ગલાતીઓ 3:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 હવે હું આ કહું છું કે, જે કરાર ઈશ્વરે અગાઉથી નકકી કરેલો હતો તેને ચારસો ત્રીસ વરસ પછી થયેલો નિયમ રદ કરીને તેમનું વચન વૃથા કરી શકતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 મારો કહેવાનો અર્થ આ છે: ઈશ્વરે એક કરાર કર્યો અને તે પાળવાનું વરદાન આપ્યું. હવે ચારસો ત્રીસ વર્ષ પછી આવેલું નિયમશાસ્ત્ર ઈશ્વરના એ કરારને તોડી શકે નહિ કે તેમના વરદાનને રદબાતલ કરી શકે નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 હવે હું આ કહું છું કે, જે કરાર ઈશ્વરે ખ્રિસ્તમાં અગાઉથી નક્કી કર્યો હતો તેના વચનને ચારસો ત્રીસ વરસ પછી આવેલ નિયમશાસ્ત્ર રદ કરી શકતું નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ17 હું આમ કહેવા માંગુ છું; દેવે જે કરાર ઈબ્રાહિમને આપ્યો, તે નિયમના આગમનના ઘણા પહેલા અધિકૃત બનાવાયો હતો. 430 વરસ પછી નિયમ ઉદભવ્યો. તેથી નિયમ કરારને છીનવી શકે નહિ, અને દેવ ઈબ્રાહિમને આપેલા વચનને બદલી શકે નહિ. Faic an caibideil |