Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 1:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈશ્વરે તેઓને કહ્યું, “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો, અને સમુદ્રોનાં માછલાં પર તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારા સર્વ પ્રાણીઓ પર અમલ ચલાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 ઈશ્વરે તેમને આશિષ આપતાં કહ્યું, “ફળવંત થાઓ, વૃદ્ધિ પામો અને પૃથ્વીને ભરપૂર કરો તથા તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારાં બધાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 દેવે તેઓને આશીર્વાદ આપ્યા. દેવે તેઓને કહ્યું, “ઘણાં સંતાનો પ્રાપ્ત કરો, પૃથ્વીને ભરી દો અને તેનું નિયંત્રણ કરો. સાગરનાં માંછલાં પર અને આકાશના પક્ષીઓ પર શાસન કરો. પૃથ્વી પરનાં પ્રત્યેક જીવ પર શાસન કરો.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 1:28
28 Iomraidhean Croise  

અને ઈશ્વરે તેઓને આશીર્વાદ દઈને કહ્યું, “સફળ થાઓ, ને વધો, ને સમુદ્રમાંનાં પાણીને ભરપૂર કરો, ને પૃથ્વી પર પક્ષીઓ વધો.”


અને હું તને તેને પેટે દીકરો આપીશ. હું ખચીત તેને આશીર્વાદ આપીશ, ને તે દેશજાતિઓની માતા થશે; અને તેનાથી દેશજાતિઓના રાજાઓ થશે.”


અને ઇશ્માએલ વિશે મેં તારું સાંભળ્‍યું છે. જો, મેં તેને આશીર્વાદ આપ્યો છે, ને હું તેને સફળ કરીશ, ને તેને અતિ ઘણો વધારીશ ને તે બાર સરદારોને જન્મ આપશે, ને હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ.


અને તેઓએ રિબકાને આશીર્વાદ દઈને કહ્યું, “અમારી બહેન, તું કરોડોની મા થજો, ને તારાં સંતાન પોતાના વેરીઓની ભાગળ કબજે કરો.”


અને તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું; બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, ને મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ, ને તારાં સંતાન વધારીશ.”


અને એસાવે પોતાની નજર ઊંચી કરીને સ્‍ત્રીઓ તથા છોકરાંને જોયાં; અને પૂછયું, “આ તારી સાથે કોણ છે?” અને તેણે કહ્યું, “ઈશ્વરે કૃપા કરીને તારા દાસને છોકરાં આપ્યાં છે તે.”


તારા પિતાનો ઈશ્વર જે તારી સહાયતા કરશે તેનાથી, ને સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપરના આકાશના આશીર્વાદોથી તથા નીચેના ઊંડાણના આશીર્વાદોથી, સ્તનના તથા ગર્ભસ્થાનના આશીર્વાદોથી તને આશીર્વાદિત કરશે, તેનાથી [તું બળવાન કરાશે].


પુરુષ તથા સ્‍ત્રી તેમણે તેઓને ઉત્પન્‍ન કર્યા. અને તેઓને આશીર્વાદ આપ્યો, ને તેઓની ઉત્પત્તિને દિવસે તેમણે તેઓનું નામ આદમ પાડયું.


અને ભૂમિ પર માણસો વધવા લાગ્યાં, અને તેઓને દીકરીઓ થઈ. ત્યારે એમ થયું કે,


હરેક જાતના પ્રાણીને, એટલે પક્ષી તથા પશુ, તથા હરેક પેટે ચાલનાર જે પૃથ્વી પર ચાલે છે, તે સર્વને તારી સાથે બહાર લાવ કે, તેઓ પૃથ્વી પર પુષ્કળ વંશ વધારે તથા સફળ થાય તથા પૃથ્વી પર વધે.”


અને ઈશ્વરે નૂહને તથા તેના દિકરાઓને આશીર્વાદ આપ્યો, ને તેઓને કહ્યું, “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.


અને તેમ સફળ થાઓ, ને વધો; અને પૃથ્વીમાં પુષ્કળ વંશ વધારો, ને તેમાં વધતા જાઓ.”


છઠ્ઠો આમ્મીએલ, સાતમો ઇસ્સાખાર, ને આઠમો પુલ્લથાઈ; કેમ કે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હતો.


યાબેસે ઇઝરાયલના ઈશ્વરને વિનંતી કરી, “જો તમે મને ખચીત જ આશીર્વાદ આપો, મારી સીમા વિસ્તારો, તમારો હાથ મારી સાથે રહે, ને તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુ:ખ આવી ન પડે, તો હું કેવો આશીર્વાદિત! “ અને તેણે જે માગ્યું તે ઈશ્વરે તેને આપ્યું.


તેનું બળ ઘણું છે માટે શું તું તેનો ભરોસો કરશે? અથવા શું તું તારી મહેનતનો આધાર તેના પર રાખશે?


એમ યહોવાએ અયૂબના આગલા સમય કરતાં પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો. તેની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, એક હજાર જોડ બળદ, અને એક હજાર ગધેડીઓ થયાં.


તે તેઓને આશીર્વાદ આપે છે, અને તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે; વળી તે તેઓનાં ઢોરઢાંકને ઘટી જવા દેતા નથી.


આકાશો તે યહોવાનાં આકાશો છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.


આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.


તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ તળે તમે બધું મૂક્યું છે:


એટલે સર્વ મેંઢાં તથા ઢોર, હા, રાની પશુઓ પણ.


આકાશો ઉત્પન્ન કરનાર યહોવા તે જ ઈશ્વર છે; પૃથ્વીના બનાવનાર તથા તેના કર્તા તે છે; તેમણે એને સ્થાપન કરી, ઉજજડ રહેવા માટે એને ઉત્પન્ન કરી નથી, તેમણે વસતિને માટે તેને બનાવી; તે એવું કહે છે, “હું યહોવા છું; અને બીજો કોઈ નથી.


અને હું તમારા પર કૃપાદષ્ટિ રાખીશ, ને તમને સફળ કરીશ, ને તમને વધારીશ, અને તમારી સાથે મારો કરાર સ્થાપિત કરીશ.


તેઓ પરણવાની મના કરશે, અને વિશ્વાસીઓને તથા સત્ય જાણનારાઓને માટે જે ખોરાક આભારસ્તુતિ કરીને આહાર કરવા માટે ઈશ્વરે ઉત્પન્‍ન કર્યો, તેથી દૂર રહેવાનું કહેશે.


Lean sinn:

Sanasan


Sanasan