Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 2:68 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

68 યરુશાલેમમાંના યહોવાના મંદિરમાં જ્યારે પિતૃઓનાં કુટુંબોમાંથી કેટલાક વડીલો આવ્યા, ત્યારે ઈશ્વરના મંદિરને તેની જગા ઉપર ઊભું કરવાને તેઓએ રાજીખુશીથી અર્પણ આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

68 તેઓ યરુશાલેમમાં પ્રભુના મંદિરમાં આવ્યા ત્યારે ગોત્રોના આગેવાનોએ મંદિરને તેના મૂળ સ્થાને ફરીથી બાંધવા માટે સ્વૈચ્છિક અર્પણો આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

68 જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

68 દેશવટેથી પાછા ફરેલા ટોળાઓ યરૂશાલેમમાં યહોવાના મંદિરે પહોંચ્યા ત્યારે કેટલાંક કુટુંબના વડીલોએ જુના સ્થાને મંદિર ફરી બાંધવા માટે સ્વેચ્છાએ દાન આપ્યાં,

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 2:68
20 Iomraidhean Croise  

ત્યારે યહોવાના દૂતે ગાદને આજ્ઞા કરી, “દાઉદને કહે કે, તે જઈને યબૂસી ઓર્નાનની ખળીમાં યહોવાને માટે વેદી બાંધે.”


પછી દાઉદે કહ્યું, “આ યહોવા ઈશ્વરનું મંદિર છે, ને આ ઇઝરાયલને માટે દહનીયાર્પણની વેદી છે.


ત્યાર પછી સુલેમાન યરુશાલેમમાં મોરિયા પર્વત કે, જ્યાં [યહોવાએ] તેના પિતા દાઉદને દર્શન આપ્યું હતું તેના ઉપર જે જગા દાઉદે યબૂસી ઓર્નાનની ખળીમાં તૈયાર કરી હતી, ત્યાં યહોવાનું મંદિર બાંધવા લાગ્યો.


ઊંટ ચારસો પાત્રીસ; અને ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.


તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ રૂપું, તથા યાજકના સો પોશાક આપ્યા.


તેઓને દેશોના લોકોનો ભય હતો તેથી તેઓએ તે વેદી પ્રથમ હતી તે જ જગાએ બાંધી. દરરોજ સવારે તથા સાંજે તેઓએ યહોવાને દહનીયાર્પણો ચઢાવ્યાં.


અમે ગુલામો છીએ. તોપણ અમારા ઈશ્વરે અમને અમારી ગુલામીમાં તજી દીધા નથી. તેમણે ઇરાનના રાજાઓની મારફત અમારા પર કૃપાર્દષ્ટિ કરી છે કે, જેથી અમે નવજીવન પામીને અમારા ઈશ્વરનું મંદિર ઊભું કરીએ, તેનાં ખંડિયેરો સમારીએ, ને પોતાને માટે યહૂદિયામાં અને યરુશાલેમમાં [ઈશ્વર પાસેથી] સંરક્ષણ સંપાદન કરીએ.


તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્‍ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી [નીકળીને તમે આવો છો] , તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.


“ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારે માટે દાન ઉઘરાવે. જેના મનમાં આપવાની હોંસ હોય તે પ્રત્યેક માણસની પાસેથી મારું દાન ઉઘરાવો.


અને જેઓને હોંસ હતી, અને જેઓના અંત:કરણમાં આપવાની ઇચ્છા હતી તે સર્વ આવ્યા ને મુલાકાતમંડપના કાર્યને માટે તથા તેની સર્વ સેવાને માટે તથા પવિત્ર વસ્‍ત્રોને માટે યહોવાને માટે અર્પણ લાવ્યા.


ઇઝરાયલી લોકો પોતાની રાજીખુશીથી યહોવાને માટે અર્પણ લાવ્યા; એટલે જે સર્વ કામ મૂસાની હસ્તક કરવાની આજ્ઞા યહોવાએ કરી હતી તેને માટે લાવવાની ઇચ્છા જે પ્રત્યેક પુરુષ તથા સ્‍ત્રીના મનમાં હતી તેણે એ પ્રમાણે કર્યું.


અને જે બધું અર્પણ ઇઝરાયલી લોકો પવિત્રસ્થાનની સેવાના કામને માટે તેના સાધન તરીકે લાવ્યા હતા તે મૂસાએ તેમને સ્વાધીન કર્યું. અને હજી પણ લોકો દર સવારે રાજીખુશીથી અર્પણ લાવતા હતા.


કેમ કે જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.


કેમ કે હું સાક્ષી પૂરું છું કે, યથાશક્તિ, બલકે શક્તિ ઉપરાંત પણ, તેઓએ પોતાની ખુશીથી [આપ્યું].


જેમ દરેકે પોતાના હ્રદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું. ખેદથી નહિ કે, ફરજિયાત નહિ. કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.


Lean sinn:

Sanasan


Sanasan