Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 15:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી ઈશ્વરના વચન દર્શનમાં ઇબ્રામ પાસે આવ્યું અને કહ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ! હું તારી રક્ષા કરીશ તથા મોટું પ્રતિફળ આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ બધી ઘટનાઓ થઈ ગયા પછી એક દર્શનમાં ઇબ્રામને યહોવાની વાણી સંભળાઈ, દેવે કહ્યું, “ઇબ્રામ, ડરીશ નહિ ઇબ્રામ, હું તારી ઢાલ છું. હું તારું રક્ષણ કરીશ અને હું તને એક મોટો પુરસ્કાર આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 15:1
65 Iomraidhean Croise  

અને ઇબ્રામ બોલ્યો, “હે પ્રભુ યહોવા, તમે મને શું આપશો? કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું, ને આ દમસ્કનો એલિએઝેર મારા ઘરનો માલિક થનાર છે.”


અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું:“એ તારો વારસ નહિ થશે. પણ તારા પોતાના પટેનો જે થશે તે જ તારો વારસ થશે.”


અને ઈશ્વરે છોકરાનો સાદ સાંભળ્યો; અને ઈશ્વરના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારી ને કહ્યું, “હાગાર, તને શું થયું છે? બી મા; કેમ કે જ્યાં છોકરો છે ત્યાંથી ઇશ્વરે તેનો સાદ સાંભળ્યો છે.


એ વાતો પછી એમ થયું કે, ઈશ્વરે ઇબ્રાહિમની પરીક્ષા કરી, ને કહ્યું, “ઇબ્રાહિમ.” અને તેણે કહ્યું, “હું આ રહ્યો.”


અને એ વાતો પછી એમ થયું કે, ઇબ્રાહિમને ખબર મળી કે, જો, મિલ્કાએ પણ તારા ભાઈ નાહોરથી દિકરાઓને જન્મ આપ્યો છે;


અને તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું; બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, ને મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ, ને તારાં સંતાન વધારીશ.”


પણ તમારા પિતાએ મને ઠગ્યો છે, ને મારું વેતન દશ વાર તેમણે બદલી નાખ્યું છે; પણ ઈશ્વરે તેમને મારું ભૂંડું કરવા ન દીધું.


મારા ખડકના ઈશ્વર, હું તેમના પર ભરોસો રાખીશ; તે મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે. હે મારા ત્રાતા, તમે મને જુલમમાંથી બચાવો છો.


અને યહોવાના દૂતે એલિયાને કહ્યું, “એની સાથે નીચે ઊતર; એનાથી બીતો નહિ.” અને એલિયા ઊઠીને એની સાથે નીચે ઊતરીને રાજા પાસે ગયો.


દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું, “બળવાન તથા ખૂબ હિમ્મતવાન થઈને એ [કામ] કર; બીશ નહિ, ને ગભરાઈશ પણ નહિ કેમ કે યહોવા ઈશ્વર, હા, મારા ઈશ્વર તારી સાથે છે. યહોવાના મંદિરની સર્વ સેવાનું કામ સંપુર્ણ થતાં સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહિ, ને તને તજી દેશે નહિ.


હે હારુનપુત્રો, તમે યહોવા પર ભરોસો રાખો; તેઓના તે સહાયકારી તથા ઢાલ છે,


તમે મારી ઓથ તથા ઢાલ છો; હું તમારા વચનની આશા રાખું છું.


હે યહોવા, મેં તમને વિનંતી કરીને કહ્યું, “તમે જ મારો આશરો છો. મારી જિંદગી પર્યંત તમે મારો વારસો છો.”


યહોવા મારા ખડક, મારો કિલ્લો તથા મારા બચાવનાર છે; મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખતર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.


યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?


પણ હે યહોવા તમે મારી આસપાસ ઢાલરૂપ છો; તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.


હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. (સેલાહ)


કેમ કે તમે ન્યાયીને આશીર્વાદ આપશો. હે યહોવા, જાણે ઢાલથી તેમ મહેરબાનીથી તમે તેને ઘેરી લેશો.


માટે લોકો કહેશે, “ન્યાયીને ખચીત બદલો મળે છે; ખરેખર પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે.”


કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે; યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહિ.


હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ, તમારા અભિષિક્તના મુખને નિહાળો.


તે પોતાનાં પીછાંથી તને ઢાંકશે, અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે; તેમની સત્યતા ઢાલ તથા બખ્તર છે.


અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ, ઊભા રહો, ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ; કેમ કે જે મિસરીઓને આજે તમે જુઓ છો, તેઓને તમે ફરી કદી જોશો નહિ.


દુષ્ટની કમાણી ઠગારી છે; પણ નેકીનું બીજ વાવનારને ખચીત બદલો [મળે છે].


પરમેશ્વરનું દરેક વચન પરખેલું છે; જેઓ પરમેશ્વર પર ભરોસો રાખે છે તેમની તે ઢાલ છે.


જેઓ સ્વભાવે ઉતાવળા છે, તેઓને કહો, દઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર! વૈર લેવાશે, ઈશ્વર તેમને યોગ્ય બદલો આપશે; તે પોતે આવીને તમને તારશે.


જુઓ, પ્રભુ યહોવા વીરની જેમ આવશે, ને તેમનો ભુજ તેમને માટે અધિકાર ચલાવશે; તેમનું ઈનામ તેમની સાથે, ને તેમનું પ્રતિફળ તેમની આગળ છે.


