Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 6:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 દાર્યાવેશ રાજાએ બાબિલના ભંડારોના દફતરખાનામાં શોધ કરવાનો હુકમ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 સમ્રાટ દાર્યાવેશે બેબિલોન રાજ્યના દફતરભંડારમાં શોધ કરવાનો આદેશ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તેથી દાર્યાવેશ રાજાએ બાબિલના ભંડારોના કાર્યાલયમાં તપાસ કરવાનો હુકમ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 એ પછી દાર્યાવેશ રાજાએ બાબિલના ભંડારોના કાર્યાલયમાં તપાસ કરવાનો હુકમ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 6:1
16 Iomraidhean Croise  

જેથી આપના પૂર્વજોના લેખોનાં પુસ્તકોમાં શોધ કરવામાં આવે, તો તે ઉપરથી આપને માલૂમ પડશે કે એ નગર તો બંડખોર, તથા રાજાઓને તથા દેશોને ઉપદ્રવ કરનારું છે, પુરાતન કાળથી એમાં જ તેઓ તોફાન કરતાં આવ્યાં છે; અને એ કારણને લીધે એ નગર પાયમાલ થયું હતું.


અને અમારા હુકમથી તજવીજ કરતાં માલૂમ પડ્યું છે કે, એ નગર પુરાતન કાળથી રાજાઓની વિરુદ્ધ બંડ કરતું આવ્યું છે, અને એમાં બંડ તથા તોફાન થતાં રહ્યાં છે.


તો હવે, જો આપની ર્દષ્ટિમાં ઠીક લાગે તો, કોરેશ રાજાએ યરુશાલેમમાં ઈશ્વરનું આ મંદિર બાંધવાનો હુકમ કર્યો હતો કે નહિ, એની શોધ આપના બાબિલમાંના ભંડારમાં કરાવશો, અને તે બાબત આપની ઇચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો.”


તથા સાત દિવસ સુધી બેખમીર રોટલીનું પર્વ આનંદથી પાળ્યું, કારણ કે યહોવાએ તેઓને આનંદિત કર્યા હતા, અને ઇઝરાયલના ઈશ્ચરના મંદિરના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશૂરના રાજાના મનમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો.


હું એવો હુકમ કરું છું કે, મારા રાજ્યમાના ઇઝરાયલી લિકમાંણા સર્વ જનો તથા તેઓના યાજકો તથા લેવીઓ, એટલે જેટલા પોતાની રાજીખુશીથી યરુશાલેમ જવા ઇચ્છતા હોય, તેઓ તારી સાથે જાય.


હું કંગાલોને પિતાની ગરજ સારતો હતો. જેને હું ઓળખતો નહોતો તેની અગત્ય જાણીને હું મદદ કરતો.


તેથી મેં કહ્યું, “જુઓ, હું આવ્યો છું”; પુસ્તકમાં મારે વિષે લખેલું છે,


કોઈ બાબત ગુપ્ત રાખવી એમાં ઈશ્વરનો મહિમા છે; પણ કોઈ વાતનો પત્તો ખોળી કાઢવો એમાં રાજાનું ગૌરવ છે.


યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે તું લખ, ‘બાબિલનો રાજા ખચીત આવીને આ દેશનો નાશ કરશે, ને તેમાંનાં મનુષ્યો તથ પશુઓનો નાશ થશે, એમ યહોવા કહે છે, એવું આ ઓળિયામાં તેં શા વાસ્ત લખ્યું છે, ’ એમ કહીને તેં એ ઓળિયું બાળી નાખ્યું છે.


વળી યર્મિયાએ એક બીજું ઓળિયું લઈને નેરિયાના પુત્ર બારુખ લેખકને આપ્યું; અને જે પુસ્તક યહૂદિયાના રાજા યહોયાકીમે અગ્નિમાં બાળી નાખ્યું હતું, તેમાંનાં યર્મિયાના મુખનાં બોલેલાં સર્વ વચન બારુખે તેમાં લખ્યાં. અને તેઓના જેવાં બીજાં ઘણાં વચન પણ તેમાં ઉજમેરાયાં.


ત્યારે મેં જોયું, તો, જુઓ, એક હાથ મારા તરફ લાંબો કરવામાં આવ્યો, અને તેમાં એક પુસ્તકનું ઓળિયું હતું.


પછી તેણે મને કહ્યું, હે મનુષ્યપુત્ર, જે તને મળે તે ખા, આ ઓળિયું ખા, અને જઈને ઇઝરાયલના વંશજોની સાથે વાત કર.”


એ માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને [ફરી] બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે. અને બાસઠ અઠવાડિયામાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે.


રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાં મેં એક ઓળિયું જોયું, તે અંદરની તથા બહારની બન્‍ને બાજુએ લખેલું હતું, અને સાત મુદ્રાથી મુદ્રિત કરેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan