Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગલાતીઓ 2:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે હું ઈશ્વર પ્રત્યે જીવવાને અર્થે નિયમદ્વારા નિયમ પ્રત્યે મર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 હું ઈશ્વરને માટે જીવી શકું તે માટે હું નિયમ દ્વારા મરેલો છું. ખ્રિસ્તની સાથે હું ક્રૂસે મારી નંખાયો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કેમ કે હું ઈશ્વરને માટે જીવવાને, નિયમશાસ્ત્ર દ્વારા નિયમશાસ્ત્ર પ્રત્યે મૃત્યુ પામ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 મેં નિયમ માટે જીવવાનું બંધ કર્યુ છે. નિયમે જ પોતે મને મારી નાખ્યો. હું નિયમ માટે મૃત્યુ પામ્યો અને તેથી જ હું દેવ માટે જીવી શક્યો. હું ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગલાતીઓ 2:19
28 Iomraidhean Croise  

કેમ કે નિયમ તો કોપ ઉપજાવે છે, પણ જયાં નિયમ નથી ત્યાં ઉલ્લંઘન પણ નથી.


વળી, અપરાધ અધિક થાય, તે માટે નિયમશાસ્‍ત્રે પ્રવેશ કર્યો! પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં કૃપા તેથી અધિક થઈ;


તેમ તમે પણ પોતાને પાપના સંબંધમાં મરેલાં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરના સંબંધમાં જીવતા, ગણો.


કારણ કે પાપ તમારા પર રાજ કરશે નહિ; કેમ કે તમે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છો.


ના, એવું ન થાઓ. આપણે પાપના સંબંધમાં મર્યા, તો પછી એમાં કેમ જીવીએ?


કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે; પણ હું દૈહિક છું, અને પાપને વેચાયેલો છું.


એમ જ, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તના શરીરદ્વારા નિયમશાસ્‍ત્રના સંબંધમાં મૂએલા થયા છો, જેથી તમે બીજાના, એટલે જે મૂએલાંમાંથી પાછા ઊઠયા છે તેમના થાઓ કે, આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્‍ન કરીએ.


કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.


માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.


યહૂદીઓને મેળવવા માટે હું યહૂદીઓની સાથે યહૂદી જેવો થયો. હું પોતે નિયમાધીન ન છતાં નિયમાધીનોને લાવવા માટે નિયમાધીનોની સાથે નિયમાધીન જેવો થયો.


અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહિ, પણ જે તેઓને માટે મર્યા તથા પાછા ઊઠયા, તેમને અર્થે જીવે, માટે તે સર્વને વાસ્તે મર્યા.


હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું, તોપણ હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે દેહમાં જે મારું જીવન તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો, અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.


કેમ કે જેટલા નિયમની કરણીઓવાળા છે, તેટલા શાપ નીચે છે. કેમ કે એમ લખેલું છે, “નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.”


આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ, માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા માટે નિયમશાસ્‍ત્ર આપણો બાળશિક્ષક હતો.


પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ; તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે, અને જગત સંબંધી હું.


જો તમે ખ્રિસ્તની સાથે જગતનાં તત્‍ત્વો સંબંધી મર્યા, તો જગતમાં જીવનારાની જેમ વિધિઓને આધીન કેમ થાઓ છો?


કેમ કે તમે મૂએલા છો, અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે.


આપણે જાગીએ કે ઊંઘીએ તો તેમની સાથે જીવીએ, એ માટે તે આપણે માટે મરણ પામ્યા.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


તો ખ્રિસ્ત, જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હ્રદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે?


લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયીપણા સંબંધી જીવીએ; તેમના ઘાથી તમે સાજા થયા.


કેમ કે મૂએલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી કે જેથી દેહમાં રહેનાર માણસોના જેવો ન્યાય થયા પછી તેઓ ઈશ્વરના જેવા આત્મામાં જીવે.


Lean sinn:

Sanasan


Sanasan