Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 5:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ યહૂદીઓના વડીલો પર તેઓના ઈશ્વરની કૃપાર્દષ્ટિ હતી, માટે આ બાબત દાર્યાવેશને કાને પહોંચ્યા પછી પત્રદ્વારે જવાબ ન મળે ત્યાં સુધી તેઓએ તેમને અટકાવ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 યહૂદી આગેવાનો પર ઈશ્વરની કૃપા હોવાથી એ અમલદારોએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી સમ્રાટ દાર્યાવેશને આ બાબતની જાણ કરવામાં ન આવે અને તે પછી તેમનો જવાબ ન મળે ત્યાં સુધી આ કામ અટકાવવું નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ ઈશ્વરની કૃપાદ્રષ્ટિ યહૂદીઓના વડીલો પર હતી તેથી તેઓ અટક્યા નહિ. તેઓ દાર્યાવેશ રાજા તરફથી અધિકૃત ફરમાનની રાહ જોતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પરંતુ યહૂદીઓના વડીલો પર તેઓના દેવ યહોવાની કૃપાદ્રષ્ટિ હતી, માટે આ બાબત દાર્યાવેશને કાને પહોંચ્યા પછી રાજાનો જવાબ આવે ત્યાં સુધી તેમને કામ કરતા અટકાવવામાં આવ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 5:5
12 Iomraidhean Croise  

કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યાં કરે છે, જેથી જેઓનું અંત:કરણ તેમની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ બતાવી આપે. આમા તેં મૂર્ખાઈ કરી છે; કેમ કે હવેથી તારે યુદ્ધો કરવાં પડશે.”


ઈશ્વરે રાજાની, તેના મંત્રીઓની તથા રાજાના સર્વ પરાક્રમી સરદારોની મારફત મારા પર કૃપાર્દષ્ટિ કરી છે. મારા ઈશ્વર યહોવાનો હાથ મારા પર હતો, તેથી હું બળવાન થયો, ને મેં ઇઝરાયલમાંથી મારી સાથે આવવાને મુખ્ય પુરુષોને ભેગા કર્યા.


બાબિલથી ત્યાં ગયો. ઇઝરાયલના ઈશ્વર યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો. વળી તેના પર યહોવાની કૃપા હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી.


કેમ કે શત્રુની વિરુદ્ધ અમને સહાય કરવાને લશ્કરની ટુકડી તથા સવારો રાજાની પાસેથી માંગતા મને શરમ લાગી:કેમ કે અમે રાજાને કહ્યું હતું, “અમારા ઈશ્વરનો હાથ તેને શોધનાર બધા ઉપર હિતકારક છે; પણ તેમનું સામર્થ્ય તથા તેમનો કોપ તેમને ત્યાગનાર બધા ઉપર છે.”


કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.


જુઓ, યહોવાના ભકતો તથા તેમની કૃપા પર આશા રાખનારાં ઉપર તેમની કૃપાદષ્ટિ છે;


ન્યાયીઓ પર યહોવાની કૃપાદષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેમના કાન [ઉઘાડા] છે.


ખચીત માણસનો કોપ તમારું સ્તવન કરશે; બાકી રહેલો [તેનો] કોપ તમે તમારી કમરે બાંધશો.


અને વિરોધીઓથી જરા પણ બીતા નથી:એ તેઓને વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો તારણની નિશાની છે, અને તે વળી ઈશ્વરથી છે.


કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની પ્રાર્થનાઓ તેમને કાને પડે છે. પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓથી વિમુખ છે.”


Lean sinn:

Sanasan


Sanasan