Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 14:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને એક જણ નાઠો હતો, તેણે આવીને હિબ્રૂ ઇબ્રામને ખબર આપી; કેમ કે તે એશ્કોલ તથા આનેરના ભાઈ અમોરીના મામરેનઆં એલોન ઝાડ પાસે રહેતો હતો. અને તેઓ ઇબ્રામની સાથે સંપીલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 ત્યાર પછી ત્યાંથી નાસી છૂટેલા એક માણસે આવીને હિબ્રૂ અબ્રામને ખબર આપી. અબ્રામ અમોરી મામરેનાં પવિત્ર એલોન વૃક્ષ પાસે રહેતો હતો. મામરે તો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો. એ ભાઈઓ અબ્રામના સંધિમિત્રો બન્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જે એક જણ બચી ગયો હતો તેણે આવીને હિબ્રૂ ઇબ્રામને ખબર આપી. તે વખતે ઇબ્રામ અમોરી મામરેનાં એલોન વૃક્ષ પાસે રહેતો હતો. મામરે ઇબ્રામના મિત્રો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પછી એક ન પકડાયેલા માંણસે ઇબ્રામ જે હિબ્રૂ હતો તેને આ બધાનો અહેવાલ આપ્યો. ત્યારે ઇબ્રામ અમોરી માંમરેનાં વિશાળ વૃક્ષો પાસે રહેતો હતો. માંમરે એશ્કોલ અને આનેરનો ભાઈ થતો હતો. તેઓએ ઇબ્રામને મદદ કરવા એક સંધિ કરી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 14:13
23 Iomraidhean Croise  

વળી યબૂસી તથા અમોરી તથા ગિર્ગાશી;


ત્યારે ઇબ્રામ પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે તેઓ નીચે આવીને રહ્યો, ને ત્યાં યહોવાને નામે તેણે એક વેદી બાંધી.


જુવાનોએ જે ખાધું છે તે વગર, ને જે માણસો મારી સાથે આવ્યા, તેઓના ભાગ વગર હું કંઈ લેવાનો નથી. તેઓ, એટલે આનેર તથા એશ્કોલ તથા મામરે, પોતપોતાનો ભાગ લે.”


અને બપોરને વખતે તે તંબુના બારણાંમાં બેઠો હતો ત્યારે યહોવાએ મામરેનાં એલોન ઝાડની પાસે તેને દર્શન આપ્યું.


અને ઇબ્રાહિમે કહ્યું, “હું સમ ખાઈશ, ”


અને ઇબ્રાહિમે ઘેટાં તથા ઢોરને લાવીને અબીમેલેખને આપ્યાં; અને તે બન્‍ને કરાર કર્યો.


એમ તેઓએ બેર-શેબામાં કરાર કર્યો; ત્યારે અબીમેલેખ ને તેનો સેનાપતિ ફીકોલ ઊઠીને પલસ્તીઓના દેશમાં પાછા ગયા.


ત્યારે તેણે પોતાના ઘરમાંનાં માણસોને બોલાવીને તેઓને કહ્યું, “જુઓ, આપણું અપમાન કરવાને તેઓ આ હિબ્રૂ માણસને આપણી પાસે લાવ્યા છે. અને તે મારી સાથે સુવાને મારી પાસે આવ્યો, ને મેં મોટે અવાજે બૂમ પાડી.


કેમ કે હિબ્રૂઓના દેશમાંથી હું ખરેખર ચોરાઈ ગયેલો છું, અને અહીં પણ મેં કેદમાં નંખાવા લાયક કંઈ કર્યું નથી.”


અને એક હિબ્રૂ જુવાન, જે પહેરેગીરોના ઉપરીનો દાસ હતો, તે ત્યાં અમારી સાથે હતો; તેને અમે કહ્યું, ને તેણે અમારાં સ્વપ્નનો અર્થ કરી બતાવ્યો. દરેકને પોતાના સ્વપ્ન પ્રમાણે તેણે અર્થ કરી બતાવ્યો.


