Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગલાતીઓ 3:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્‍ત્રી કોઈ નથી; કેમ કે તમે બધાં ખ્રિસ્તમાં એક છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 આમ, યહૂદી કે બિનયહૂદી, ગુલામ કે સ્વતંત્ર, પુરુષ કે સ્ત્રી વચ્ચે હવે કોઈ ભેદભાવ નથી; કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે સૌ એક છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 માટે હવે કોઈ યહૂદી નથી કે ગ્રીક નથી, કોઈ દાસ નથી કે સ્વતંત્ર નથી, કોઈ પુરુષ નથી કે સ્ત્રી નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 હવે યહૂદી અને બિનયહૂદિ વચ્ચે કોઈ તફાવત નથી. ગુલામ અને મુક્ત વ્યક્તિ વચ્ચે કોઈ નફાવત નથી. પુરુંષ અને સ્ત્રી વચ્ચે કોઈ તફાવત નથી. ખ્રિસ્ત ઈસુમાં બધાં એક સમાન છો.

Faic an caibideil Dèan lethbhreac




ગલાતીઓ 3:28
31 Iomraidhean Croise  

વળી તે સમયે દાસો તથા દાસીઓ પર હું મારો આત્મા રેડી દઈશ.


મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંનાં નથી. તેઓને પણ મારે લાવવાની જરૂર‌ છે, અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.


અને એકલા આ લોકની વતી નહિ, પણ ઈશ્વરનાં વિખેરાઈ ગયેલાં છોકરાંઓને પણ તે એકત્ર કરીને એક કરે તે માટે).”


હવેથી હું જગતમાં [રહેવાનો] નથી, પણ તેઓ જગતમાં છે, અને હું તમારી પાસે આવું છું. હે પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તે [નામ] દ્વારા આપણા જેવા એક થવા માટે તેઓને સંભાળી રાખો.


કેમ કે સુવાર્તા વિષે મને શરમ લાગતી નથી; કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને.


એટલે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓ માટે છે તે ઈશ્વરનું ન્યાયીપણું, કેમ કે એમાં કંઈ પણ ભેદ નથી.


એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી.


એટલે આપણા પર જેઓને તેમણે કેવળ યહૂદીઓમાંથી નહિ, પણ વિદેશીઓમાંથી પણ તેડયા છે [તેઓ પર] , પોતાના મહિમાની સંપત્તિ જણાવવાની તેમની મરજી હતી તો તેમાં શું [ખોટું] ?


કેમ કે અવિશ્વાસી પતિ [વિશ્વાસી] પત્નીથી પવિત્ર થયેલો છે, અને અવિશ્વાસી પત્ની [વિશ્વાસી] પતિથી પવિત્ર થયેલી છે, નહિ તો તમારાં બાળકો અશદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.


સુન્‍નત તો કંઈ નથી, અને બેસુન્‍નત પણ કંઈ નથી. પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન તે જ [બધું છે].


એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં વિદેશીઓને મળે, અને આપણે [પવિત્ર] આત્મા વિષેનું વચન વિશ્વાસથી પામીએ.


કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઈશ્વરના દીકરા છો.


અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહિ; પણ જાણે કે હું ઈશ્વરનો દૂત હોઉં, બલકે હું ઈસુ ખ્રિસ્ત હોઉં, તેમ તમે મારો અંગીકાર કર્યો.


જેઓ ખ્રિસ્તના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.


કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્‍નત ઉપયોગી નથી, અને બેસુન્‍નત પણ નથી. પણ જે વિશ્વાસ પ્રેમદ્વારા કાર્યકર્તા છે તે જ ઉપયોગી છે.


એફેસસમાં જે પવિત્રો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને, પાઉલ, ઈશ્વરની ઇચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત [લખે છે] :


જેમ તમારા તેડાની એક આશામાં તમને તેડવામાં આવ્યા છે, તેમ એક શરીર તથા એક આત્મા છે.


ફિલિપીમાંના ઈસુ ખ્રિસ્તમાં સહુ સંતો, અધ્યક્ષો તથા સાહાયકારીઓ, એ સર્વ પ્રતિ લખનાર ખ્રિસ્ત ઈસુના દાસો પાઉલ તથા તિમોથી:


ત્યારથી તમારે માટે હંમેશાં પ્રાર્થના કરીને, ઈશ્વર, જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા છે, તેની આભારસ્તુતિ કરીએ છીએ;


તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્‍નત કે બેસુન્‍નત, નથી બર્બર, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.


મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું, કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો.


મારા વહાલા દીકરા પ્રતિ લખનાર ખ્રિસ્ત ઈસુમાંના જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ:


Lean sinn:

Sanasan


Sanasan