Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 5:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પણ અમારા પિતૃઓએ આકાશના ઈશ્વરને કોપાયમાન કર્યાથી તેમણે બાબિલના રાજા કાસ્દી નબૂખાદનેસ્સારના હાથમાં તેઓને સોંપ્યા; તે આ મંદિરનો નાશ કરીને લોકોને બાબિલ લઈ ગયો. P

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 અમારા પૂર્વજોનાં કાર્યોથી આકાશના ઈશ્વર કોપાયમાન થયા હોવાથી તેમણે તેમને બેબિલોનના સમ્રાટ નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધા હતા. મંદિરનો નાશ કરી દેવાયો અને લોકો બેબિલોનમાં કેદી બનાવી લઈ જવાયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જો કે, જયારે અમારા પૂર્વજોએ આકાશના ઈશ્વરને કોપાયમાન કર્યા, ત્યારે તેમણે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં તેઓને સોંપ્યાં, કે જે આ સભાસ્થાનનો નાશ કરીને લોકોને બાબિલના બંદીવાસમાં લઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 અમારા પિતૃઓએ સ્વર્ગના દેવને ગુસ્સે કર્યા, તેથી તેણે તેઓનો ત્યાગ કર્યો. તેણે નબૂખાદનેસ્સાર રાજા દ્વારા આ મંદિરનો નાશ કરાવ્યો અને રાજાએ લોકોનો દેશનિકાલ કરીને બાબિલ મોકલ્યા.”

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 5:12
28 Iomraidhean Croise  

યહોવા પોતાના સેવક પ્રબોધક હસ્તક પોતાનું જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે યહોવાએ તેની વિરુદ્ધ કારદીઓની ટોળીઓ, અરામીઓની ટોળીઓ, મોઆબીઓની ટોળીઓ તથા આમોનપુત્રોની ટોળીઓ મોકલી. તેમણે તે યુહૂદિયાની વિરુદ્ધ તેનો નાશ કરવા માટે મોકલી.


[સિદકિયાની] કારકિર્દીના નવમાં વર્ષે દશમાં માસમાં, માસને દશમે દિવસે એમ થયું કે, બાબિલનો ટાજા નબૂખાદનેસ્સાર પોતાનું પૂરેપૂરું સૈન્ય લઈને યરુશાલેમ પર ચઢી આવ્યો, ને તેની સામે છાવણી નાખી. અને તેઓએ તેની સામે ચોતરફ કિલ્લા બાંધ્યાં.


તરવારથી બચેલાંઓને તે બાબિલ લઈ ગયો; તેઓ ઇરાનના રાજ્યના અમલ સુધી નબૂખાદનેસ્સારના તથા તેના વંશજોનાં ગુલામ થયા.


તે માટે પોતાના લોકો સામે યહોવાનો કોપ સળગી ઊઠ્યો. અને પોતાના વારસામાંથી તે કંટાળી ગયા.


હું પોતાના લોકો ઉપર કોપાયમાન થયો, મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો ને તેમને તારા હાથમાં સોંપ્યા; તેં તેમના પર દયા રાખી નહિ; તેં ઘરડા ઉપર તારી ઝૂંસરી અતિ ભારે કરી.


(યહોવા કહે છે, ) એ બધી બાબતો માટે શું હું તેઓને જોઈ નહિ લઈશ? મારો જીવ એવી પ્રજા પર વૈર નહિ લે?


યહૂદિયાના રાજા સિદકિયાની કારકિર્દીના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે માસેયાના પુત્ર નેરિયાનો પુત્ર સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યર્મિયા પ્રબોધકે સરાયાને આપી તે આ:સરાયા તો લશ્કરનો મુખ્ય પગાર કરનાર અમલદાર હતો.


હવે પાંચમા માસને દશમે દિવસે, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના ઓગણીસમા વરસમાં રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન, જે બાબિલના રાજાની તહેનાતમાં રહેતો હતો, તે યરુશાલેમ આવ્યો.


અમે તો તમારી આજ્ઞાઓથી તથા તમારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આડા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે, ને બંડ કર્યું છે.


તો તે દિવસે મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઊઠશે, ને હું તેઓનો ત્યાગ કરીને મારું મુખ તેઓથી સંતાડીશ, ને તેઓ ભક્ષ થઈ પડશે, ને ઘણાં દુ:ખ તથા સંકટ તેઓ પર આવી પડશે; તેથી તે દિવસે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી મધ્યે નહિ હોવાને લીધે આ દુ:ખો આપણ પર આવી પડયાં નથી શું?’


જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત, તો હજારની પાછળ એક કેમ ઘાત, અને દેશ હજારને બે [કેમ] નસાડી મૂકત?


ત્યારે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેમણે તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યા કે, જેઓએ તેમને પાયમાલ કર્યા, અને યહોવાએ તેઓને તેઓની ચારે તરફના શત્રુઓના હાથમાં વેચી દીધા કે, જેથી તેઓ ત્યાર પછી તેઓના શત્રુઓની સામે વધારે વાર ટકી શક્યા નહિ.


તેથી યહોવાએ તેઓને હાસોરમાં રાજ કરનાર કનાનના રજા યાબીનના હાથમાં વેચી દીધા. એનો સેનાપતિ વિદેશીઓના હરોશેથનો રહેવાસી સીસરા હતો.


ઇઝરાયલી લોકોએ [ફરીથી] યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને સાત વર્ષ સુધી યહોવાએ તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યા.


Lean sinn:

Sanasan


Sanasan