અને દાસોએ તેને માટે તથા તેઓને માટે તથા જે મિસરીઓ તેની સાથે જમતા હતા તેઓને માટે જુદું જુદું પીરસ્યું. કેમ કે હિબ્રૂઓ સાથે મિસરીઓ જમતા નથી, કેમ કે મિસરીઓને તે ધિકકારપાત્ર લાગે છે.


એટલામાં શબાઈમ લોકો હુમલો કરીને તે બધાંને લઈ ગયા. તેઓએ ચાકરોને તરવારથી કાપી નખ્યા છે, અને ફકત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું.”


અને તે દિવસોમાં એમ થયું કે મૂસા મોટો થયો, ત્યારે તે બહાર નીકળીને પોતાના ભાઈઓ પાસે ગયો, ને તેમના ઉપર ગુજરતો જુલમ તેણે જોયો. અને તેણે એક મિસરીને પોતાના એક હિબ્રૂ ભાઈને મારતાં જોયો.


અને તે ઉઘાડી તો તેણે પેલું બાળક જોયું; અને જુઓ, તે બાળક રડતું હતું. અને ફારુન-પુત્રીને તેના ઉપર દયા આવી, ને તેને કહ્યું, “એ કોઈ હિબ્રૂનું બાળક છે.”


અને તેઓ તરી વાણી સાંભળશે; અને તું તથા ઇઝરાયલના વડીલો મિસરના રાજાની પાસે જઈને તેને કહો, ‘હિબ્રૂઓના ઈશ્વર, યહોવા અમને મળ્યા છે. અને હવે અમારા ઈશ્વર યહોવાની આગળ યજ્ઞ કરવા માટે અમને ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યમાં જવા દે.’


[એ કરાર તો એવો હતો કે,] દરેક માણસ પોતાના હિબ્રૂ દાસ અને દાસીને છોડી મૂકે, જેથી કોઈ પણ માણસ તેઓની પાસે, એટલે પોતાનાં હિબ્રૂ ભાઈ [બહેન] ની પાસે સેવા કરાવે નહિ.


તેણે તેઓને કહ્યું, “હું હિબ્રૂ છું; અને હું સમુદ્ર તથા કોરી ભૂમિના કર્તા સૈન્યોના ઈશ્વર યહોવાનો ભક્ત છું.”


અને તેઓ એશ્કોલના નીચાણમાં પહોંચ્યા, ને ત્યાંથી દ્વાક્ષોની એક લૂમવાળી એક ડાળી કાપી, ને બે માણસની વચમાં દાંડા ઉપર [લટકાવીને] તેને ઊંચકી લીધી અને કેટલાંક દાડમો તથા અંજીરો પણ [તેઓ લાવ્યા.]


અને ઇઝરાયલે અમોરીઓના રાજા સીહોનની પાસે માણસોને મોકલીને કહેવડાવ્યું,


શું તેઓ હિબ્રૂ છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયલી છે? તો હું પણ છું. શું તેઓ ઇબ્રાહિમના સંતાન છે? તો હું પણ છું.


ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો:


ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું, “આ હિબ્રૂઓ [નું અહીં] શું [કામ છે] ?” આખીશે પલિસ્તીઓના સરદારોને કહ્યું, “શું એ ઇઝરાયલના રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? તે તો કેટલાક દિવસ બલકે કેટલાંક વર્ષ થયાં મારી સાથે રહે છે, તોપણ તે [મારી પાસે] આવી રહ્યો ત્યારથી તે આજ સુધી મને એનામાં કંઈ પણ વાંક માલૂમ પડ્યો નથી.”


અને બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી નાઠો, ને તેનાં વસ્‍ત્ર ફાટી ગયેલાં તથા તેના માથામાં ઘૂળ ભરાયેલી, એવી સ્થિતિમાં તે તે જ દિવસે શીલો આવી પહોંચ્યો.


Lean sinn:

Sanasan


Sanasan