Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 3:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 માટે લોકનો પોકાર હર્ષનો છે કે વિલાપનો છે તે કળી શકાતું નહોતું. લોકે ખુબ બુમરાણ મચાવ્યું હતું, તેનો ઘોંઘાટ ઘણે દૂર સુધી સંભળાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 લોકોએ એવું બૂમરાણ મચાવ્યું હતું કે તેનો ઘોંઘાટ ઘણે દૂર સુધી સંભળાતો હતો, તેથી લોકોનો અવાજ રુદનનો છે કે આનંદનો એ કળવું મુશ્કેલ હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના, તે સમજી શકાતું નહોતું, કારણ કે લોકો હર્ષનાદ સાથે રડતા હતા અને તેઓનો અવાજ ઘણે દૂર સુધી સંભળાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેથી લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના છે તે પારખી શકાતા નહોતા, કારણકે લોકો દૂર સુધી સંભળાય એટલે મોટે અવાજે પોકારો કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 3:13
14 Iomraidhean Croise  

અને સર્વ લોક તેની પાછળ‍ચાલતા હતા, ને લોકો વાંસળીઓ વગાડતા હતા. ને તેઓએ ઉમંગથી એવો હર્ષનાદ કર્યો કે તેઓના પોકારથી ધરતી ફાટી.


અને સાદોક યાજકે તથા નાથાન પ્રબોધકે તેને ગિહોનમાં રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. તેઓ ત્યાંથી એવી રીતે ઉત્સવ કરતા પાછા આવ્યા છે કે નગર ગાજી રહ્યું છે. તમે જે શોરબકોર સાંભળ્યો છે તે એ જ છે.


પણ યાજકો તથા લેવીઓ તથા પિતૃઓના [કુટુંબોના] વડીલોમાંના ઘણા વૃદ્ધો કે જેમણે પ્રથમનું મંદિર જોયું હતું તેઓની નજર આગળ જ્યારે આ મંદિરનો પાયો નંખાયો, ત્યારે તેઓ મોટી પોક મૂકીને રડ્યા. વળી ઘણાએ હર્ષના આવેશમાં ઊંચે સ્વરે જયજયકાર કર્યો;


હવે યહૂદિયાના તથા બિન્યામીનના શત્રુઓએ સાંભળ્યું કે, બંદીવાસમાંથી છૂટેલા લોકો ઇઝરાયલના ઈશ્વર યહોવાને માટે મંદિર બાંધવા લાગ્યા છે.


તે દિવસે તેઓએ પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કારણ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરુશાલેમથી દૂર સુધી સંભળાતો હતો.


પણ તમારા પર ભરોસો રાખનારા બધા આનંદ કરશે; તમે તેમનું રક્ષણ કરો છો માટે તેઓ સદા હર્ષનાદ કરશે. વળી તમારા નામ પર પ્રેમ કરનારા તમારામાં હર્ષ પામશે.


હર્ષ તથા આનંદનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર; અને ‘સૈન્યોના [ઈશ્વર] યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા સારા છે, ને તેમની કૃપા સદાકાળ [ટકે] છે, ’ એવું કહેનારાઓનાઓ સ્વર, અને યહોવાના મંદિરમાં આભારાર્થાર્પણો લાવનારાઓનો સ્વર હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે.


યહોવા કહે છે, તે દિવસોમાં તથા તે સમયમાં ઇઝરાયલના તથા યહૂદિયાના લોકો ભેગા થઈને આવશે. તેઓ રસ્તે રડતા રડતા ચાલ્યા જશે, ને પોતાના ઈશ્વર યહોવાને શોધશે.


હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.


તેથી તેઓએ તે સ્થળનું નામ બોખીમ પાડયું. અને ત્યાં યહોવાને માટે તેઓએ યજ્ઞ કર્યો.


જ્યારે યહોવાના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ એવો મોટો હોકારો કર્યો કે પૃથ્વીમાંથી પડઘા પડ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan