એઝરા 5:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે જ સમયે નદી પારનો સૂબો તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેઓના સંગાથીઓએ તેમની પાસે આવીને એમ કહ્યું, “ આ મંદિર બાંધવાને તથા આ કોટ પૂરો કરવાને તમને કોણે આજ્ઞા આપી?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તેથી યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેમના સહકાર્યકરો તરત જ યરુશાલેમ આવ્યા અને તેમને પૂછપરછ કરી: “આ મંદિર અને કોટ બાંધવાની પરવાનગી તમને કોણે આપી?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ત્યારે નદી પારના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેઓના સાથીદારોએ આવી તેમને કહ્યું, “આ ભક્તિસ્થાન ફરીથી બાંધવાની અને આ દિવાલોને પૂરી કરવાની પરવાનગી તમને કોણે આપી છે?” Faic an caibideilપવિત્ર બાઈબલ3 પરંતુ તે જ સમયે યુફ્રેતિસ નદીની પશ્ચિમ તરફના પ્રદેશનો પ્રશાસક તાત્તનાય અને શથાર-બોઝનાય તથા તેઓના સાથીદારો યરૂશાલેમ આવ્યા અને પૂછયું, “આ મંદિર ફરીથી બાંધવાની અને લાકડાનું કામ પુરું કરવાની પરવાનગી તમને કોણે આપી છે?” Faic an caibideil |