Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 4:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને બાકીની પ્રજાઓ, જેઓને મોટા તથા ખાનદાન ઓસ્નાપ્પારે લાવીને સમરુન નગરમાં, તથા નદી પારના બાકીના [દેશમાં] વસાવ્યા હતા, તે સર્વ તે પત્ર લખવામાં સામેલ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 મહાન તથા પરાક્રમી અશૂર-બનીપાલે જેમને પોતાના વતનમાં લાવી સમરૂન નગર અને યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંતમાં વસાવ્યા એવા સર્વ લોકો તરફથી આ પત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને બાકીની બધી પ્રજાઓ, જેઓને મોટા તથા ખાનદાન ઓસ્નાપ્પારે લાવીને સમરુન નગરમાં તથા નદી પારના બાકીના દેશમાં વસાવ્યા હતા, તે સર્વ પત્ર લખવામાં સામેલ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અને બાકીની બધી પ્રજાઓ, જેઓને મહાન અને સજ્જન રાજા અશૂરબનિપાલ સમરૂનનાં ગામોમાં અને ફ્રાંત નદીની પશ્ચિમના બીજા પ્રદેશમાં લાવ્યો હતો તેમને ત્યાં વસાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 4:10
8 Iomraidhean Croise  

હવે યહૂદિયાના તથા બિન્યામીનના શત્રુઓએ સાંભળ્યું કે, બંદીવાસમાંથી છૂટેલા લોકો ઇઝરાયલના ઈશ્વર યહોવાને માટે મંદિર બાંધવા લાગ્યા છે.


તેઓએ આર્તાહશાસ્તા રાજા ઉપર જે પત્ર લખ્યો તેની નકલ નીચે પ્રમાણે છે: નદી પારના આપના સેવકો, વગેરે.


ત્યારે રાજાએ ન્યાયખાતાના વડા અમલદાર રહૂમને, ચિટનીસ શિમ્શાયને તથા તેઓના બીજા સંગાથીઓ, જેઓ સમરુનમાં તથા નદી પારના બાકીના દેશમાં રહેતા હતા, તેઓને પ્રત્યુત્તર મોકલ્યો કે, ક્ષેમકુશળ, વગેરે.


“આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રના શાસ્ત્રી એઝરા યજક જોગ, રાજાધિરાજ આર્તાહશાસ્તા. ક્ષેમકુશળ વગેરે.


પોતાના ભાઈઓની તથા સનરુનના સૈન્યની સમક્ષ તેણે કહ્યું, “આ નિર્મળ યહૂદિઓ શું કરે છે? શું તેઓ પોતાને માટે કોટ બાંધવાના? શું તેઓ યજ્ઞ કરવાના? શું તેઓ એક જ દિવસમાં પૂરું કરવાના? શું બળી ગયેલી [ઇમારતોનાં] ધૂળઢેફાંના ઢગલામાંથી તેઓ પાછા પથ્થર ઉપજાવવાના?”


હે અમારા ઈશ્વર, મહાન, પરાક્રમી તથા ભયાવહ ઈશ્વર, કરાર પાળનાર તથા દયા રાખનાર આશૂરના રાજાઓના વખતથી તે આજ દિન સુધી જે જે કષ્ટ અમારા પર, અમારા રાજાઓ પર, અમારા સરદારો પર, અમારા યાજકો પર, અમારા પ્રબોધકો પર, અમારા પિતૃઓ પર તથા અમારા સર્વ લોકો પર પડ્યાં છે, તે સર્વને તમે તમારી નજરમાં જૂજ ગણશો નહિ.


દરેકને તેના જે હક હોય તે આપો:જેને કરનો હોય તેને કર, જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.


Lean sinn:

Sanasan


Sanasan