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના માણસ, બીશો નહિ; યહોવા કહે છે કે, હું તને મદદ કરીશ, વળી હુમ તારો છોડાવનાર તે ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] છું.


પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.


તું બીશ નહિ; કેમ કે હું તારી સાથે છું; હું તારા સંતાન પૂર્વથી લાવીશ, ને પશ્ચિમથી તને એકત્ર કરીશ.


તારો કર્તા, ગર્ભસ્થાનથી તારો બનાવનાર, તને સહાય કરનાર યહોવા એવું કહે છે કે, હે મારા સેવક યાકૂબ, મારા પસંદ કરેલા યશુરૂન, તું બીશ નહિ.


ગભરાશો નહિ, ને બીશો નહિ; શું મેં ક્યારનું સંભળાવીને તને જાહેર કર્યું નથી? તમે મારા સાક્ષી છો. શું મારા વિના બીજો કોઈ ઈશ્વર છે? કોઈ ખડક નથી; હું કોઈને જાણતો નતી.


[પ્રભુ કહે છે] “જે તમને દિલાસો દે છે, તે હું જ છું! તું કોણ છે કે, મરનાર માણસથી, અને માનવી જે ઘાસના જેવો થઈ જશે તેથી તું બી જાય છે?


પણ યહોવા કહે છે, તે દિવસે હું તારો છુટકારો કરીશ. અને જે માણસોથી તું બીએ છે તેઓના હાથમાં તને સોંપવામાં આવશે નહિ.


મારો જીવ કહે છે કે, યહોવા મારો હિસ્સો છે, તેથી હું તેમના પર આશા રાખીશ.


ત્રીસમાં વર્ષમાં‍ ચોથા માસની પાંચમીએ હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો તે વખતે આકાશ ઊઘડી ગયું, ને મને ઈશ્વરના દર્શન થયાં.


પછી ઈશ્વરનો આત્મા મને ઊંચકીને સંદર્શનમાં ખાલદી દેશમાં બંદીવાનોની પાસે લાવ્યો. પછી જે સંદર્શન મને થયું હતું તે મારી પાસેથી લોપ થયું.


તેણે મને કહ્યું, હે મનુષ્યપુત્ર, જા ઇઝરાયલી લોકો પાસે જઈને મારા શબ્દો તેઓને કહી સંભળાવ.


અને તેમણે કહ્યું, “હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ.


અને યહોવાએ હારુનને કહ્યું, “તેઓના દેશમાં તારે કંઈ વતન ન હોય, ને તેઓ મધ્યે તારે કંઈ ભાગ પણ ન હોય. ઇઝરાયલીઓ મધ્યે તારો ભાગ તથા તારું વતન હું જ છું.


જે ઈશ્વરની વાત સાંભળે છે, અને જે પોતાની આંખો ઉઘાડી છતાં ઊંધો પડીને સર્વસમર્થનું દર્શન પામે છે, તે કહે છે:


ત્યારે દૂતે તે સ્રીઓને કહ્યું, “બીહો નહિ, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો.


અને તે તેઓને કહે છે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા. અને મહા શાંતિ થઈ.


પણ દૂતે તેને કહ્યું, “ગભરાઈશ નહિ ઝખાર્યા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે, ને તારી પત્ની એલિસાબેતને દીકરો થશે. તેનું નામ તું યોહાન પાડશે.


દૂતે તેને કહ્યું, “હે મરિયમ, ગભરાઈશ નહિ! કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે.


ઓ નાની ટોળી, ગભરાશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.


ત્યારે તેઓએ કહ્યું, “કર્નેલ્યસ નામે એક સેનાપતિ છે, તે ન્યાયી તથા ઈશ્વરનું ભય રાખનાર માણસ છે, અને તેમને વિષે આખી યહૂદી કોમ સારું બોલે છે, તેમને પવિત્ર દૂતની મારફતે સૂચના મળી છે કે તે તમને પોતાને ઘેર તેડાવીને તમારી વાતો સાંભળે.”


પાઉલ કે આપોલસ કે કેફા કે જગત કે જીવન કે મરણ કે વર્તમાનનાં કે ભવિષ્યનાં વાનાં, એ સર્વ તમારાં છે.


અને તેઓને તેઓના ભાઈઓની મધ્યે વારસો ન મળે; તેઓનો વારસો તો યહોવા છે, જેમ તેમણે તેનોને કહ્યું છે તેમ.


બળવાન તથા હિમ્મતવાન થાઓ, બીહો નહિ, ને તેઓથી ભયભીત ન થાઓ; કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારા ઈશ્વર છે. તને તે છોડી દેશે નહિ ને તને તજી દેશે નહિ.”


પ્રાચીન કાળમાં પ્રબોધકોદ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યા,


જયારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો. પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું.


યહોવા તારા કામનું ફળ તને આપો, ને જે ઇઝરાયલના ઈશ્વર યહોવાની પાંખો નીચે આશ્રય લેવા તું આવી છે તેનાથી તને પૂરો બદલો મળો.”


ત્યારે શમુએલ પાસે યહોવાનું એવું વચન આપ્યું,


(પૂર્વે ઇઝરાયલમાં કોઈ ઈશ્વરની સલાહ લેવાને જતો, ત્યારે તે કહેતો, કે ‘ચાલો આપણે દષ્ટા પાસે જઈએ;’ કેમ કે હમણાં જે પ્રબોધક કહેવાય છે તે પૂર્વે દષ્ટા કહેવાતો હતો.)


Lean sinn:

Sanasan


Sanasan