Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 9:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 છતાં અમે તમારી આજ્ઞાઓ ફરી તોડીને આ ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે સગપણ કરીશું? શું તમે અમારા ઉપર કોપાયમાન થઈને અમારો એવો વિનાશ નહિ કરશો કે કંઈ પણ શેષ ન રહે ને કોઈ પણ ન બચે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તો પછી અમે કેવી રીતે તમારી આજ્ઞાઓ ઉથાપીને આ દુષ્ટ લોકો સાથે લગ્નસંબંધ બાંધી શકીએ? જો અમે એમ કરીએ તો તમે અતિશય કોપાયમાન થઈને અમારો એવો વિનાશ કરશો કે કોઈ બચી જઈને બાકી રહે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 છતાં અમે તમારી આજ્ઞાઓનો અનાદર કરીને ફરી ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે આંતરવિવાહ કરીએ શું? તો પછી શું તમે ફરી અમારા પર કોપાયમાન થઈને અમારો એવો વિનાશ નહિ કરો કે કોઈ પણ રહે નહિ અને બચે નહિ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 છતાં અમે તમારા હુકમોનો અનાદર કરીને ફરી આ ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે આંતરવિવાહ કરીશું? તો પછી શું તું અમારા પર કોપાયમાન થઇને અમારો એવો વિનાશ નહિ કરશે કે કઇ પણ અથવા કોઇ પણ ન બચે?

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 9:14
20 Iomraidhean Croise  

એઝરા યાજકે ઊભા થઈને તેઓને કહ્યું, “તમે ઉલ્લંઘન કર્યું છે, પરદેશી સ્ત્રીઓ પરણીને ઇઝરાયલનો અપરાધ વધાર્યો છે.


કારણ કે તેઓ પોતે તથા તેઓના પુત્રો આ લોકોની દીકરીઓ સાથે પરણ્યા છે. તેથી પવિત્ર વંશ દેશના લોકોની સાથે મિશ્ર થઈ ગયો છે: હા, એ ઉલ્લંઘનમાં મુખ્યત્વે સરદારોના તથ સત્તાવાળાઓના હાથ એ.”


અમારે માટે બચેલો શેષ રાખવાને, ને પોતાના પવિત્રસ્થાનમાં એક ખીલો અમને આપવાને, અમારા ઈશ્વર યહોવા તરફથી થોડીવાર સુધી કૃપા બતાવવામાં આવી છે, એ માટે કે અમારા ઈશ્વર અમારી આંખોને પ્રકાશિત કરે, ને અમારા બંદીવાસમાં અમને કંઈક નવજીવન બક્ષે.


શું તમારા પિતૃઓ એમ નહોતા કરતા? [તે કારણથી] આપણા ઈશ્વર આપણા પર તથા આ નગર પર આ સર્વ હાનિ લાવ્યા નથી? તોપણ તમે સાબ્બાથને ભ્રષ્ટ કરીને ઇઝરાયલ પર હજી ઈશ્વરનો કોપ વધારે લાવો છો.”


તું તેઓની સાથે અથવા તેઓના દેવોની સાથે કરાર કરીશ નહિ.


મારો કોપ તેઓ પર તપી ઊઠે ને હું તેઓનો સંહાર કરું, માટે મને અટકાવીશ નહિ. અને હું તારાથી એક મોટી દેશજાતિ કરીશ.”


જો સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.


શું તમારા પૂર્વજોના, યહૂદિયાના રાજાઓનાં, તેઓની રાણીઓનાં, તમારાં પોતાનાં તથા તમારી સ્ત્રીઓનાં દુષ્ટ કર્મો, જે યહૂદિયા દેશમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં કરવામાં આવ્યાં, તે તમે ભૂલી ગયા છો?


યહોવા કહે છે, હે મારા સેવક યાકૂબ, તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. જે જે દેશોમાં મેં તને વિખેરી નાખ્યો છે તે સર્વનું સત્યાનાશ હું વાળીશ, પણ તારું સત્યાનાશ હું વાળીશ નહિ, પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ, ને ખચીત તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.”


તથાપિ હું કેટલાકને જીવતા રહેવા દઈશ, એટલે તમે જુદા જુદા દેશોમાં વિખેરાઈ જશો ત્યારે તમારામાંના કેટલાક ત્યાંની પ્રજાઓમાં તરવારથી બચી જશે.


“આ પ્રજામાંથી જુદા નીકળો, કે એક પળમાં હું તેઓનો સંહાર કરું.”


“આ લોકોમાંથી તમે નીકળી જાઓ કે, એક પળમાં હું તેઓનો સંહાર કરું.” અને તેઓ ઊંધા પડ્યા.


પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું, “જો, તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ [વિપત્તિ] આવી પડે.”


ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ?


મારી આડે આવીશ નહિ, મને તેઓનો નાશ કરવા દે, ને આકાશ નીચેથી તેઓનું નામ મને ભૂંસી નાખવા દે. અને તેઓના કરતાં હું તારાથી એક સમર્થ તથા મોટી દેશજાતિ ઉત્પન્‍ન કરીશ.’


હોરેબમાં પણ તમે યહોવાને કોપાવ્યા, ને યહોવા તમારા પર એટલા બધા કોપાયમાન થયા કે તેમણે તમારો નાશ કરી નાખ્યો હોત.


અને તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ કરાર ન કરો. તેઓની વેદીઓ તોડી નાખો:પણ મારું વચન તમે ધ્યાનમાં લીધું નહિ. તમે એમ કેમ કર્યું છે?


Lean sinn:

Sanasan


Sanasan