Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 14:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને પરાત્પર ઈશ્વર જેમણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેમને ધન્ય હો.” અને ઇબ્રામે સર્વમાંથી દશમો ભાગ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તારા દુશ્મનોને તારા હાથમાં સોંપી દેનાર સર્વોચ્ચ ઈશ્વરને ધન્ય હો!” ત્યારે અબ્રામે બધી વસ્તુઓમાંથી તેને દશમો ભાગ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જે સર્વશ્રેષ્ઠ ઈશ્વરે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, પરાત્પર ઈશ્વરની સ્તુતિ થાઓ.” પછી ઇબ્રામે સર્વ સંપત્તિમાંથી તેને દસમો ભાગ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તમને તમાંરા દુશ્મનોને હરાવીને પઢડવા માંટે મદદ કરનાર પરાત્પર દેવની આપણે સ્તુતિ કરીએ.” અને ઇબ્રામે યુદ્વ દરમ્યાન લધેલી બધી વસ્તુઓમાંથી તેને દશમો ભાગ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 14:20
30 Iomraidhean Croise  

અને સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું, “માણસો મને આપ, ને સંપત્તિ તું પોતે લે.”


અને તેણે કહ્યું, “મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, જેમણે અમારા ધણી પ્રત્યે પોતાની દયાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમને ધન્ય હોજો; યહોવા મારા ધણીના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યા છે.”


અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે, તે ઈશ્વરનું ઘર થશે; અને જે તમે મને આપશો તે સર્વનો દશાંશ હું તમને ખચીત આપીશ.”


અને એમ થશે કે જે ઊપજે તેમાંથી તમે પાંચમો ભાગ ફારુનને આપજો, ને ચાર ભાગ ખેતરના બીને માટે તથા તમારે ખાવાને માટે તથા તમારાં ઘરનાંને માટે તથા તમારાં છોકરાંના અન્‍નને માટે તમારા થશે.”


અને મિસર દેશમાં યૂસફે એવો નિયમ બાંધ્યો કે બધી જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે, અને એ નિયમ હજી ચાલે છે; માત્ર યાજકોની જમીન ફારુનના તાબામાં આવી નહિ.


વળી તેણે કહ્યું, “યહોવા, શેમનો ઈશ્વર, તેમને સ્તુતિ થાઓ; અને કનાન શેમનો દાસ થાઓ.


અહિમાઆસે મોટેથી બોલીને રાજાને કહ્યું, “બધું ઠીક છે.” રાજાની આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેણે કહ્યું, “તમારા ઈશ્વર યહોવાને ધન્ય હોજો, તેમણે મારા મુરબ્બી રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવનાર માણસોને તમારે સ્વાધીન કરી દીધા છે.”


લોકો અર્પણો, દશાંશો તથા સમર્પણ કરેલી વસ્તુઓ પ્રામાણિકણે અંદર લાવતા. અને તે પર દેખરેખ રાખનાર કોનાન્યા નામનો લેવી હતો, તથા તેના હાથ નીચે તેનો ભાઈ શિમઈ હતો


અમારા બાંધેલા લોટનો પહેલો હિસ્સો, તથા અમારા અર્પણો, ને સર્વ પ્રકારનાં વૃક્ષોના ફળો, દ્રાક્ષારસ તથા તેલ યાજકોની પાસે અમારા ઈશ્વરના મંદિરની ઓરડીઓમાં, ને અમારી જમીનની ઊપજના દશાંશો લેવીઓ પાસે, લાવવા માટે પણ ઠરાવ કર્યો. કેમ કે એ લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે.


ત્યારે યહૂદિયાના સર્વ લોક અન્‍નનો, દ્રાક્ષારસનો તથા તેલનો દશાંશ ભંડારોમાં લાવ્યા.


યહોવા મારા ખડક છે, તેમને ધન્ય હો; તે મારા હાથને યુદ્ધ કરતાં, અને મારી આંગળીઓને લડતાં શીખવે છે.


કેમ કે તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે તથા તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.


ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, તે આપણા તારણના ઈશ્વર છે. (સેલાહ)


અને યિથ્રોએ કહ્યું, “યહોવાની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે મિસરીઓના હાથમાંથી તથા ફારુનના હાથ નીચેથી લોકોનો છુટકારો કર્યો છે.


“બેથેલ આવીને ગુના કરો; ગિલ્ગાલ [જઈને] ગુનાઓ વધારો; દર સવારે તમારાં બલિદાનો, ને ત્રણ ત્રણ દિવસે તમારા દશાંશો રજૂ કરો.


દશાંશો ભર્યાપૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે, અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે, હું તમારે માટે આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહિ!” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


શું માણસ ઈશ્વરને લૂંટે? તેમ છતાં તમે મને લૂંટો છો. પણ તમે પૂછો છો, ‘શી બાબતમાં અમે તમને લૂંટયા છે?’ દશાંશોમાં તથા ઉચ્છાલીયાર્પણોમાં.


અને પ્રથમ ફળને દિવસે, એટલે જ્યારે તમારા સપ્તાહના [પર્વમાં] તમે યહોવાને નવું ખાદ્યાર્પણ ચઢાવો, ત્યારે તમે પવિત્ર મેળાવડો કરો. તમે કંઈ સંસારી કામ ન કરો.


અઠવાડિયામાં હું બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી આવકનો દશમો ભાગ આપું છું’


એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વિશેષ હિંમત રાખીને મેં [આ પત્ર] તમારા પર લખ્યો છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય [સ્થાનો] માં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યાં છે;


તારા ધાન્યનો કે તારા દ્રાક્ષારસોનો કે તારા તેલનો દશાંશ અથવા તારાં ઢોરઢાંક કે ઘેટાંબકરાંનાં પ્રથમજનિત અથવા તારી લીધેલી કોઈ પણ માનતા, અથવા તારાં ઐચ્છિકાર્પણો, અથવા તારા હાથના ઉચ્છાલીયાર્પણો, એ સર્વ તારાં રહેઠાણોમાં ખાવાની તને રજા નથી.


અને પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં તેમની હજૂરમાં તારા અનાજનો, તારા દ્રાક્ષારસનો તથા તારા તેલનો દશાંશ તથા તારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પહેલાં બચ્ચાં તારે ખાવાં, એ માટે કે તું સદા યહોવા તારા ઈશ્વરનો ડર રાખતાં શીખે.


દર ત્રણ વર્ષને અંતે તે વર્ષની તારી બધી ઊપજનો દશાંશ કાઢી લાવીને તારા ઘરમાં તારે સંગ્રહ કરવો.


અને એ સર્વ રાજાઓને ને તેઓના દેશને યહોશુઆએ એક જ વખતે કબજે કર્યા, કેમ કે ઇઝરાયલનાં ઈશ્વરનાં યહોવા ઇઝરાયલ માટે લડતાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan