Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 13:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ સદોમના માણસો યહોવાની વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 સદોમના લોકો અતિ દુષ્ટ અને પાપાચારી હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હવે સદોમના માણસો ઈશ્વરની વિરુદ્ધ અતિ ભ્રષ્ટ તથા દુરાચારી હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 સદોમના લોકો ઘણા દુષ્ટ હતા; તેઓ હંમેશા યહોવાની વિરુધ્ધ ભયંકર પાપો આચરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 13:13
27 Iomraidhean Croise  

તે યહોવાની આગળ બળવાન શિકારી થયો; એ માટે કહેવાય છે કે, ‘યહોવાની આગળ નિમ્રોદ સરખો બળવાન શિકારી.’


અને તેઓ ચોથી પેઢીમાં અહીં પાછા આવશે; કેમ કે અમોરીઓનાં પાપનો ઘડો હજી ભરાયો નથી.”


અને યહોવાએ કહ્યુમ, “સદોમ તથા ગમોરાનો બુમાટો મોટો છે, ને તેઓનાં પાપ અધોર છે,


કેમ કે અમે આ જગાનો નાશ કરીશું, કારણ કે તેઓનો બુમાટો યહોવાની આગળ મોટો થયો છે; અને તેનો નાશ કરવાને યહોવાએ અમને મોકલ્ટા છે.”


પણ યહૂદાનો જ્યેષ્ઠ દીકરો એર યહોવાની દષ્ટિમાં ભંડો હતો, તેથી યહોવાએ તેને મારી નાખ્યો.


આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી; અને તેમણે તમારા વિના બીજું કંઈ જ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તમે તેમની પત્ની છો. માટે એવું મોટું ભૂંડું કામ કરીને, હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?”


પણ ઈશ્વર સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી.


વળી તેણે પોતાના દીકરાને અગ્નિમાં હોમ્યો, તે શકુનમુહૂર્ત પૂછતો, જાદુ કરતો, ને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો. તેણે યહોવાની ર્દષ્ટિમાં સર્વ ભૂંડું કરીને તેમને રોષ ચઢાવ્યો.


જો સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.


વળી યરુશાલેમમાંના પ્રબોધકોમાં મેં અઘોર કામ જોયું છે; તેઓ વ્યભિચાર કરે છે, તથા અસત્ય માર્ગે ચાલે છે, ને દુષ્ટોના હાથને મજબૂત કરે છે, તેથી કોઈ પોતાની દુષ્ટતાથી પાછો ફરતો નથી. તેઓ સર્વ મારી નજરમાં સદોમના જેવા, અને તેના રહેવાસીઓ ગમોરાના સરખા, થઈ ગયા છે.


શું ગુપ્તસ્થાનોમાં કોઈ પોતાને એવી રીતે સંતાડી શકે છે કે, હું તેને નહિ જોઉં? એવું યહોવા કહે છે. શું હું આકાશમાં તથા પૃથ્વીમાં વ્યાપક નથી? એવું યહોવા કહે છે.


પણ જો તમે એમ કરશો નહિ તો જુઓ, યહોવાની વિરુદ્ધ તમે પાપ કર્યું જાણજો. અને નક્કી જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે.


અને એમ થયું કે, ઘરમાં તે જમવા બેઠા ‍ત્યારે જુઓ, ઘણા દાણીઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા.


પણ યજ્ઞ કરતાં હું દયા‍ ચાહું છું, ’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને તેડવા હું આવ્યો છું.”


તેથી જે આંધળો હતો, તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, “ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.”


આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી. પણ જો કોઈ ઈશ્વરનો ભક્ત હોય, અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તેનું તે સાંભળે છે.


એમ જ પુરુષો પણ સ્‍ત્રીઓ સાથેના સ્વાભાવિક વ્યવહાર તજીને, પોતાની દુર્વાસનાઓથી પરસ્પર કામાતુર બન્યા, એટલે પુરુષે પુરુષની સાથે અનુચિત કામ કરીને તેઓએ પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાને [શરીરે] ભોગવ્યું.


તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડાં છે.


દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે, ને [પ્રભુના] અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉધ્ધત તથા સ્વચ્છંદી થઈને અધિકારીઓની નિંદા કરતાં ડરતા નથી.


તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયાં છે.


અને યહોવાએ તને સવારીએ મોકલતાં કહ્યું, ‘જા, તે પાપિષ્ઠ અમાલેકીઓનો પૂરેપૂરો નાશ કર, ને તેઓ નાબૂદ થાય ત્યાં સુધી તેઓની સાથે લડાઈ કર.’


અને એ જુવાનોનું પાપ યહોવાની દષ્ટિમાં ઘણું મોટું હતું; કેમ કે એ માણસો યહોવાના અર્પણને ધિક્કારતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan