Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 1:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને ઈશ્વરે મોટાં માછલાંને તથા હરેક પેટે ચાલનારાં જીવજંતુઓને, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં, તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતનાં પક્ષીને, ઉત્પન્‍ન કર્યાં. અને ઈશ્વરે જોયું કે તે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 ઈશ્વરે મહાકાય માછલાં, પોતપોતાની જાત પ્રમાણે બધી જાતનાં જળચરો અને પોતપોતાની જાત પ્રમાણે બધી જાતનાં પક્ષીઓનું સર્જન કર્યું. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 એથી દેવે સમુદ્રમાં રાક્ષસી જળચર પ્રાણી બનાવ્યાં. દેવે સમુદ્રમાં રહેનાર બધાં સજીવ પ્રાણીઓ બનાવ્યાં. સમુદ્રમાં જુદી જુદી જાતિનાં જીવજંતુ હોય છે. દેવે આ બધાંની સૃષ્ટિ રચી. દેવે આકાશમાં ઉડનારાં દરેક જાતનાં પક્ષીઓ પણ બનાવ્યાં. દેવે જોયું કે, આ સારું છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 1:21
23 Iomraidhean Croise  

તથા દિવસ પર તથા રાત પર અમલ ચલાવવાને, ને અજવાળું તથા અંધારું જુદાં કરવાને, આકાશના અંતરિક્ષમાં તેઓને મૂક્યાં. અને ઈશ્વરે જોયું કે તે સારું છે.


અને ઈશ્વરે કહ્યું, “પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો, તથા પૃથ્વી પરના આકાશના અંતરિક્ષમાં પક્ષીઓ ઊડો.”


અને ઈશ્વરે તેઓને આશીર્વાદ દઈને કહ્યું, “સફળ થાઓ, ને વધો, ને સમુદ્રમાંનાં પાણીને ભરપૂર કરો, ને પૃથ્વી પર પક્ષીઓ વધો.”


અને પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્યપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને ઈશ્વરે બનાવ્યાં; અને ઈશ્વરે જોયું કે, તે સારું છે.


અને ઈશ્વરે જે સર્વ ઉત્પન્‍ન કર્યું તે તેમણે જોયું; અને, જુઓ, તે ઉત્તમોત્તમ. અને સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.


અને યહોવા ઈશ્વરે ખેતરના હરેક જાનવર ને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્‍ન કર્યા અને તે માણસ તેઓનું નામ શું પાડશે, એ જોવાને યહોવા તેઓને આદમની પાસે લાવ્યા. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.


પોતપોતાની જાત પ્રમાણે પક્ષીઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પશુઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પશુઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પેટે ચાલનારાં પ્રાણીઓમાંથી સર્વ જાતનાં બબ્બે, જીવ બચાવવા માટે તારી પાસે આવે.


તેઓ તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જનાવર, તથા પોતપોતાની જાત પ્રમાણે સર્વ પશુ, તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક પેટે ચાલનારું પ્રાણી, જે પૃથ્વી પર ચાલે છે તે, ને પોત પોતાની જાત પ્રમાણે હરેક જાતનાં મોટાં તથા નાનાં પક્ષીઓ [વહાણમાં ગયાં].


હરેક જાતના પ્રાણીને, એટલે પક્ષી તથા પશુ, તથા હરેક પેટે ચાલનાર જે પૃથ્વી પર ચાલે છે, તે સર્વને તારી સાથે બહાર લાવ કે, તેઓ પૃથ્વી પર પુષ્કળ વંશ વધારે તથા સફળ થાય તથા પૃથ્વી પર વધે.”


સર્વ પ્રાણીઓ, સર્વ પેટે ચાલનારાં, સર્વ પક્ષીઓ તથા જે જે પૃથ્વી પર ચાલે છે, તે સર્વ પોતપોતાની જાત પ્રમાણે વહાણમાંથી નીકળ્યાં.


અને પૃથ્વીનાં સર્વ પશુઓ, તથા આકાશનાં સર્વ પ્રાણીઓ, તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓ, તથા સમુદ્રનાં સર્વ માછલાં, એ સર્વ તમારાથી બીશે તથા ડરશે. તેઓ તમારા હાથમાં આપેલાં છે.


અને તેમ સફળ થાઓ, ને વધો; અને પૃથ્વીમાં પુષ્કળ વંશ વધારો, ને તેમાં વધતા જાઓ.”


પણ પશુઓને પૂછો, એટલે તેઓ તમને શીખવશે; અને ખેચર પક્ષીઓને પૂછો, એટલે તેઓ તમને કહેશે.


“પાણી તથા તેમાં રહેનારાંની નીચે મૂએલાઓ ધ્રૂજે છે.


શું હું સમુદ્ર છું કે મગરમચ્છ છું કે, તું મારા પર પહેરો મૂકે?


પૃથ્વી પરથી તમે યહોવાની સ્તુતિ કરો; રાક્ષસી જળચરો તથા સર્વ ઊંડાણો [તેમની સ્તુતિ કરો].


અને ઇઝરાયલપુત્રો સફળ થઈને ઘણાં જ વધ્યા, ને વિસ્તાર પામીને અતિ સમર્થ થયા; અને તેઓથી દેશ ભરપૂર થઈ ગયો.


અને નદી દેડકાંથી ખદબદશે, ને તેઓ ચઢી આવીને તારા ઘરમાં તથા તારી સુવાની ઓરડીમાં તથા તારા ચૂલાઓમાં તથા તારી પ્રજા ઉપર તથા તારા ચૂલાઓમાં તથા તારી કથરોટમાં આવશે.


“હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન વિષે વિલાપ કરીને તેને કહે કે, તને પ્રજાઓના જુવાન સિંહની ઉપમાં આપેલી હતી, તો પણ તું સમુદ્રમાંના અજગર જેવો છે. તેં તારી નદીઓમાં ઘસારો કર્યો છે, ને તારા પગથી પાણીને ડહોળીને તેમની નદીઓને મેલી કરી નાખી છે.


યહોવાએ એક મોટી માછલી યૂનાને ગળી જવા માટે નિર્માણ કરી હતી. અને યૂના ત્રણ દિવસ ને ત્રણ રાત તે માછલીના પેટમાં રહ્યો.


યહોવાએ માછલીને આજ્ઞા કરી, ને તેણે યૂનાને કોરી જમીન પર બહાર કાઢી લાવ્યો.


કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટમાં રહેશે.


Lean sinn:

Sanasan


Sanasan