Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 4:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 યરુશાલેમમાંના પરાક્રમી રાજાઓ જેઓને નદી પારના આખા [દેશ] પર હકૂમત‍ ચલાવી છે, તેમને લોકો ખંડણી, કર તથા જકાત આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 યરુશાલેમમાં પરાક્રમી રાજાઓએ યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંત પર રાજ કરેલું છે અને લોકોએ તેમને કરવેરા ભર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 યરુશાલેમમાં જે પ્રતાપી રાજાઓએ નદી પારના આખા દેશ પર હકૂમત ચલાવી છે, તેમને લોકો કર તથા જકાત આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યરૂશાલેમમાં પ્રતાપી રાજાઓ પણ છે અને તેમણે ફ્રાત પારના સમગ્ર પ્રદેશ પર સત્તા ભોગવી છે અને કરવેરા વસૂલ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 4:20
23 Iomraidhean Croise  

તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો: “મિસરની નદીથી એ ફ્રાત નામની મહા નદી સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે;


નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી, તથા મિસરની સીમા સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત‍ ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા, ને સુલેમાનની જિંદગીના સર્વ દિવસોભર તેઓ તેની તાબેદારી કરતા રહ્યાં.


કેમ કે નદીની આ તરફના સર્વ [પ્રદેશ] માં એટલે તિફસાથી તે ગાઝા સુધી નદીની આ તરફના સર્વ રાજાઓ તેને તાબે હતા. તેને તેની આસપાસ ચારેબાજુ શાંતિ હતી.


અને તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે તેઓએ તેને તેના પિતા દાઉદને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો છે; કેમ કે હીરામ હંમેશા દાઉદ પર પ્રેમ રાખતો હતો.


પણ હવે મારા ઈશ્વર યહોવાએ મને ચારે તરફ શાંતિ આપી છે; કોઈ શત્રુ નથી કે, કંઈ આપત્તિ નથી.


તેણે અદોમમાં થાણાં બેસાડ્યાં, અને સર્વ અદોમીઓ દાઉદના તબેદાર થયા. અને દાઉદ જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં યહોવા તેને જય અપાવતા.


સોબાનો રાજા હદારએઝેર ફ્રાત નદી ઉપર પોતાનો જયસ્તંભ ઊભો કરવા માટે જતો હતો, તે વખતે દાઉદે તેને હમાથ આગળ હરાવ્યો.


પછી તેણે દમસ્કસના અરામીઓમાં થાણાં બેસાડ્યાં; અને અરામીઓ દાઉદના તાબેદાર થઈને ભેટો લાવ્યા. જ્યાં કહીં દાઉદ જતો ત્યાં યહોવા તેને જય અપાવતા.


જ્યારે હદારએઝેરના ચાકરોએ જોયું કે, પોતે ઇઝરાયલને હાથે હાર ખાધી છે, ત્યારે તેઓએ દાઉદની સાથે સલાહ કરી, ને તેના તાબેદાર થયા. ત્યાર પછી ફરીથી કદી અરામીઓને આમ્મોનીઓને સહાય કરવાની ઇચ્છા થઈ નહિ.


પલિસ્તીઓમાંના કેટલાક યહોશાફાટની પાસે નજરાણા તરીકે પુષ્કળ રૂપું લાવ્યાં, આરબો પણ તેને માટે સાત હજાર સાતસો ઘેટાં ને સાત હજાર સાતસો બકરા લાવ્યા.


વેપારીઓ પાસેથી કર તરીકે મળતું તથા અર્બસ્તાનના સર્વ અમીરો તથા દેશના ખંડિયા રાજાઓ તરફથી જે સોનું મળતું હતું તે તો જુદું.


તો હવે આપને વિદિત થાય કે, જો એ નગર બંધાશે અને એને એના કોટ પૂરા થશે, તો તેઓ ખંડણી, કર કે, જકાત આપશે નહિ, તેથી આખરે રાજ્યની પદાશમાં ઘટાડો થશે.


અમે તો આપને જણાવીએ છીએ કે જો એ નગર બંધાઈ જશે ને એના કોટ પૂરા થશે, તો નદીપાર આપની કંઈ પણ હકૂમત રહેશે નહિ.”


અને અમારા હુકમથી તજવીજ કરતાં માલૂમ પડ્યું છે કે, એ નગર પુરાતન કાળથી રાજાઓની વિરુદ્ધ બંડ કરતું આવ્યું છે, અને એમાં બંડ તથા તોફાન થતાં રહ્યાં છે.


માટે હવે તમારે એવો હુકમ ફરમાવવો જોઈએ કે, એ લોકોનું કામ બંધ થાય, અને મારી બીજી આજ્ઞા થતાં સુધી એ નગર ન બંધાય.


અમે તમને જણાવીએ છીએ કે, સર્વ યાજકો, લેવીઓ, ગવૈયાઓ, દ્વારપાળો, નથીનીમ કે ઈશ્વરના આ મંદિરના બીજા સેવકો પાસેથી ખંડણી, કર કે જકાત લેવી તે કાયદા વિરુદ્ધ ગણાશે.


વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી, અને નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે.


જે નગરી વસતિથી ભરચક હતી, તે કેમ એકલવાઈ બેઠી છે! તે કેમ વિધવા સરખી થઈ છે! પ્રજાઓમાં જે મહાન તથા નગરીઓમાં રાણી હતી, તે કેમ ખંડણી આપનારી થઈ છે!


સત્તાધારીઓના રાજદંડને લાયક તેને મજબૂત સોટા થયા હતા, ને તેનું કદ વધીને તે આભલામાં પહોંચી હતી, ને તેની ડાળીઓના જથાસહિત તે ઊંચી દેખાતી હતી.


અને ઈસુએ ત્યાં થઈને જતાં માથ્થી નામે એક માણસને દાણ લેવાની ચોકી પર બેઠેલો જોયો. અને તેમણે તેને કહ્યું, “તું મારી પાછળ આવ.”‍ત્યારે માથ્થી ઊઠીને તેમની પાછળ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan