Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 9:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી સરદારોએ મારી પાસે આવીને કહ્યું, “ઇઝરાયલી લોકો તેમ જ યાજકો તથા લેવીઓ દેશોના લોકોથી જુદા રહેતા નથી. કનાનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરીઓ ને અમોરીઓનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે તેઓ [વર્તે છે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 એ બનાવો પછી ઇઝરાયલી લોકોના આગેવાનોએ મારી પાસે આવીને કહ્યું, “ઇઝરાયલી લોકો, યજ્ઞકારો અને લેવીઓ આસપાસના દેશોના લોકોથી અલગ રહેતા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, ઇજિપ્તીઓ અને અમોરીઓનાં ઘૃણાપાત્ર આચરણો પ્રમાણે વર્તે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 આ બધું પૂરું થયા પછી કેટલાક સરદારોએ મારી પાસે આવીને કહ્યું કે, “ઇઝરાયલના લોકો, યાજકો અને લેવીઓ દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદા પડ્યા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના પાત્ર રીત રિવાજો જે આપણે માટે અમાન્ય છે તે પ્રમાણે વર્તે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પરંતુ આ બધું પૂરું થયા પછી કેટલાક આગેવાનો મારી પાસે આવ્યા ને કહ્યું, “ઇસ્રાએલના લોકો, યાજકો અને લેવીઓએ પોતાની જાતને દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદી પાડી નથી. તેઓએ કનાનીઓ, હિત્તીઓ, પરિઝિઝઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના ઘૃણાપાત્ર રીત રિવાજો અને માર્ગો અપનાવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 9:1
37 Iomraidhean Croise  

અને તેઓ ચોથી પેઢીમાં અહીં પાછા આવશે; કેમ કે અમોરીઓનાં પાપનો ઘડો હજી ભરાયો નથી.”


હવે સુલેમાન રાજાને ફારુનની દીકરી ઉપરાંત બીજી ઘણી પરદેશી સ્ત્રીઓ એટલે મોઆબી, આમ્મોની, અદોમી, સીદોની તથા હિત્તી સ્ત્રીઓ સાથે પ્રેમ થયો હતો.


જે વિદેશીઓને યહોવાએ ઇઝરાયલી લોકોની આગળથી હાંકી કાઢ્યા હતા, તેઓના જેવા ધિક્કારપાત્ર કૃત્યો કરીને યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું,


હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓમાંના જે બાકી રહ્યા હતા અને જેઓ ઇઝરાયલના વંશના નહોતા,


એલામના વંશજોમાંના યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને ઉત્તર આપ્યો, “દેશના લોકમાંથી પરદેશી સ્ત્રીઓ પરણીને અને અમારા ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે; પણ એ સંબંધી ઇઝરાયલ વિષે હજી કંઈક આશા છે.


સરદારોની તથા વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહિ તેની સર્વ માલમિલકત જપ્ત કરવામાં આવશે, વળી તેને બંદીવાસવાળાઓના સમૂહમાંથી અલગ કરવામાં આવશે.”


તે સમયે જે યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતાં તેઓને મેં જોયા.


હવે ટોબિયા આમ્મોની તેની પડખે ઊભેલો હતો, તેણે કહ્યું, “તેઓ ભલે બાંધે. તેઓના પથ્થરના કોટ પર જો એક શિયાળવું ચઢે તોપણ તે તૂટી પડે!”


સાન્બાલાટે, ટોબિયાએ, અરબોએ, આમ્મોનીઓએ, તથા આશ્દોદીઓએ સાંભળ્યું કે, યરુશાલેમનાં કોટની મરામત ચાલે છે, ને ગાબડાં પુરાવા લાગ્યાં છે, ત્યારે તેઓને બહું ક્રોધ ચઢ્યો.


ઇઝરાયલના સંતાન સર્વ પરદેશીઓથી જુંદા થયાં. તેઓએ ઊભા રહીને પોતાનાં પાપ તથા પોતાના પિતૃઓના અન્યાયો કબૂલ કર્યાં.


પણ વિદેશીઓની સાથે તેઓ ભળી ગયા, અને તેઓનાં કામ શીખ્યા.


અને જ્યારે યહોવા કનાનીઓનો તથા હિત્તીઓનો તથા યબૂસીઓનો દેશ જે તને આપવાના સોગન તેમણે તારા પિતૃઓની આગળ ખાધા હતા, તે દૂધમધની રેલછેલવાળા દેશમાં તને લાવે, ત્યારે એમ થાય કે, આ માસમાં તારે આ પ્રમાણે ક્રિયા કરવી.


કેમ કે મારો દૂત તારી આગળ ચાલશે, ને અમોરી તથા હિત્તી તથા પરીઝી તથા કનાની, હિવ્વી તથા યબૂસી લોકની પાસે તે તને લઈ જશે; અને હું તેઓને નષ્ટ કરીશ.


કેમ કે હવે કેમ જણાય કે હું તથા તમારા લોક તમારી દષ્ટિમાં કૃપા પામ્યા છીએ? શું એથી નહિ કે, તમે અમારી સાથે આવો છો, એથી હું તથા તમારા લોક પૃથ્વી ઉપરના સર્વ લોકથી જુદા છીએ?”


જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ; તેની વચમાંથી નીકળો; યહોવાનાં પાત્રો ઊંચકનારા, તમે શુદ્ધ થાઓ;


જ્યારે યહૂદિયાના સર્વ સરદારોએ આ વાત સાંભળી ત્યારે તેઓ રાજાના મહેલમાંથી યહોવાના મંદિરમાં ચઢી આવ્યા; અને તેઓ યહોવાના મંદિરના નવા દરવાજાને નાકે બેઠા.


ત્યારે સરદારોએ તથા સર્વ લોકોએ યાજકોને તથા પ્રબોકોને કહ્યું:“આ માણસ મરણદંડને લાયક નથી; કેમ કે આપણા ઈશ્વર યહોવાને નામે તે આપણી આગળ બોળ્યો છે.”


મિસર દેશ જેમાં તમે રહેતા હતા, તેનાં કૃત્યોનું અનુકરણ તમે ન કરો, અને કનાન દેશ જેમાં હું તમને લઈ જાઉં છું, તેના કૃત્યોનું અનુકરણ પણ તમે ન કરો; તેમ જ તેઓના વિધિઓ પ્રમાણે તમે ન ચાલો.


યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઈઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાને વહાલા પવિત્રસ્થાનને યહૂદાએ ભ્રષ્ટ કર્યું છે, અને તેણે પારકા દેવની પુત્રી સાથે લગ્ન કર્યું છે.


કેમ કે ખડકોનાં શિખર પરથી હું તેને જોઉં છું, ને ડુંગરો પરથી તેને નિહાળું છું. જુઓ, તેઓ અલાહિદા રહેનારા લોક છે, અને દેશજાતિઓ ભેગા તેઓ ગણાશે નહિ.


અને જુઓ, ઇઝરાયલી લોકોમાંનો એક માણસ આવ્યો, ને મૂસાની આગળ તથા ઇઝરાલની સમગ્ર પ્રજા કે જે મુલાકાતમંડપના દ્વાર પાસે રડતી હતી તેની આગળ, પોતાના ભાઈઓની પાસે એક મિદ્યાની સ્‍ત્રીને લાવ્યો.


જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તું જાય ત્યારે તે દેશજાતિઓનાં અમંગળ કૃત્યોનું અનુકરણ કરતાં તારે ન શીખવું.


તેઓની ત્રીજી પેઢીનાં છોકરાં યહોવાની મંડળીમાં પ્રવેશ કરી શકે.


જે દેશનું વતન પામવા માટે તું જાય છે તેમાં જ્યારે યહોવા તારા ઈશ્વર તને લાવે, ને ઘણી દેશજાતિઓને તારી આગળથી હાંકી કાઢે, એટલે હિત્તીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા કનાનીઓ તથા પરિઝીઓ તથા હિવ્વીઓ તથા યબૂસીઓ, એ તારા કરતાં મોટી તથા બળવાન સાત દેશજાતિઓને [હાંકી કાઢે].


કેમ કે જો તમે કોઈ પણ પ્રકારે પાછા હઠશો, ને તમારી પાસે રહેલી આ દેશજાતિઓને, એટલે જે બાકી રહી છે તેઓની સાથે સંબંધ રાખશો, ને તેઓની સાથે લગ્નવ્યવહાર કરીને તેઓની સાથે લગ્નવ્યવહાર કરીને તેઓની સાથે હળીમળી જશો;


Lean sinn:

Sanasan


Sanasan