યરુશાલેમમાં ઈશ્વરના મંદિરમાં તેઓ આવ્યા તેના બીજા વર્ષમાં બીજા માસમાં, શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, બાકીના તેઓના યાજક તથા લેવી ભાઈઓ, તથા જેઓ બંદિવાસમાંથી છૂટીને યરુશાલેમ આવ્યા હતા તે સર્વએ તે કામનો આરંભ કર્યો. ને યહોવાના મંદિરના કામની દેખરેખ રાખવા માટે વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરના લેવીઓને નીમ્યા.
જ્યારે રહૂમ તથા ચિટનીસ શિમ્શાય તથા તેઓના સંગાથીઓની આગળ આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર વાંચવામાં આવ્યો, ત્યારે તેઓએ ઉતાવળે યરુશાલેમ આવીને યહૂદીઓને જોરજુલમથી અટકાવ્યા.
પણ યહૂદીઓના વડીલો પર તેઓના ઈશ્વરની કૃપાર્દષ્ટિ હતી, માટે આ બાબત દાર્યાવેશને કાને પહોંચ્યા પછી પત્રદ્વારે જવાબ ન મળે ત્યાં સુધી તેઓએ તેમને અટકાવ્યા નહિ.
હાગ્ગાય પ્રબોધકના તથા ઈદ્દોના પુત્ર ઝખાર્યાના પ્રબોધથી યહૂદિઓના વડીલો બાંધતા ગયા ને તેમાં આબાદી પામતા ગયા. ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા પ્રમાણે, ને કોરેશ. દાર્યાવેશ તથા ઈરાનના રાજા આર્તાહશાસ્તાના ઠરાવ પ્રમાણે, તેઓએ બાંધકામ સમાપ્ત કર્યું.
મેં તેઓની પાસે સંદેશિયા મોકલીને કહેવડાવ્યું, “હું એક મોટું કામ કરવામાં રોકાયેલો છું, માટે મારાથી આવી શકાય તેમ નથી. હું તે પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ બંધ પાડું?”
હવે હું તને સત્ય બતાવીશ. જુઓ, હવે પછી ઈરાનમાં ત્રણ રાજાઓ ઊભા થશે, અને ચોથો એ બધા કરતાં ઘણો જ દ્રવ્યવાન થશે, તે પોતાના દ્રવ્ય વડે બળવાન થઈને યાવાન ગ્રીસના રાજ્યની વિરુદ્ધ બધાને ઉશ્કેરશે.
એ માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને [ફરી] બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે. અને બાસઠ અઠવાડિયામાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે.
દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસની પહેલી તારીખે યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા, ઝરુબ્બાબેલની પાસે, તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆની પાસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાનું વચન આવ્યું કે,