ગલાતીઓ 4:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહિ; પણ જાણે કે હું ઈશ્વરનો દૂત હોઉં, બલકે હું ઈસુ ખ્રિસ્ત હોઉં, તેમ તમે મારો અંગીકાર કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 મારી બીમારીને લીધે તમે કટોકટીમાં મૂક્યા, છતાં તમે મારો તિરસ્કાર કર્યો નહિ કે મને કાઢી મૂક્યો નહિ. એને બદલે, હું જાણે કે ઈશ્વરનો દૂત હોઉં અથવા ખુદ ખ્રિસ્ત ઈસુ હોઉં તેમ તમે મારો આદરસત્કાર કર્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહિ; પણ જાણે કે હું ઈશ્વરનો સ્વર્ગદૂત હોઉં, વળી ઈસુ ખ્રિસ્ત હોઉં, તેવી રીતે તમે મારો સ્વીકાર કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ14 મારી માંદગી તમારા ઉપર બોજારૂપ બની હતી. પરંતુ તમે મને ધિક્કાર્યો નહોતો. તમે મારાથી દૂર નાસી ગયા નહોતા. તમે મને દેવના દૂતની જેમ આવકાર્યો હતો. જાણે કે હૂં પોતે જ દેવનો દૂત હોઉ તે રીતે તમે મને અપનાવ્યો હતો. અને હું પોતે જ ઈસુ ખ્રિસ્ત હોઉં તેમ તમે મને સ્વીકાર્યો! Faic an caibideil |