Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 5:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 આપને વિદિત થાય કે, અમે યહૂદિયાના પ્રાંતમાં મહાન ઈશ્વરના મંદિરમાં ગયા હતા, તે મોટા પથ્થરોથી બાંધેલું છે ને ભીંતોમાં લક્કડ વાપરેલું છે, અને એ કામ તેઓ ખંતથી કરે છે, ને તે તેઓને હાથે આબાદ થતું જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 અમે યહૂદિયા ગયા હતા અને મહાન ઈશ્વરના મંદિરનું બાંધકામ ફરીથી મોટા પથ્થરો વડે અને દીવાલોમાં લાકડાં જડીને કરવામાં આવી રહ્યું છે તે અમે જોયું છે. બાંધકામ ખૂબ જ કાળજીપૂર્વક થાય છે અને આગળ વધી રહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આપને જાણ થાય કે અમે યહૂદિયા પ્રાંતના મહાન ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા હતા. તે મોટા પથ્થરોથી તથા ઈમારતી લાકડાથી બંધાઈ રહ્યું હતું. આ કાર્ય ખંતથી કરાઈ રહ્યું છે અને તેઓને હાથે સફળતાપૂર્વક આગળ ધપી રહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 આપને વિદિત થાય કે, અમે યહૂદા પ્રાંતમાં મહાન દેવના મંદિરમાં ગયાં હતા, તે મંદિર પથ્થરની મોટી શિલાઓથી બાંધવામાં આવી રહ્યું છે, એની ભીંતોએ લાકડાની તખ્તીઓ જડવામાં આવે છે, ખૂબ સફળતાપૂર્વક અને ઉત્સાહથી કામ ચાલી રહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 5:8
20 Iomraidhean Croise  

બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકને બંદિવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓ તેઓ આ પ્રમાણે છે:


તેમાં આ પ્રમાણે લખેલું હતું:“દર્યાવેશ રાજાને ક્ષેમકુશળતા હોજો.


તે પ્રસંગે અમે તે વડીલોને પૂછ્યું, ‘આ મંદિર બાંધવાને તથા આ કોટ પૂરો કરવાને તમને કોણે હુકમ આપ્યો?’


જેથી તેઓ આકાશના ઈશ્વરની આગળ સુવાસિત યજ્ઞો કરે, અને રાજાના તથા તેના પુત્રોના દીર્ધાયુષ્યને માટે પ્રાર્થના કરે.


મોટા પથ્થરની ત્રણ હારો; અને નવા લાકડાની એક હાર [રાખવી] ; અને તેનો ખરચ રાજ્યના ભંડારમાંથી આપવો.


આકાશના ઈશ્વરની જે કંઈ આજ્ઞા હોય, તે પ્રમાણે આકાશના ઈશ્વરના મંદિરને માટે પૂરેપૂરું કરવું; કેમ કે રાજાના રાજ્ય ઉપર તથા તેના પુત્રો ઉપર શા માટે ઈશ્વરનો કોપ લાવવો જોઈએ?


પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં વસ્યા તેઓ આ છે: પણ ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, નથીનીમ તથા સુલેમાનના સેવકોના પુત્રો યહુદિયાનાં નગરોમાં પોતપોતાનાં વતનોમાં રહ્યા.


“બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર જે લોકોને બંદીવાન કરીને લઈ ગયો હતો તેઓમાંથી જે લોકો યહૂદિયાના પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા,


આહાશ્વેરોશ ભારતથી તે કૂશ સુધી એકસો સત્તાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો. તેના સમયમાં એમ બન્યું કે,


રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે, તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યાં, “પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે, ” અને એ હુકમ તે પોતાના લોકની ભાષામાં પ્રગટ કરે.


યહોવા મોટા અને બહુ જ સ્તુતિપાત્ર છે; તેમનું માહાત્મ્ય અગમ્ય છે.


રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો, “તું આ મર્મ ખોલી શક્યો છે તે ઉપરથી ખરેખર તમારો ઈશ્વર તે દેવોનો ઈશ્વર, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે.”


પછી નબૂખાદનેસ્સાર બળતા અગ્નિની ભઠ્ઠીના દ્વાર પાસે આવ્યો. તેણે કહ્યું, “હે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, પરાત્પર ઈશ્વરના સેવકો, બહાર નીકળીને અહીં આવો.” ત્યારે શાદ્રાખ, મેશાખ અબેદ-નગો અગ્નિમાંથી નીકળીને બહાર આવ્યા.


જે ચિહ્‍નો તથા આશ્ચર્યકારક કૃત્યો પરાત્પર ઈશ્વરે મારા સંબંધમાં કર્યાં છે, તે તમને દર્શાવવાં એ મને ઠીક લાગ્યું છે.


હું એવો હુકમ કરું છું કે, મારા આખા રાજ્યમાં લોકોએ દાનિયેલના ઈશ્વરથી કાંપવું તથા બીવું; કેમ કે તે જ જીવતા તથા તથા અચળ ઈશ્વર છે. તેમનું રાજ્ય અવિનાશી છે, ને તેમની સત્તા છેક અનંતકાળ સુધી રહેશે.


કેમ કે યહોવા તમારા ઈશ્વર તે તો દેવોના ઈશ્વર તથા ધણીઓના ધણી, મોટા, પરાક્રમી તથા ભયાનક પરમેશ્વર છે. તે કોઈની આંખની શરમ રાખતા નથી, તેમ લાંચ પણ લેતા નથી.


કેમ કે ખુદ આપણા શત્રુઓના માનવા પ્રમાણે પણ, તેઓનો ખડક આપણા ખડક જેવો નથી.


Lean sinn:

Sanasan


Sanasan