Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 4:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અમે આપનું લૂણ ખાઈએ છીએ, માટે આપનું અપમાન જોવું એ અમને યોગ્ય નથી, માટે અમે [સંદેશો] મોકલીને આપને ખબર આપી છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 હવે, નામદાર, અમે તો આપના ઋણી છીએ અને આપનું આ રીતે અપમાન થાય એ અમને વાજબી જણાતું ન હોઈ, આપને હકીક્તથી વાકેફ કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 નિશ્ચે અમે આપના મહેલનું અન્ન ખાધું છે તેથી આપનું અપમાન થાય તે જોવું, અમને શોભતું નથી. તેથી અમે સંદેશો મોકલીને આપને જાણ કરીએ છીએ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 અમે તમારી સેવામાં છીએ એટલે તમને આ રીતે લજ્જિત થતા જોઇ રહેવું અમને યોગ્ય લાગતું નથી તેથી અમે આપ નામદારને આ હકીકત જણાવીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 4:14
5 Iomraidhean Croise  

તો હવે આપને વિદિત થાય કે, જો એ નગર બંધાશે અને એને એના કોટ પૂરા થશે, તો તેઓ ખંડણી, કર કે, જકાત આપશે નહિ, તેથી આખરે રાજ્યની પદાશમાં ઘટાડો થશે.


જેથી આપના પૂર્વજોના લેખોનાં પુસ્તકોમાં શોધ કરવામાં આવે, તો તે ઉપરથી આપને માલૂમ પડશે કે એ નગર તો બંડખોર, તથા રાજાઓને તથા દેશોને ઉપદ્રવ કરનારું છે, પુરાતન કાળથી એમાં જ તેઓ તોફાન કરતાં આવ્યાં છે; અને એ કારણને લીધે એ નગર પાયમાલ થયું હતું.


તેઓ લોકોના રિવાજ પ્રમાણે તારી પાસે આવે છે, ને મારા લોકો તરીકે તારી આગળ બેસે છે, તેઓ તારા વચનો સાંભળે છે, પણ તેમનો અમલ કરતા નથી, કેમ કે તેમના મુખથી તેઓ બહું પ્રેમ દર્શાવે છે, પણ તેમનું મન તો તેમના સ્વાર્થ પાછળ ભટકે છે.


Lean sinn:

Sanasan


Sanasan