Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 3:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જ્યારે બાધનારાઓએ યહોવાના મંદિરનો પાયો નાખ્યો, ત્યારે, યહોવાની સ્તુતિ કરવાને તેઓએ ઇઝરાયલના રાજા દાઉદે ઠરાવ્યા પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને તથા રણશિંગડા આપીને, તથા આસાફના લેવીપુત્રોને ઝાંઝો આપીને ઊભા રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તેમણે મંદિરનો પાયો નાખ્યો તે વખતે યજ્ઞકારો પોતાના ઝભ્ભા પહેરીને અને હાથમાં રણશિંગડાં લઈને પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા. આસાફના ગોત્રના લેવીપુત્રો ઝાંઝ લઈને ઊભા હતા. દાવિદ રાજાએ આપેલી સૂચના પ્રમાણે તેમણે પ્રભુની સ્તુતિ કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 બાંધનારાઓએ યહોવાહના સભાસ્થાનનો પાયો નાખ્યો ત્યારે ઇઝરાયલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યહોવાહની સ્તુતિ કરવા માટે યાજકો રણશિંગડાં સાથે ગણવેશમાં, લેવી આસાફના દીકરાઓ ઝાંઝ સાથે, ઊભા રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જ્યારે યહોવાના મંદિરનો પાયો નાખવાનું કામ પૂરું થયું ત્યારે, યહોવાની સ્તુતિ કરવા માટે તેઓએ ઇસ્રાએલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને રણશિંગડા સાથે તથા લેવીઓને તેમના હાથમાં ઝાંઝની જોડી આપીને ઊભા રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 3:10
26 Iomraidhean Croise  

શબાન્યા, યોશાફાટ, નથાનિયેલ, અમાસાઈ, ઝખાર્યા, બનાયા તથા એલીએઃઝેર યાજકો ઈશ્વરના કોશની આગળ રણશિંગડા વગાડનારા હતા. અને ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.


દાઉદ, કોશ ઊંચકનારા સર્વ લેવીઓ,.ગવૈયાઓ તથા ગવૈયાઓનો ઉસ્તાદ કનાન્યા પોતાના પૂરા બળથી નાચતા હતા, દાઉદે શણનો એફોદ પહેરેલો હતો.


ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાના કરારકોશની આગળ આસાફને તથા તેના ભાઈઓને, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા કરવા માટે રહેવા દીધા.


તેઓને મોટેથી વગાડવા માટે રણશીંગડા, ઝાંઝ તથા ઈશ્વરનાં ગીતોને માટે વાજિંત્રો આપવામાં આવ્યાં; અને યદૂથૂનના પુત્રોને દ્વારપાળો [નીમ્યા].


ચાર હજાર દ્વારપાળો હતા.ચાર હજાર દાઉદે બનાવેલાં વાજિંત્રો વડે યહોવાની સ્તુતિ કરતા હતા.


અઢારમી હનાનીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.


ત્યાર પછી તેઓએ પોતાને માટે તેમ જ યાજકોને માટે તૈયાર કર્યું. હારુનના જે પુત્રો યાજકો હતા તેઓ રાત સુધી દહનીયાર્પણો તથા મેંદાર્પણ કરવામાં ગૂંથાયેલા હતા; માટે લેવીઓએ પોતાને માટે તથા હારુનના પુત્રો યાજકોને માટે, તૈયાર કર્યું.


દાઉદ આસાફ તથા હેમાન તથા રાજાના દષ્ટા યદૂથૂનની આજ્ઞા પ્રમાણે આસાફના પુત્રો, એટલે ગવૈયાઓ, પોતપોતાની જગાએ ઊભા હતા. દ્વારપાળો પ્રત્યેક દરવાજે ઊભા હતા; તેઓને પોતાના સેવાસ્થાનથી ખસવાની જરૂર નહોતી, કેમ કે તેઓના ભાઈ લેવીઓ તેઓને માટે તૈયાર કરતા હતા.


વળી સર્વ ગાનારા લેવીઓ, એટલે આસાફ, હેમાન, યદૂથૂન, તથા તેઓના પુત્રો અને તેઓના ભાઈઓ બારીક શણનાં વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વે ઊભા હતા, તથા તેઓની સાથે એકસો વીસ યાજકો પણ રણશિંગડાં વગાડતા હતા.)


ગવૈયાઓ:આસાફના પુત્રો, એકસો અઠ્ઠાવીસ.


તે જ શેશ્બાસારે યરુશાલેમ આવીને ઈશ્વરના એ મંદિરનો પાયો નાખ્યો. અને ત્યારથી તેનું બાંધકામ ચાલું છે, તે હજી પૂરું થયું નથી.’


તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; ઝાંઝોના હર્ષનાદથી તેમની સ્તુતિ કરો.


[પ્રભૂ કહે છે,] “હવે, કૃપા કરીને આજથી માંડીને પાછળના વખતનો, એટલે યહોવાના મંદિરના પથ્થર પર પથ્થર મૂકવામાં આવ્યો તે પહેલાંના વખતનો, વિચાર કરો.


કેમ કે [આરંભમાં] નાનાં [દેખાતાં] કામોના દિવસને કોણે તુચ્છકાર્યો છે?’” કેમ કે તેઓ, એટલે યહોવાની આ સાત આંખો, ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને હરખાશે. તેઓ તો આખી પૃથ્વી પર આમતેમ દોડતી ફરે છે.


ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે, ‘પરાક્રમથી નહિ, તેમ બળથી પણ નહિ, પણ મારા આત્માથી, ’ એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.


અને તેને કહે કે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, ‘જો, અંકુર નામનો પુરુષ! તે પોતાના સ્થાનમાંથી ઊગી નીકળશે, ને તે યહોવાનું મંદિર બાંધશે;


તથા સૈન્યોના [ઇશ્વર] યહોવાના મંદિરના યાજકોને તથા પ્રબોધકોને પૂછવા માટે મોકલ્યા હતા કે, જેમ હું આટલાં બધા વર્ષથી કરતો આવ્યો છું તેમ એકાંતમાં બેસીને મારે પાંચમા માસમાં વિલાપ કરવો જોઈએ?


ત્યારે રાજાએ દોએગને કહ્યું, “તું પાછો ફરીને યાજકો પર તૂટી પડ.” ત્યારે દોએગ અદોમી ફર્યો, ને યાજકો પર તૂટી પડીને તે દિવસે તેણે શણનો એફોદ પહેરેલો પંચાશી પુરુષોને મારી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan