Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 7:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 વળી જે કોઈ તારા ઈશ્વરના નિયમનું તથા રાજાના કાયદાનું ઉલ્લંઘન કરે તેને તારે તાકીદે સજા કરવી, પછી તે મોતની, દેશનિકાલની, માલ-મિલકતની, જપતીની કે કેદની [સજા] હોય તોપણ [તે તારે કરવી].”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 જે કોઈ તારા ઈશ્વરના નિયમશાસ્ત્રનું અથવા સામ્રાજ્યના કાયદાનું પાલન ન કરે તેને તારે ફાંસી, દેશનિકાલ, મિલક્તની જપ્તી કે કેદની યથાયોગ્ય સજા કરવી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 વળી જે કોઈ ઈશ્વરના નિયમશાસ્ત્રનું તથા રાજાના કાયદાનું પાલન કરવાનો ઇનકાર કરે તેઓને તારે મૃત્યુદંડ, દેશનિકાલ, મિલકતની જપ્તી અથવા કેદની સજા કરવી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 દેવના નિયમશાસ્ત્રનું તથા રાજાના કાનૂનનું પાલન કરવાની ના પાડનારને તાત્કાલિક મૃત્યુદંડ અથવા દેશમાંથી હદપાર કરવાની સજા અથવા તેનો સામાન જપ્ત કરવાની અથવા કેદની સજા કરવી.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 7:26
12 Iomraidhean Croise  

વળી યહોવાના વચન દ્વારા રાજાની તથા આગેવાનોની [આપેલી] આજ્ઞા પ્રમાણે કરવા માટે ઈશ્વરે યહૂદિયાના માણસોને એકદિલ કર્યા હતા.


ઊઠો; એ કામ તમારું છે, ને અમે તમારી મદદે છીએ. ખૂબ હિમત રાખીને આ કામ કરો.”


સરદારોની તથા વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહિ તેની સર્વ માલમિલકત જપ્ત કરવામાં આવશે, વળી તેને બંદીવાસવાળાઓના સમૂહમાંથી અલગ કરવામાં આવશે.”


વળી મેં એવો હુકમ કર્યો છે કે, જે કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરે તેને તેના ઘરમાંથી એક મોભની શૂળી બનાવીને તેના પર તેને ચઢાવી દેવો, અને તેના ઘરનો ઉકરડો કરી નાખવો.


યરુશાલેમમાં જે મંદિરમાં ઈશ્વરે પોતાનું નામ કાયમ રાખ્યું છે તેમાં ફેરફાર કરવાને અથવા તેનો નાશ કરવાને જે રાજાઓ કે પ્રજાઓ પ્રયત્નો કરે તેઓનો નાશ તે ઈશ્વર કરો! હું દાર્યાવેશ આ હુકમ કરું છું; તેનો બનતી તાકીદે અમલ કરવો.”


ઈશ્વર તારું સત્યાનાશ વાળશે, તને પકડીને તે તને તારા તંબુમાંથી ખેંચી કાઢશે, અને પૃથ્વીમાંથી તને ઉખેડી નાખશે. (સેલાહ)


હું એવો હુકમ કરું છું કે, મારા આખા રાજ્યમાં લોકોએ દાનિયેલના ઈશ્વરથી કાંપવું તથા બીવું; કેમ કે તે જ જીવતા તથા તથા અચળ ઈશ્વર છે. તેમનું રાજ્ય અવિનાશી છે, ને તેમની સત્તા છેક અનંતકાળ સુધી રહેશે.


‘આ નિયમના શબ્દોને જે કોઈ અમલમાં ન લાવે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’


Lean sinn:

Sanasan


Sanasan