Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 7:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 રાજા તથા તેના સાત મંત્રીઓએ તને એ માટે મોકલ્યો છે કે, તારા હાથમાં તારા ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે તે પ્રમાણે યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી તું તપાસ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 હું અને મારા સાત સલાહકારો તને એટલા માટે મોકલીએ છીએ કે તું જઈને તપાસ કરે કે તારી પાસે તારા ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે તેનું પાલન યરુશાલેમ અને યહૂદિયાના લોકો કરે છે કે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 હું રાજા તથા મારા સાત સલાહકારો તને એ માટે મોકલીએ છીએ કે તારા હાથમાં ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર તારી પાસે છે તે પ્રમાણે યહૂદિયામાં અને યરુશાલેમમાં તેના સંબંધી તું તપાસ કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 મેં અને મારા સાત સલાહકારોએ તારા દેવનો જે નિયમ તારી પાસે છે તેની બાબતમાં યહૂદામાં અને યરૂશાલેમમાં શી સ્થિતિ છે તે તપાસવા માટે તને મોકલ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 7:14
15 Iomraidhean Croise  

તેના સર્વ લોકોમાંનો જે કોઈ તમારામાં હોય, તેના ઈશ્વર તેની સાથે હો, ને તે યહૂદિયાના યરુશાલેમમાં જઈને ઇઝરાયલના ઈશ્વર યહોવાનું મંદિર બાંધે, (યહોવા તે જ [ખરા] ઈશ્વર છે).


આપને વિદિત થાય કે, અમે યહૂદિયાના પ્રાંતમાં મહાન ઈશ્વરના મંદિરમાં ગયા હતા, તે મોટા પથ્થરોથી બાંધેલું છે ને ભીંતોમાં લક્કડ વાપરેલું છે, અને એ કામ તેઓ ખંતથી કરે છે, ને તે તેઓને હાથે આબાદ થતું જાય છે.


યરુશાલેમમાં જે મંદિરમાં ઈશ્વરે પોતાનું નામ કાયમ રાખ્યું છે તેમાં ફેરફાર કરવાને અથવા તેનો નાશ કરવાને જે રાજાઓ કે પ્રજાઓ પ્રયત્નો કરે તેઓનો નાશ તે ઈશ્વર કરો! હું દાર્યાવેશ આ હુકમ કરું છું; તેનો બનતી તાકીદે અમલ કરવો.”


વળી, ઈશ્વરનું એ મંદિર બાંધવા માટે યહૂદિઓના વડીલોને તમારે શી મદદ કરવી, તે વિષે હું હુકમ કરું છું કે, રાજ્યની મિલકતમાંથી, એટલે નદી પારના દેશની ખંડણીમાંથી, એ માણસોને બનતી તાકીદે ખરચ આપવો કે, તેઓને અટકાવ ન થાય.


અને યરુશાલેમમાં ઇઝરાયલના જે ઈશ્વરનો નિવાસ છે, તેને રાજાએ તથા તેના મંત્રીઓએ ઉદારતાથી જે સોનુંરૂપું આપ્યું છે તે,


ઈશ્વરે રાજાની, તેના મંત્રીઓની તથા રાજાના સર્વ પરાક્રમી સરદારોની મારફત મારા પર કૃપાર્દષ્ટિ કરી છે. મારા ઈશ્વર યહોવાનો હાથ મારા પર હતો, તેથી હું બળવાન થયો, ને મેં ઇઝરાયલમાંથી મારી સાથે આવવાને મુખ્ય પુરુષોને ભેગા કર્યા.


અને તેઓને જે સોનુંરૂપું તથા પાત્રો અમારા ઈશ્વરના મંદિરને માટે રાજાએ, તેના મંત્રીઓએ, સરદારોએ તથા ત્યાં હાજર રહેલા સર્વ ઇઝરાયલીઓએ અર્પ્યા હતાં, તે સર્વ તોળી આપ્યાં.


તેની પાસે ઈરાનના તથા માદાયના સાત સરદારો, કાર્શના, શેથાર, આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના તથા મમૂખાન [બેઠેલા] હતા. તેઓ રાજાની હજૂરમાં આવજા કરી શકતા હતા, અને રાજ્યમાં પહેલી બેઠકોના હકદાર હતા;)


‘શિક્ષણ તથા સાક્ષીની પાસે [જઈએ] !’ જ્યારે તેમને માટે સૂર્યોદય ખચીત થવાનો નથી, ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે.


રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો, “તું આ મર્મ ખોલી શક્યો છે તે ઉપરથી ખરેખર તમારો ઈશ્વર તે દેવોનો ઈશ્વર, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે.”


જ્યારે તે બિલ આગળ દાનિયેલની પાસે આવ્યો ત્યારે તેણે રડતે સાદે દાનિયેલને હાંક મારી, રાજાએ દાનિયેલને કહ્યું, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, શું તારા ઈશ્વર, જેમની તું નિરંતર ઉપાસના કરે છે, તે તને સિંહોથી બચાવી શક્યા છે?”


હું એવો હુકમ કરું છું કે, મારા આખા રાજ્યમાં લોકોએ દાનિયેલના ઈશ્વરથી કાંપવું તથા બીવું; કેમ કે તે જ જીવતા તથા તથા અચળ ઈશ્વર છે. તેમનું રાજ્ય અવિનાશી છે, ને તેમની સત્તા છેક અનંતકાળ સુધી રહેશે.


“ગુલામગીરીમાં [થી પાછા આવેલા પાસે] થી, એટલે હેલદાઈ, ટોબિયા તથા યદાયા પાસેથી [જે સોનુંરૂપું તેઓ લાવ્યા છે તે] તું લે, અને તે જે દિવસે જઈને સફાન્યાના દિકરા યોશિયાને ઘેર જા, કેમ કે તેઓ બાબિલથી આવીને ત્યાં ઊતર્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan