Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 14:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને શાલેમનો રાજા મલ્ખીસદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો; અને તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 તે વખતે શાલેમનો રાજા મેલ્ખીસેદેક રોટલી અને દ્રાક્ષાસવ લઈને આવ્યો. તે સર્વોચ્ચ ઈશ્વરનો યજ્ઞકાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 સાલેમનો રાજા મલ્ખીસદેક, રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો. તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 શાલેમનો રાજા મલ્ખીસદેક પણ ઇબ્રામને મળવા ગયો. મલ્ખીસદેક પરાત્પર દેવનો યાજક હતો. મલ્ખીસદેક રોટલી અને દ્રાક્ષારસ લઈને આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 14:18
23 Iomraidhean Croise  

ત્યારે દાઉદે યાબેશ-ગિલ્યાદના માણસો પાસે હલકારા મોકલીને તેઓને કહાવ્યું, “યહોવા તમને આશિષ દો, કેમ કે તમે તમારા રાજા શાઉલ પર આવી કૃપા કરીને તેમને દાડ્યા છે.


વળી માણસના હ્રદયને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ, અને તેના અંત:કરણને બળ આપનાર રોટલી [તે નિપજાવે છે].


યહોવાએ સમ ખાધા, તે પસ્તાવો કરશે નહિ, “તમે મેલ્ખીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છો.”


ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ. અને પરાત્પર પ્રત્યે તારી માનતાઓ ઉતાર;


હું પરાત્પર ઈશ્વરની વિનંતી કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું વિનંતી કરીશ.


હું યહોવાના ન્યાયીપણાને લીધે તેમનો આભાર માનીશ; અને પરાત્પર યહોવાના નામનું સ્તોત્ર ગાઈશ.


વળી સાલેમમાં તેમનો મંડપ છે, અને સિયોનમાં તેમનું નિવાસસ્થાન છે.


ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં; ઢાલ, તરવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. (સેલાહ)


આ શબ્દો રાજાના મુખમાં જ હતા, એટલામાં આકાશમાંથી એવી વાણી તેને કાને પડી, “હે નબૂખાદનેસ્સાર રાજા, એ વચન તને કહેવામાં આવે છે: રાજ્ય તારી પાસેથી ગયું છે.


હું શું લઈને યહોવાની હજૂરમાં આવું, ને મહાન ઈશ્વરને નમસ્કાર કરું? શું હું દહનીયાર્પણો લઈને, એક વરસના વાછરડાને લઈને તેમની આગળ આવું?


એમ જ વળી તમારા સર્વ દશાંશ જે તમે ઇઝરાયલી લોકો પાસેથી લો છો, તેઓનું તમે યહોવાની સમક્ષ ઉચ્છાલીયાર્પણ ચઢાવો; અને તેમાંથી તમે હારુન યાજકને યહોવાનું ઉચ્છાલીયાર્પણ આપો.


જે ઈશ્વરની વાત સાંભળે છે, અને જે પરાત્પરનું જ્ઞાન જાણે છે, અને જે પોતાની આંખો ઉઘાડી રાખતાં ઊંધો પડીને સર્વસમર્થનું દર્શન પામે છે, તે કહે છે:


તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું, “આ માણસો પરાત્પર ઈશ્વરના સેવકો છે કે, જેઓ તમને તારણનો માર્ગ પ્રગટ કરે છે.”


તોપણ હાથે બાંધેલાં મંદિરોમાં પરાત્પર [ઈશ્વર] રહેતા નથી; જેમ પ્રબોધક કહે છે તેમ,


માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુંટુંબના જે છે તેઓનું સારું કરીએ.


તેમને મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે ઈશ્વરે પ્રમુખયાજકનું નામ આપ્યું.


વળી તે જે પ્રમાણે બીજે સ્થળે પણ તે કહે છે, “મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે, તું સનાતન યાજક છે.”


ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખયાજક થયા છે.


આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા ને પરાત્પર ઈશ્વરનો યાજક હતો. તેણે જ્યારે ઇબ્રાહિમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો, ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો,


ત્યારે તેણે કહ્યું, “મારી દીકરી, તું યહોવાથી આશીર્વાદિત હો! પ્રથમના કરતાં છેવટે તેં અધિક માયા બતાવી છે, કેમ કે ગરીબ કે તવંગર જુવાનિયાની પાછળ તું ગઈ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan