એઝરા 8:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 કેમ કે શત્રુની વિરુદ્ધ અમને સહાય કરવાને લશ્કરની ટુકડી તથા સવારો રાજાની પાસેથી માંગતા મને શરમ લાગી:કેમ કે અમે રાજાને કહ્યું હતું, “અમારા ઈશ્વરનો હાથ તેને શોધનાર બધા ઉપર હિતકારક છે; પણ તેમનું સામર્થ્ય તથા તેમનો કોપ તેમને ત્યાગનાર બધા ઉપર છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 દુશ્મન વિરુદ્ધ રક્ષણને માટે સમ્રાટની પાસે લશ્કરી ટુકડી કે સવારો માગતાં મને શરમ લાગી. કારણ, મેં રાજાને કહ્યું હતું, “જે કોઈ અમારા ઈશ્વર પર ભરોસો રાખી તેમની મદદ માગે છે તેને તે આશિષ આપે છે, પણ જે કોઈ તેમનાથી વિમુખ થાય છે તેના પર તેમનો કોપ આવે છે અને તે શિક્ષા પામે છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 શત્રુઓની વિરુદ્ધ અમને માર્ગમાં રક્ષણ કરવા માટે રાજા પાસે સૈનિકો અને ઘોડેસવારોની માગણી કરતાં મને ક્ષોભ થયો. કારણ અમે રાજાને કહ્યું હતું કે, “જે કોઈ ઈશ્વરને શોધે છે તેઓ પર ઈશ્વરનો હાથ હિતકારક છે પણ જે કોઈ તેના પ્રત્યે વિમુખ હોય છે તેના પર તેમનો ભયંકર કોપ અને પરાક્રમ આવે છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ22 શત્રુઓથી માર્ગમાં અમારું રક્ષણ કરવા માટે રાજા પાસે પાયદળના સૈનિકો અને ઘોડેસવારોની માગણી કરતાં મને શરમ આવી. કારણ અમે રાજાને કહ્યું હતું કે, “જે કોઇ દેવની આરાધના કરે છે તેના પર દેવ પ્રસન્ન થાય છે અને તેમનું કલ્યાણ કરે છે, પણ જે કોઇ તેના પ્રત્યે વિમુખ હોય છે તેના પર તેનો ભયંકર કોપ ઉતરે છે.” Faic an caibideil |