Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 6:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 દાર્યાવેશ રાજાના રાજ્યના છઠ્ઠા વર્ષમાં, અદાર માસને ત્રીજે દિવસે, એ મંદિર પૂરેપૂરું બંધાઈ રહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 સમ્રાટ દાર્યાવેશના શાસનકાળના છઠ્ઠા વર્ષમાં, અદાર માસની ત્રીજી તારીખે મંદિરનું બાંધકામ પૂર્ણ થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 દાર્યાવેશ રાજાના રાજ્યના છઠ્ઠા વર્ષમાં અદાર મહિનાના ત્રીજા દિવસે આ ભક્તિસ્થાન પૂરેપૂરું બંધાઈ રહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તે મંદિર રાજા દાર્યાવેશના રાજ્યના છઠ્ઠા વર્ષે અદાર મહિનાના ત્રીજે દિવસે પૂર્ણ થયું હતું.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 6:15
15 Iomraidhean Croise  

અને શાંત્યર્પણોનો જે યજ્ઞ સુલમાને યહોવાને ચઢાવ્યો તે બાવીસ હજાર ગોધા તથા એક લાખ વીસ હજાર ઘેટાંનો હતો. એ પ્રમાણે રાજાએ તથા સર્વ ઇઝરાયલી લોકોએ યહોવાના મંદિરની પ્રતિષ્ઠા કરી.


યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરનું કામ અટક્યું, અને ઇરાનના રાજા દર્યાવેશના રાજ્યના બીજા વર્ષ સુધી તે બંધ રહ્યું.


તે જ શેશ્બાસારે યરુશાલેમ આવીને ઈશ્વરના એ મંદિરનો પાયો નાખ્યો. અને ત્યારથી તેનું બાંધકામ ચાલું છે, તે હજી પૂરું થયું નથી.’


અમે ગુલામો છીએ. તોપણ અમારા ઈશ્વરે અમને અમારી ગુલામીમાં તજી દીધા નથી. તેમણે ઇરાનના રાજાઓની મારફત અમારા પર કૃપાર્દષ્ટિ કરી છે કે, જેથી અમે નવજીવન પામીને અમારા ઈશ્વરનું મંદિર ઊભું કરીએ, તેનાં ખંડિયેરો સમારીએ, ને પોતાને માટે યહૂદિયામાં અને યરુશાલેમમાં [ઈશ્વર પાસેથી] સંરક્ષણ સંપાદન કરીએ.


કાસદોની મારફતે રાજાના સર્વ પ્રાંતોમાં તે રવાના કરવામાં આવ્યા, “એક જ દિવસે, બારમા માસની, એટલે અદાર માસની તેરમી તારીખે, સર્વ યહૂદીઓનો, જુવાન, વૃદ્ધ, બાળકો તથા સ્ત્રીઓનો વિનાશ કરવો, એટલે કતલ કરીને તેમને મારી નાખવાં, અને તેઓની માલમિલકત લૂટી લેવી.”


અહાશ્વેરોશ રાજાના બારમાં વર્ષના પહેલા માસમાં, એટલે નીસાન માસમાં દિવસ અને મહિનો નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ [એટલે ‘પૂર’] નાખવામાં આવી, અને બારમા માસના, એટલે અદાર માસના તેરમા દિવસ પર ચિઠ્ઠી પડી.


તે [છૂટ] અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં એક જ દિવસે, એટલે બારમો માસ, જે અદાર માસ છે, તેની તેરમીએ [આપવામાં આવી].


હવે બારમા માસને, એટલે અદાર માસને, તેરમે દિવસે રાજાની આજ્ઞાનો તથા તેના હુકમનો અમલ કરવાનો વખત નજીક આવ્યો, તે દિવસે તો યહૂદીઓના શત્રુઓએ તેઓ ઉપર સત્તા મેળવવાની આશા રાખી હતી; પરંતું તેથી ઊલટું એમ બન્યું કે, યહૂદીઓએ જે પોતાના વેરીઓ ઉપર સત્તા મેળવી.


સૂસામાંના યહૂદીઓ અદાર માસને ચૌદમે દિવસે પણ એકત્ર થયા, તોએ સૂસામાં ત્રણસો માણસોને મારી નાખ્યા. પણ લૂટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.


અદાર માસને તેરમે દિવસે [એવું બન્યું] ; અને તેને ચૌદમે દિવસે તેઓએ આરામ ભોગવીને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો.


એ કારણથી ગામડાંના જે યહૂદીઓ કોટ વગરના કસબાઓમાં રહે છે, તેઓ અદાર માસના ચૌદમા દિવસને આનંદોત્સવના, મિજબાનીના, અને એકબીજા ઉપર ભેટો મોકલવાના દિવસ તરીકે પાળે છે.


લેખીત હુકમ મોકલ્યો, “અદાર માસને ચૌદમે તથા પંદરમે દિવસે તમારે વરસોવરસ [તહેવાર] પાળવા.


દાર્યાવેશના બીજા વર્ષના આઠમા માસમાં, ઈદ્દોના દીકરા બેરેકિયાના દીકરા ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાનું વચન આવ્યું:


એ માટે યહોવા કહે છે કે, ‘હું કૃપાદાનો લઈને યરુશાલેમના પક્ષમાં પાછો આવ્યો છું.’ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘મારું મંદિર તેમાં બંધાશે, ને યરુશાલેમ ઉપર [માપવાની] દોરી લંબાવવામાં આવશે.’


ઝરુબ્બાબેલના હાથથી આ મંદિરનો પાયો નંખાયો છે; અને તેના હાથથી તે પૂરું પણ થશે. ત્યારે તું જાણશે કે, ‘મેં સૈન્યોના [ઇશ્વર] યહોવાએ તને તેમની પાસે મોકલ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan