Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 14:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને ઇબ્રામે પોતાના ભાઈને પકડી લઈ ગયાનું સાંભળ્યું, ત્યારે પોતાના ઘરમાં જન્મેલા ત્રણસો અઢાર કવાયત શીખેલા નોકરો લઈને તે દાન સુધી તેઓની પાછળ લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પોતાના ભત્રીજા લોતને પકડી ગયા છે એવી ખબર મળતાં અબ્રામે પોતાના કુટુંબમાં જન્મેલા ત્રણસો અઢાર લડાયક ચાકરોને લીધા અને છેક દાન સુધી તેણે દુશ્મનોનો પીછો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જયારે ઇબ્રામે સાંભળ્યું કે દુશ્મનોએ તેના સગાં સંબંધીઓને તાબે કર્યાં છે, ત્યારે તેણે પોતાના ઘરમાં જન્મેલા અને તાલીમ પામેલા ત્રણસો અઢાર પુરુષોને લઈને દાન સુધી સૈન્યનો પીછો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જ્યારે ઇબ્રામને ખબર પડી કે, પોતાના ભાઈને પકડી ગયા છે, ત્યારે તેણે પોતાના પરિવારના નીવડેલા 318 માંણસોને લઇને દાન સુધી તે લોકોનો પીછો પકડયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 14:14
26 Iomraidhean Croise  

અને તેણે સારાયને લીધે ઇબ્રામનું ભલું કર્યું; અને તેણે તેને ઘેટાં તથા બળદો તથા ગધેડા તથા દાસો તથા દાસીઓ તથા ગધેડીઓ તથા ઊંટો આપ્યાં.


અને ઇબ્રામે પોતાની પત્ની સારાયને તથા પોતાના ભત્રીજા લોતને, તથા જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી, તથા જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી, તથા જે માણસો તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતાં તેઓને સાથે લીધાં; અને તેઓ કનાન દેશમાં જવાને નીકળ્યાં, ને કનાન દેશમાં આવી પહોંચ્યાં.


અને ઇબ્રામે લોતને કહ્યું, “હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાઓ વચ્ચે તકરાર થવી ન જોઈએ, કેમ કે આપણે ભાઈઓ છીએ.


અને ઇબ્રામનો ભત્રીજો લોત સદોમમાં રહેતો હતો, તેને પકડીને તથા તેની સર્વ સંપત્તિને લઈને તેઓ ચાલ્યા ગયા.


અને તે સર્વ સંપત્તિ પાછી લાવ્યો, ને પોતાના ભાઈ લોતને, તથા તેની સંપત્તિ તથા સ્‍ત્રીઓને તથા લોકોને પણ પાછા લાવ્યો.


અને ઇબ્રામ બોલ્યો:“જુઓ, તમે મને કંઈ સંતાન નથી આપ્યું; માટે, જુઓ, મારા ઘરમાં જન્મેલો એક [જણ] મારો વારસ છે.”


અને તમારામાં આઠ દિવસના દરેક છોકરાની, એટલે તમારી પેઢી દરપેઢી દરેક નર બાળક જે તમાર ઘરમાં જન્મ્યો હોય, તેની, અથવા કોઈ પરદેશી પાસેથી પૈસે વેચાતો લીધો હોય, કે જે તમારા વંશનો ન હોય, તેની પણ સુન્‍નત કરવી.


અને ઇબ્રાહિમે પોતાના દિકરા ઇશ્માએલને તથા પોતના ઘરમાં જે સર્વ જન્મેલાં, તથા પોતાને પૈસે જે સર્વ વેચાતાં લીધેલાં, એવાં ઇબ્રાહિમના ઘરનાં માણસોમાંના હરેક નરને લઈને, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું તેમ, તે જ દિવસે તેઓની સુન્‍નત કરી.


અને તેના ઘરના માણસો જેઓ ઘરમાં જન્મેલા તથા પરદેશીઓ પાસેથી પૈસે વેચાત લીધેલા તેઓની સુન્‍નત તેની સાથે થઈ.


કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દિકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે, તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે; એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે, તે તે તેને આપે.”


“મારા સાહેબ, અમારું સાંભળો; અમારામાં તમે મોટા સરદાર છો; તમને પસંદ આવે ત્યાં અમારી કોઈ પણ કબરમાં તમારી મૃત પત્નીને દાટો; તમારી મૃત પત્નીને દાટવાને અમારામાંથી કોઈપણ તમારાથી પોતાની કબર પાછી નહિ રાખે.”


અને બેન-હદાદે આસા રાજાનું સાંભળીને પોતાના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો સામે મોકલીને ઇયોન, દાન, આબેલ-બેથ-માકા, આખું કિન્‍નેરોથ તથા આખા નફતાલી દેશ પર હુમલો કર્યો.


“સેનાધિપતિઓ નાસે છે, તેઓ નાસી જાય છે!” અને ઘેર રહેનારી સ્ત્રી લૂંટ વહેંચે છે.


મિત્ર સર્વ સમયે પ્રેમ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.


મેં દાસદાસીઓ ખરીદ્યાં, અને મારા ઘરમાં જન્મેલા ચાકરો પણ મારી પાસે હતા. વળી જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વના કરતાં પણ મારી પાસે ગાયબળદોનાં તથા ઘેટાંબકરાંનાં ટોળાંની સંપત્તિ અધિક હતી.


ત્યારે તેઓ સર્વ લોકોને ભેગા કરીને નથાન્યાના પુત્ર ઇશ્માએલની સામે લડવા ગયા, ને ગિબયોનમાં જ્યાં પુષ્કળ પાણી છે, ત્યાં તે તેઓને સામો મળ્યો.


અને મોઆબના નીચાણથી નબો પર્વતનું પિસ્ગા નામનું જે શિખર, જે યરીખોની સામે છે, તે પર મૂસા ચઢ્યો.અને યહોવાએ તેને દાન સુધી આખો ગિલ્યાદ દેશ,


બાળકો, આ છેલ્‍લી ઘડી છે. ખ્રિસ્તવિરોધી આવનાર છે, એવું તમે સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્તવિરોધીઓ ઘણા થયા છે, એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્‍લી ઘડી છે.


અને ઇઝરાયલને પેટે જન્મેલા પોતાના પૂર્વ જ દાનના નામ ઉપરથી તેઓએ તેનું નામ દાન પાડ્યું; પરંતુ પહેલાં તે નગરનું નામ લાઇશ હતું.


ત્યારે દાનથી તે છેક બેરશેબા સુધીના તથા ગિલ્યાદ દેશના સર્વ ઇઝરાયલી લોકો નીકળી આવીને સમગ્ર પ્રજા મિસ્પામાં યહોવાની આગળ એક મતે ભેગી મળી.


નાનું કે મોટું, પુત્રો કે પુત્રીઓ, કે લૂંટ વગેરે જે કંઈ તેઓ હરી ગયા હતા, તે સર્વમાંથી કંઈ પણ તેમને પાછું મળ્યા વગર રહ્યું નહિ. દાઉદ તે સર્વ પાછું લાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan