Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 યરુશાલેમમાં ઈશ્વરના મંદિરમાં તેઓ આવ્યા તેના બીજા વર્ષમાં બીજા માસમાં, શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, બાકીના તેઓના યાજક તથા લેવી ભાઈઓ, તથા જેઓ બંદિવાસમાંથી છૂટીને યરુશાલેમ આવ્યા હતા તે સર્વએ તે કામનો આરંભ કર્યો. ને યહોવાના મંદિરના કામની દેખરેખ રાખવા માટે વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરના લેવીઓને નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 દેશનિકાલ થયેલાઓ યરુશાલેમ પાછા ફર્યા તે પછીના બીજા વર્ષના બીજા માસમાં શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, સાથી યજ્ઞકારો તથા લેવીઓ તેમજ દેશનિકાલીમાંથી યરુશાલેમ પાછા આવેલા સૌએ પ્રભુના મંદિરને ફરી બાંધવાનું કામ શરૂ કર્યું. વીસ કે તેથી વધુ ઉંમરના લેવીઓને મંદિરના બાંધકામની દેખરેખ માટેની જવાબદારી સોંપવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી તેઓ યરુશાલેમમાં, ઈશ્વરના ઘરમા આવ્યા. તેના બીજા વર્ષના બીજા માસમાં, શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ, યોસાદાકનો દીકરો યેશૂઆ, અન્ય તેઓના યાજકો, લેવી ભાઈઓ તથા જેઓ બંદીવાનમાંથી મુક્ત થઈને યરુશાલેમ પાછા આવ્યા હતા તે સર્વએ તે કામની શરૂઆત કરી. ઈશ્વરના ઘરના બાંધકામની દેખરેખ રાખવા માટે વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરનાં લેવીઓને નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 બીજા વર્ષના બીજા મહિનામાં યરૂશાલેમમાં દેવના મંદિરમાં પહોચ્યા પછી, શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલે અને યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેમના બીજા જાતભાઇઓની મદદ વડે, યાજકો લેવીઓ અને દેશવટેથી યરૂશાલેમ પાછા ફરેલા બાકીના બધા લોકોની મદદથી મંદિરનું ખરેખરું બાંધકામ શરૂ કર્યુ. તેમણે વીસ વર્ષના અને તેથી મોટા લેવીઓને યહોવાના મંદિરનાં બાંધકામની દેખરેખ રાખવા નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 3:8
14 Iomraidhean Croise  

તેઓમાંના ચોવીસ હજારને યહોવાના મંદિરના કામ પર દેખરેખ રાખવાને નીમ્યા. છ હજાર અમલદારો તથા ન્યાયાધીશો હતા.


બંદીવાન, યખોન્યાના પુત્રો:તેનો પુત્ર શાલ્તીએલ,


યાજકોના પુત્રોમાંથી પરદેશી સ્ત્રીઓ પરણેલા મળી આવ્યા, તેઓ આ છે: યેશૂઆના પુત્રોમાંના, યોશાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, અલીએઝેર, યારીબ તથા ગદાલ્યા.


તેઓ ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બુલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ તથા બાનાની સાથે આવ્યા. ઇઝરાયલી લોકની સંખ્યા :


તે સમયે યોસાદાકનો પુત્ર યેશૂઆ, તેના યાજક ભાઈઓ, શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓએ ઊઠીને ઇઝરાયલના ઈશ્વરની વેદી બાંધી, જેથી ઈશ્વરભક્ત મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તે પર તેઓ દહનીયાર્પણ ચઢાવે.


યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરનું કામ અટક્યું, અને ઇરાનના રાજા દર્યાવેશના રાજ્યના બીજા વર્ષ સુધી તે બંધ રહ્યું.


પણ ઝરુબ્બાબેલે, યેશૂઆએ તથા ઇઝરાયલના પિતૃઓનાં કુટુંબોનાં વડીલોમાંના બાકીનાઓએ તેઓને કહ્યું, “અમારા ઈશ્વરને માટે મંદિર બાંધવામાં અમારી સાથે તમારે કંઈ લાગતુંવળગતું નથી; પણ ઇરાનના રાજા કોરેશે અમને આજ્ઞા આપી છે તેમ, અમે પોતે જ એકત્ર થઈને ઇઝરાયલના ઈશ્વર યહવાને માટે એ બાંધકામ કરીશું.”


તે જ શેશ્બાસારે યરુશાલેમ આવીને ઈશ્વરના એ મંદિરનો પાયો નાખ્યો. અને ત્યારથી તેનું બાંધકામ ચાલું છે, તે હજી પૂરું થયું નથી.’


ત્યારે શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ તથા યોસાદાકનો પુત્ર યેશૂઆ યરુશાલેમમાં ઈશ્વરનું જે મંદિર છે તે બાંધવા લાગ્યા. તેઓની સાથે ઈશ્વરના પ્રબોધકો તેમની સહાયમાં હતા.


દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસની પહેલી તારીખે યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા, ઝરુબ્બાબેલની પાસે, તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆની પાસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાનું વચન આવ્યું કે,


ઝરુબ્બાબેલના હાથથી આ મંદિરનો પાયો નંખાયો છે; અને તેના હાથથી તે પૂરું પણ થશે. ત્યારે તું જાણશે કે, ‘મેં સૈન્યોના [ઇશ્વર] યહોવાએ તને તેમની પાસે મોકલ્યો છે.


અને તેને કહે કે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, ‘જો, અંકુર નામનો પુરુષ! તે પોતાના સ્થાનમાંથી ઊગી નીકળશે, ને તે યહોવાનું મંદિર બાંધશે;


એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉમરના જે સર્વ મુલાકાતમંડપનું કામ કરવાને સેવકપદમાં દાખલ થાય છે તે બધાની [ગણતરી કરો].


Lean sinn:

Sanasan


Sanasan