Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 9:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇઝરાયલના ઈશ્વરનાં વચનોથી જેઓ ધ્રૂજતા હતા, તે સર્વ મારી પાસે એકત્ર થયા. સાંજના અર્પણ સુધી હું સ્તબ્ધ થઈને બેસી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 એ પ્રમાણે હું એમને એમ સાંજનાં બલિદાન ચડાવવાના સમય સુધી બેસી રહ્યો. દેશનિકાલમાંથી પાછા આવેલાઓએ કરેલા પાપ વિષે ઇઝરાયલના ઈશ્વરના વચનથી ગભરાયેલા બધા લોકો મારી આસપાસ એકઠા થઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇઝરાયલના ઈશ્વરના વચનોથી જેઓ ધ્રૂજતા હતા, તે સર્વ મારી પાસે આવ્યા. સાંજના સમયના અર્પણ સુધી હું સ્તબ્ધ થઈને બેસી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇસ્રાએલના દેવના વચનોથી જેઓ ધૂજતા હતા. તે સર્વ મારી પાસે ભેગા થયા; સાંજના અર્પણ સુધી હું સ્તબ્ધ થઇને બેસી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 9:4
13 Iomraidhean Croise  

જ્યારે આ જગા વિરુદ્ધ તથા તેના રહેવાસીઓ વિરુદ્ધ તારા ઈશ્વરના વચનો તેં સાંભળ્યાં ત્યારે તારું અંત:કરણ કોમળ થયું, તું તેની આગળ દીન બની ગયો, ને મારી આગળ દીન બનીને તેં તારાં વસ્ત્ર ફાડ્યાં ને મારી આગળ રુદન કર્યું માટે મેં તારું સાંભળ્યું છે, એમ યહોવા કહે છે.


મારા મુરબ્બીની, તથા જેઓ આપણા ઈશ્વરની આજ્ઞાથી કંપે છે તેઓની સલાહ પ્રમાણે એ સર્વ સ્ત્રીઓને તથા તેમનાંથી જન્મેલાં બાળકોને છોડી દેવાને આપણે આપણા ઈશ્વરની સાથે કોલકરાર કરીએ. નિયમશાસ્ત્ર પ્રમાણે એમ જ થવું જોઈએ.


યહૂદાના તથા બિન્યામીનના સર્વ માણસો ત્રણ દિવસની અંદર યરુશાલેમમાં એકત્ર થયા. નવમાં માસની વીસમી તારીખે સર્વ લોક આ વાતના ભયને લીધે તથા ભારે વરસાદને લીધે તથા ભારે વરસાદને લીધે ધ્રૂજતા ધ્રૂજતા ઈશ્વરના મંદિરની સામેના ચોગાનમાં બેઠા.


તમારો નિયમ તેઓ પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુઓ વહે છે. સાદે


એક હલવાન તું સવારે ચઢાવ, ને બીજો હલવાન સાંજે ચઢાવ.


અને બીજો હલવાન તું સાંજે ચઢાવ, ને સવારના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ પ્રમાણે તું તેને કર, કેમ તે સુવાસને અર્થે, યહોવાને માટે હોમયજ્ઞ થાય.


વળી યહોવા કહે છે, “મારે જ હાથે આ બધાંને ઉત્પન્ન કર્યાં છે, એટલે તેઓ થયાં; પણ જે ગરીબ તથા નમ્ર હ્રદયનો છે, ને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેની જ તરફ હું દષ્ટિ રાખીશ.


યહોવાનાં વચન [સાંભળીને] ધ્રૂજનારા, તમે પ્રભુની વાત સાંભળો:“તમારા ભાઈઓ કે જે જે તમારો દ્વેષ કરે છે, ને મારા નામને લીધે તમને કાઢી મૂકે છે, તેઓએ કહ્યું છે કે, ‘યહોવા પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ.’ પણ તેઓ લજવાશે.


યહોવાએ તેને કહ્યું, “નગરમાં એટલે યરુશાલેમમાં, સર્વત્ર ફરીને જે માણસો તેમાં થતાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિસાસા નાખતા હોય તથા રડતા હોય તેઓનાં કપાળ પર ચિહ્‍ન કર.”


તે દિવસોમાં મેં દાનિયેલે આખાં ત્રણ અઠવાડિયાં સુધી શોક કર્યો હતો.


હા, હું પ્રાર્થના કરતો હતો તે દરમિયાન ગાબ્રિયેલ એટલે જે માણસને મેં સંદર્શનમાં પ્રથમ જોયો હતો, તેણે [પ્રભુની] આજ્ઞાથી વેગે ઊડી આવીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો.


અને જુઓ, ઇઝરાયલી લોકોમાંનો એક માણસ આવ્યો, ને મૂસાની આગળ તથા ઇઝરાલની સમગ્ર પ્રજા કે જે મુલાકાતમંડપના દ્વાર પાસે રડતી હતી તેની આગળ, પોતાના ભાઈઓની પાસે એક મિદ્યાની સ્‍ત્રીને લાવ્યો.


પ્રાર્થનાના સમયે, બપોરે ત્રણ વાગે, પિતર તથા યોહાન મંદિરમાં જતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan