Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 1:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામ્યપશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 પછી ઈશ્વરે કહ્યું, “હવે આપણે આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવજાત બનાવીએ. જેથી તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશમાંના પક્ષીઓ પર અને આખી પૃથ્વીનાં પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ અને વન્યપશુઓ પર અધિકાર ચલાવે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 ઈશ્વરે કહ્યું કે, “આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પછી દેવે કહ્યું, “હવે આપણે મનુષ્ય બનાવીએ, જે આપણી પ્રતિમાંરૂપ અને આપણને મળતો આવતો હોય; જે સમુદ્રમાંનાં માંછલાં પર, અને આકાશમાંનાં પક્ષીઓ પર શાસન કરે. તે પૃથ્વીનાં બધાં પ્રાણીઓ અને નાનાં પેટે ચાલનારાં જીવો પર શાસન કરે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 1:26
34 Iomraidhean Croise  

ચાલો, આપણે ત્યાં ઊતરીએ, ને તેઓની ભાષા ઉલગાવી નાખીએ કે, તેઓ એકબીજાની બોલી ન સમજે.”


અને યહોવા ઈશ્વરે ખેતરના હરેક જાનવર ને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્‍ન કર્યા અને તે માણસ તેઓનું નામ શું પાડશે, એ જોવાને યહોવા તેઓને આદમની પાસે લાવ્યા. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.


અને યહોવા ઈશ્વરે કહ્યું, “જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલુંભૂડું જાણનાર થયો છે; અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે.”


આદમની વંશાવળી આ પ્રમાણે છે: ઈશ્વરે માણસને ઉત્પન્‍ન કર્યું, તે દિવસે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે તેમણે તેને બનાવ્યું;


માણસનું રક્ત જે કોઈ વહેવડાવે, તેનું રક્ત માણસથી વહેવડાવવામાં આવશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું.


પણ કોઈ એમ નથી કહેતું, ‘જે મને રાત્રે ગાયન કરાવે છે,


તેનું બળ ઘણું છે માટે શું તું તેનો ભરોસો કરશે? અથવા શું તું તારી મહેનતનો આધાર તેના પર રાખશે?


ખેતરોના પથ્થરો તારા સંપીલા મિત્રો બનશે, અને જંગલી પશુઓ તારી સાથે માયાથી વર્તશે.


યહોવા તે જ ઈશ્વર છે, એમ તમે માનો; તેમણે આપણને ઉત્પન્‍ન કર્યાં છે, અને આપણે તેમનાં જ છીએ; આપણે તેમના લોકો તથા તેમના ચારાનાં મેંઢાં છીએ.


ઇઝરાયલ પોતાના કર્તાથી આનંદ પામે; સિયોનપુત્રો પોતાના રાજાને લીધે હરખાઓ.


મને ફકત એટલી જ શોધ લાગી છે કે, ઈશ્વરે મનુષ્યને સરળ અને નેક બનાવ્યું છે ખરું, પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે.


અમે તારે માટે રૂપાનાં બોરિયાંવાળી સોનાની સાંકળીઓ કરાવીશું.


આકાશો ઉત્પન્ન કરનાર યહોવા તે જ ઈશ્વર છે; પૃથ્વીના બનાવનાર તથા તેના કર્તા તે છે; તેમણે એને સ્થાપન કરી, ઉજજડ રહેવા માટે એને ઉત્પન્ન કરી નથી, તેમણે વસતિને માટે તેને બનાવી; તે એવું કહે છે, “હું યહોવા છું; અને બીજો કોઈ નથી.


પછી મેં પ્રભુને એમ કહેતાં સાંભળ્યા, “હું કોને મોકલું? અમારે માટે કોણ જશે?” ત્યારે મેં કહ્યું, “હું આ રહ્યો; મને મોકલો.”


હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી, ને તમે અમારા કુંભાર; અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.


હવે મેં આ બધા દેશો મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં આપ્યાં છે; અને તેની સેવા કરવા માટે વગડામાંના પશુઓ પણ મેં તેને આપ્યાં છે.


ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.


પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મારા પિતા અત્યાર સુધી કામ કરે છે, અને હું પણ કામ કરું છું.”


કેમ કે તું અમને કેટલીક નવીન વાતો સંભળાવે છે. માટે અમે એમનો અર્થ જાણવા ઇચ્છીએ છીએ.”


તેમણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા માટે એકમાંથી ઉત્પન્‍ન કરી, અને તેમણે તેઓને માટે નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી.


કેમ કે પુરુષને તો માથે ઓઢવું ઘટતું નથી, કેમ કે તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે.


પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતાં તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ.


તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય [તેઓ પર] ન થાય.


અને નવું માણસપણું જે ઈશ્વર [ના મનોરથ] પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો.


તે અદશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે;


અને જે નવું માણસપણું તેના ઉત્પન્‍ન કરનારની પ્રતિમા પ્રમાણે તેમના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે, તે તમે પહેર્યું છે.


કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ વશ થાય છે, અને માણસોએ તેમને વશ કર્યા છે;


એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ, અને એનાથી ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઉત્પન્‍ન થયેલાં માણસોને શાપ પણ આપીએ છીએ.


જે સાક્ષી પૂરે છે તે આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan