Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 13:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પાણી પુષ્કળ છે: કેમ કે યહોવાએ સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ તો યહોવાની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 લોતે પોતાની નજર ઊંચી કરીને જોયું તો છેક સોઆર સુધી યર્દન નદીનો આખો ખીણપ્રદેશ પાણીથી ભરપૂર હતો. પ્રભુએ સદોમ અને ગમોરાનો નાશ કર્યો તે પહેલાં એ આખો પ્રદેશ પ્રભુના બાગ જેવો અને ઇજિપ્ત દેશ જેવો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેથી લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પુષ્કળ પાણી છે. ઈશ્વરે સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ ઈશ્વરની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 લોતે જ્યારે નજર ફેરવી તેને દેખાયુ કે યર્દન ખીણથી સોઆર સુધીનો સમગ્ર પ્રદેશ યહોવાના બગીચા જેવો લાગતો હતો. ત્યા ઘણુંજ પાણી હતું. તે મિસર જેવો સારો પ્રદેશ હતો. યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કર્યો તે પહેલાં તે આવો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 13:10
26 Iomraidhean Croise  

હવે તેરાની વંશાવળી આ પ્રમાણે છે: તેરાને ઇબ્રામ તથા નાહોર તથા હારાન થયા. અને હારાનથી લોત થયો.


ત્યારે લોતે પોતાને માટે યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો, ને લોત પૂર્વ તરફ ગયો; અને તેઓ એકબીજાથી જુદા થયા.


શું, તારી આગળ આળપ દેશ નથી? તો મારાથી તું જુદો થા. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ.”


તેઓએ સદોમનો રાજા બેરા, તથા ગમોરાનો રાજા બિર્શા, તથા આદમનો રાજા શિનાબ, તથા સબોઈમનો રાજા શેમેબેર, તથા બેલા (એટલે સોઆર) તેનો રાજા, તેઓની સાથે લડાઈ કરી.


ત્યારે સદોમનો રાજા, તથા ગમોરાનો રાજા, તથા આદમાનો રાજા, તથા સબોઈમનો રાજા, તથા બેલા (એટલે સોઆર) તેનો રાજા, તેઓ નીકળીને સિદીમના નીચાણમાં તેમની સામા લડ્યા.


અને તે વૃક્ષનું ફળ ખાવાને માટે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્‍ત્રીએ ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.


મિસર દેશ તારી આગળ છે. દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઈઓને રહેવા દે. ગોશેન દેશમાં તેઓ રહે. અને તેઓમાં કોઈ હોશિયાર છે, એવું તું જાણતો હોય તો મારાં ઢોર તેઓનાં હવાલામાં સોંપ.”


ઈશ્વરના દિકરાઓએ માણસોની દીકરીઓ જોઈ કે, તેઓ સુંદર છે. અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.


યર્દનના સપાટ પ્રદેશમાં સુક્કોથ તથા સારથાનની વચ્ચે ચીકણી માટીની જમીનમાં રાજાએ તે ઢાળ્યાં.


નદી ઊભરાય, તોપણ તે ધ્રૂજતો નથી; જો યર્દનમાં પૂર ચઢીને તેના મોં સુધી પાણી આવે તોપણ તે નિર્ભય રહે છે.


અને ત્યાંના રહેવાસીઓના પાપને લીધે ફળદ્રુપ દેશને સ્થાને ખારવાળી જમીન કરી નાખે છે.


મારું હ્રદય મોઆબને માટે રુદન કરે છે; તેમાણથી નાઠેલા સોઆર સુધી, એગ્લાથ-શલીશિયા સુધી [દોડે છે]. લૂહીથના ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે. હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.


કેમ કે યહોવાએ સિયોનને દિલાસો આપ્યો છે, તેમણે તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપ્યો છે; તેના રણને એદન સરખું, ને તેના વનને યહોવાની વાડી સરખું કર્યું છે; તેમાં આનંદ તથા ઉત્સવ થઈ રહેશે, આભારસ્તુતિ તથા ગાનતાન સંભળાશે.


હેશ્બોનથી એલાલે સુધી અને ત્યાંથી યાહાસ સુધી, સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લથા-શલી-શીયા સુધી તેઓએ પોતાના આક્રંદનો પોકાર સંભળાવ્યો છે; કેમ કે નિમ્રીમનાં પાણી સુકાઈ જશે.


તારી મોટી બહેન સમરૂન છે, જે પોતાની પુત્રીઓ સાથે તારી ડાબી બાજુએ રહે છે. અને તારે જમણે હાથે રહેનારી તારી નાની, બહેન તે સદોમ તથા તેની પુત્રીઓ છે.


જો, તારી બહેન સદોમનો દોષ આ હતો:એટલે અહંકાર, અન્નની પુષ્કળતા, ને જાહોજલાલીને લીધે તેનો તથા તેની દીકરીઓનો એશઆરામ, વળી તે ગરીબ તથા કંગાળને મદદ પણ કરતી નહોતી.


તું ઈશ્વરની એદન વાડીમાં હતો. તું સુવર્ણજડિત સર્વ‍ પ્રકારના મૂલ્યવાન રત્નો, એટલે માણેક, પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસપિસ, નીલમણિ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારી ખંજરીઓ તથા વાંસળીઓની કારીગરી તારામાં હતી. તારી ઉત્પત્તિને દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યાં.


ઈશ્વરની વાડીમાંનાં એરેજવૃક્ષો તેને ઢાંકી શકતાં નહિ. દેવદારવૃક્ષો તેની ડાંખળીઓ સમાન પણ નહતાં, ને પ્લેનવૃક્ષો તેની ડાળીઓની બરાબર પણ નહોતાં; ખૂબીમાં પણ ઈશ્વરની વાડીમાંનું ને એકે વૃક્ષ તેની બરોબરી કરી શકતું નહોતું.


મેં તેની ડાળીઓના જથ્થાથી તેને એવું સુંદર બનાવ્યું કે ઈશ્વરની વાડીમાંના એટલે એદનનાં સર્વ વૃક્ષો તેની અદેખાઈ કરતાં.


પૂર્વ બાજુએ, હૌરાન, દમસ્કસ તથા ગિલ્યાદની અને ઇઝરાયલના દેશની વચમાં યર્દન આવે. ઉત્તર સરહદથી તે પૂર્વમાંના સમુદ્ર સુધી તમારે માપણી કરવી. એ પૂર્વ બાજુ છે.


તેમની આગળ અગ્નિ ભસ્મ કરે છે; અને તેમની પાછળ ભડકા બળે છે. તેમની આગળ ભૂમિ એદન બાગ જેવી હોય છે, ને તેમની પાછળ તે ઉજ્જડ રણ જેવી થાય છે. હા, તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી.


તથા નેગેબ તથા ખજૂરીઓના નગર યરીખોના નીચાણની સપાટી, સોઆર સુધી, દેખાડ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan