Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 4:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 આપને વિદિત થાય કે, જે યહૂદિયો આપની પાસેથી છૂટીને અમારી પાસે યરુશાલેમમાં આવ્યા છે, તેઓ તો બંખોર ને બેવફા નગર બાંધે છે, ને પાયા સમારીને કોટ પૂરા કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 નામદાર, અમે આપને જણાવવા માગીએ છીએ કે આપના અન્ય પ્રાંતોમાંથી અત્રે આવીને યરુશાલેમમાં વસેલા યહૂદીઓ દુષ્ટ અને બંડખોર શહેરને ફરીથી બાંધવા લાગ્યા છે. તેમણે કોટનું બાંધકામ ચાલુ કર્યું છે અને થોડા જ વખતમાં કોટ બંધાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 રાજા, આપને માલુમ થાય કે જે યહૂદીઓ તમારા ત્યાંથી આવ્યા છે તેઓ, બળવાખોર નગર યરુશાલેમના પુન: બાંધકામ કરવા દ્વારા અમારી સામે થયા છે. તેઓ દીવાલોનું બાંધકામ પૂર્ણ કર્યું છે અને પાયાનું સમારકામ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 અમે તમારું ધ્યાન ખેચીએ છીએ કે, બાબિલથી યરૂશાલેમ મોકલવામાં આવેલા યહૂદિયાઓ બળવાખોર અને દુષ્ટ નગરનું ફરીથી બાંધકામ કરી રહ્યા છે. તેઓ નગરના કિલ્લાની દીવાલ બાંધી રહ્યાં છે અને પાયાનું સમારકામ કરી રહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 4:12
22 Iomraidhean Croise  

તું કહે છે કે, ‘યુદ્ધને માટે બુદ્ધિ તથા પરાક્રમ [અમારામાં છે] , ’ પણ એ તો માત્ર નકામી વાતો છે. કોના પર ભરોસો રાખીને તેં મારી વિરુદ્ધ બંડ કર્યું છે?


યહોયાકીમની કારકિર્દીમાં બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર ચઢી આવ્યો, ને યહોયાકીમ ત્રણ વર્ષ સુધી તેનો તાબેદાર રહ્યો, પછી તેણે ફરી જઈને તેની વિરુદ્ધ બંડ કર્યું.


નબૂખાદનેસ્સાર રાજાએ તેને ઈશ્વરના સોગન ખવડાવ્યા હતા, તોપણ તેની સામે તેણે બળવો કર્યો; તેણે પોતાની ગરદન અક્કડ કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાની ઉપાસના નહિ કરવાને પોતાનું અંત:કરણ કઠણ કર્યું.


તેઓએ આર્તાહશાસ્તા રાજા ઉપર જે પત્ર લખ્યો તેની નકલ નીચે પ્રમાણે છે: નદી પારના આપના સેવકો, વગેરે.


જેથી આપના પૂર્વજોના લેખોનાં પુસ્તકોમાં શોધ કરવામાં આવે, તો તે ઉપરથી આપને માલૂમ પડશે કે એ નગર તો બંડખોર, તથા રાજાઓને તથા દેશોને ઉપદ્રવ કરનારું છે, પુરાતન કાળથી એમાં જ તેઓ તોફાન કરતાં આવ્યાં છે; અને એ કારણને લીધે એ નગર પાયમાલ થયું હતું.


અને અમારા હુકમથી તજવીજ કરતાં માલૂમ પડ્યું છે કે, એ નગર પુરાતન કાળથી રાજાઓની વિરુદ્ધ બંડ કરતું આવ્યું છે, અને એમાં બંડ તથા તોફાન થતાં રહ્યાં છે.


તે જ સમયે નદી પારનો સૂબો તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેઓના સંગાથીઓએ તેમની પાસે આવીને એમ કહ્યું, “ આ મંદિર બાંધવાને તથા આ કોટ પૂરો કરવાને તમને કોણે આજ્ઞા આપી?”


તે પ્રસંગે અમે તે વડીલોને પૂછ્યું, ‘આ મંદિર બાંધવાને તથા આ કોટ પૂરો કરવાને તમને કોણે હુકમ આપ્યો?’


તેઓએ મને કહ્યું, “બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહા સંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરુશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે, અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે.”


તેમાં એવું લખેલું હતું, “પ્રજઓમાં એવી અફવા ચાલે છે, ને ગાશ્મૂ પણ કહે છે કે, તું યહૂદીઓ સાથે મળીને બંડ કરવાનો ઈરાદો કરે છે. એ જ હેતુથી તું કોટ બાંધે છે. અને તું તેઓનો રાજા થવા ઈચ્છે છે એવી અફવા‍ ચાલે છે.


ત્યારે હામાને અહાશ્વેરોશ રાજાને કહ્યું, “તમારા રાજ્યના સર્વ પ્રાંતોના લોકોમાં પ્રસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. તેઓના નિયમો સર્વ લોકોનાથી જુદા છે. તેઓ રાજાના કાયદા પણ પાળતા નથી; તેથી તેઓને જીવતા રહેવા દેવા એ રાજાને હિતકારક નથી.


યહોવાના કોપને લીધે યરુશાલેમમાં તથા યહૂદિયામાં અમે ચાલ્યા કર્યું, અને છેવટે યહોવાએ તેઓને પોતાની દષ્ટિ આગળથી ફેંકી દીધા. અને સિદકિયાએ બાબિલના રાજાની સામે બંડ કર્યું.


તે વખતે કેટલાક ખાલદીઓએ રાજાની પાસે આવીને યહૂદીઓ ઉપર તહોમત મૂક્યું,


એ માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને [ફરી] બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે. અને બાસઠ અઠવાડિયામાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે.


ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરધી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ મેં કેટલીવાર તારાં છોકરાંને એકત્ર કરવાનું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!


કેમ કે આ માણસ અમને પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં બંડ ઉઠાવનાર તથા નાઝારીઓના પંથનો આગેવાન માલૂમ પડ્યો છે.


દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.


Lean sinn:

Sanasan


Sanasan