Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 1:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી; અને જળનિધિ પર અંધારું હતું; અને ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ત્યારે પૃથ્વી આકારરહિત અને ખાલી હતી. જલનિધિ પર અંધકાર હતો. પાણીની સપાટી પર ઈશ્વરનો આત્મા ધુમરાઈ રહ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પૃથ્વી ખાલી અને અસ્તવ્યસ્ત હતી. જમીન પર કશું જ ન હતું. સમુદ્ર પર અંધકાર છવાયેલો હતો અને દેવનો આત્માં પાણી પર હાલતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 1:2
17 Iomraidhean Croise  

આ તો તેમના માર્ગોનો માત્ર ઈશારો છે. આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા, પણ તેમના પરિપૂર્ણ પરાક્રમની ગર્જના કોણ સમજી શકે?”


તે ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે, અને પૃથ્વીને અદ્ધર લટકાવે છે.


જ્યારે મેં વાદળને તેનું વસ્ત્ર બનાવ્યું, અને ગાઢ અંધકારથી તેને વીંટી લીધો,


તે પોતાની પાછળ ચળકતો શેરડો પાડે છે; ત્યારે કોઈ ધારે કે સમુદ્ર ભૂરો છે.


તમે તમારો આત્મા મોકલો છો એટલે તેઓ ઉત્પન્‍ન થાય છે; અને દુનિયાને તમે તાજી કરો છો.


તમે વસ્‍ત્રની જેમ જળનિધિથી તેને ઢાંકો છો; પર્વતો પર પાણી ચઢી ગયાં;


જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


પૃથ્વી પરથી તમે યહોવાની સ્તુતિ કરો; રાક્ષસી જળચરો તથા સર્વ ઊંડાણો [તેમની સ્તુતિ કરો].


યહોવાના શબ્દ વડે આકાશો તથા તેમના મુખના શ્વાસ વડે તેઓનાં સર્વ સૈન્યો ઉત્પન્ન થયાં.


જ્યારે કોઈ જળનિધિઓ નહોતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરાઓ નહોતા, ત્યારે મારો જન્મ થયો હતો.


ઊડનારાં પક્ષીની જેમ સૈન્યોના ઈશ્વર યહોવા યરુશાલેમ પર આચ્છાદન કરશે; તે આચ્છાદન કરીને તેને છોડાવશે, તેને છોડાવીને તે તેનું રક્ષણ કરશે.


આકાશો ઉત્પન્ન કરનાર યહોવા તે જ ઈશ્વર છે; પૃથ્વીના બનાવનાર તથા તેના કર્તા તે છે; તેમણે એને સ્થાપન કરી, ઉજજડ રહેવા માટે એને ઉત્પન્ન કરી નથી, તેમણે વસતિને માટે તેને બનાવી; તે એવું કહે છે, “હું યહોવા છું; અને બીજો કોઈ નથી.


મેં પૃથ્વીને જોઈ, તો જુઓ, તે અસ્તવ્યસ્ત હતી. અને આકાશોને જોયાં, તો તેઓમાં અજવાળું નહોતું.


નિનવે ખાલી, ઠાલી ને ઉજ્જડ છે. હૈયું ફાટી જાય છે, ને ઘૂંટણો એકબીજાની સાથે અફળાય છે, ને સર્વની કમરોમાં વેદના થાય છે, ને તે સર્વનઅ ચહેરા ફીકા પડી ગયા છે.


કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.


જેમ ગરૂડ પોતાના માળાને હલાવે છે, અને પોતાનાં બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે, તેમ યહોવાએ પોતાની પાંખો ફેલાવીને, તેઓને પોતાની પાંખો ઉપર ઊંચકી લીધા;


Lean sinn:

Sanasan


Sanasan