. જો, હું એમોરીઓને તથા કનાનીઓને તથા હિત્તીઓને તથા પરીઝીઓને તથા હિવ્વીઓને તથા યબૂસીઓને તારી આગળથી હાંકી કાઢું છું.


કેમ કે હું તારી આગળથી દેશજાતિઓને હાંકી કાઢીશ, ને તારી સીમાઓ વધારીશ; અને તું દર વર્ષે ત્રણ વખત યહોવા તારા ઈશ્વરની આગળ હાજર થવાને જશે, ત્યારે કોઈ પણ માણસ તારી જમીનનો લોભ કરશે નહિ.


અને તેઓના પ્રવાસનો દેશ, એટલે કનાન દેશ કે, જેમાં તેઓએ પ્રવાસ કર્યો તે, તેઓને આપવાનો મારો કરાર પણ મેં તેમની સાથે કર્યો છે.


અને જે દેશ આપવાનું પ્રતિ પૂર્વક ઇબ્રાહિમની તથા ઇસહાકની તથા યાકૂબની આગળ મેં વચન આપ્યું છે, તે દેશમાં તમને લઈ જઈને વતનને માટે તે હું તમને આપીશ. હું યહોવા છું.”


વળી તે દિવસે યહોવા [ફ્રાત] નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી [અનાજને] ઝૂડશે, ને, હે ઇઝરાયલીઓ તમને એકેએકને એકત્ર કરવામાં આવશે.


કાન દો, મારી પાસે આવો; સાંભળો, એટલે તમારો આત્મા જીવશે! અને દાઉદ પર [કરેલી] કૃપા જેમ નિશ્ચલ છે તે પ્રમાણે હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ.


અને દૂધમધની રેલછેલવાળો જે દેશ તેઓને આપવાને તમે તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા, તે આ દેશ તમે તેઓને આપ્યો છે.


વળી હું તેઓની સાથે સદાનો કરાર કરીશ કે, હું તેઓનું હિત કરતાં તેઓની પાસેથી પાછો ફરીશ નહિ. અને તેઓ મારાથી દૂર ન જાય માટે હું મારો ડર તેઓના હ્રદયમાં મૂકીશ.


તો હું યાકૂબની આગળ કરેલા મારા કરારનું સ્મરણ કરીશ. અને વળી ઇસહાકની આગળ કરેલા મારા કરારનું તથા ઇબ્રાહિમની આગળ કરેલા મારા કરારનું હું‍ સ્મરણ કરીશ; અને હું દેશનું સ્મરણ કરીશ.


પણ તેઓના બાપદાદાઓ કે જેઓને વિદેશીઓની નજર આગળ મિસર દેશમાંથી હું કાઢી લાવ્યો એ માટે કે હું તેઓનો ઈશ્વર થાઉં, તેઓની આગળ કરેલા મારા કરારનું સ્મરણ હું તેમની ખાતર કરીશ; હું યહોવા છું.”


અને તે સીમા આસ્મોનથી વળીને મિસરની નદી સુધી જાય, ને તેનો છેડો સમુદ્ર સુધી પહોંચે.


તેણે એ દેશમાં તેને કંઈ વતન આપ્યું નહિ. ના, એક ડગલું પણ નહિ; અને જોકે હજી સુધી તેને સંતાન થયું નહોતું તોપણ તેણે તેને તથા તેના પછી તેના વંશજોને વતન તરીકે [આ દેશ] આપવાનું વચન આપ્યું.


જે જે જગા તમારા પગ નીચે આવશે તે સર્વ તમારી થશે. અરણ્યથી તથા લાબાનોનથી, નદીથી એટલે ફ્રાત નદીથી, તે છેક પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે.


યહોવા તારા ઈશ્વરે તને આપેલા વચન પ્રમાણે જ્યારે તે તારી સરહદ વિસ્તારશે, ને તું કહેશે, કે ‘હું માંસ ખાઈશ’ [કેમ કે માંસ ખાવાનું તને મન થયું છે] , ત્યારે તારુમં મન માનતાં સુધી માંસ ખાવાની તને રજા છે.


અને જેમ યહોવા તારા ઈશ્વરે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમ જો તે તારી સીમો વધારે, અને જે દેશ આપવનું તેમણે તારા પિતૃઓને વચન આપ્યું હતું તે સર્વ તે તેને આપે;


અને યહોવાએ તેને કહ્યું, “જે દેશ વિષે મેં ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લઈને કહ્યું કે, તારા સંતાનને હું તે આપીશ તે આ છે: તે મેં નજરોનજર તને દેખાડ્યો છે; પણ તું ત્યાં પેલી બાજુ જવા નહિ પામે.”


જે દેશનું વતન પામવા માટે તું જાય છે તેમાં જ્યારે યહોવા તારા ઈશ્વર તને લાવે, ને ઘણી દેશજાતિઓને તારી આગળથી હાંકી કાઢે, એટલે હિત્તીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા કનાનીઓ તથા પરિઝીઓ તથા હિવ્વીઓ તથા યબૂસીઓ, એ તારા કરતાં મોટી તથા બળવાન સાત દેશજાતિઓને [હાંકી કાઢે].


હવે શાંતિના ઈશ્વર, જેમણે ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વકાળના કરારના રક્તથી મૂએલાંમાંથી પાછા ઉઠાડયા,


મિસરની આગળના શિહોરથી તે ઉત્તરમાં એક્રોનની હદ સુધી [જે ભૂમિ] કનાનીઓની ગણાય છે તે; પલિસ્તીઓના પાંચ ઉમરાવ; એટલે ગાઝીઓ, તથા આશ્દોદીઓ, તથા આશ્કેલોનીઓ, તથા ગિત્તીઓ, તથા એક્રોનીઓ;


અને ત્યાંથી આગળ આસ્મોન સુધી ગઈ, ને ત્યાંથી મિસરના નાળા સુધી ગઈ; અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો:તમારી દક્ષિણ તરફની સીમા એ પ્રમાણે થશે.


તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું, “મહાનદી ફ્રાત પર જે ચાર દૂતોને બાંધેલા છે તેઓને છોડી મૂક.”


Lean sinn:

Sanasan


Sanasan