Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 10:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તે પછી એઝરા ઈશ્વરના મંદિર આગળથી ઊઠીને એલ્યાશિબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં ગયો. ત્યાં તેણે કંઈ રોટલી ખાધી નહિ, અને પાણી પણ પીધું નહિ; કેમ કે બંદિવાસમાંથી આવેલા લોકોને ઉલ્લંઘનને લીધે તે શોકમાં હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ત્યાર પછી તે ઈશ્વરના મંદિર આગળથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનના નિવાસખંડમાં ગયો. ત્યાં તેણે દેશ- નિકાલમાંથી આવેલા ઇઝરાયલીઓના પાપને લીધે શોક કર્યો. તેણે કંઈ ખાધુંપીધું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યાર બાદ એઝરા ઈશ્વરના ભક્તિસ્થાન સામેથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. તેણે કંઈ પણ ખાધું નહિ અને પાણી પણ પીધું નહિ. બંદીવાસમાંથી પાછા આવેલા લોકોના અપરાધોને લીધે તે શોકમાં હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ત્યારબાદ એઝરાએ મંદિર સામેની તેની જગ્યા છોડી અને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. અને દેશવટેથી પાછા ફરેલા ઇસ્રાએલીઓએ દીધેલા છેહથી શોકમાંને શોકમાં અન્નજળ લીધા વગર તેણે ત્યાં જ રાત ગાળી.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 10:6
16 Iomraidhean Croise  

એઝરા ઈશ્વરના મંદિર આગળ રડીને તથા ઊંધો પડીને પ્રાર્થના કરતો હતો તથા પસ્તાવો કરતો હતો, ત્યારે તેની પાસે ઇઝરાયલીઓમાંથી પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોની એક મોટી સંખ્યા એકત્ર થઈ; લોકો બહુ મોટો વિલાપ કરતા હતા.


તેઓએ જાહેરાત કરીને આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં બંદિવાસવાળા સર્વ લોકોને જાહેર કર્યું, “તમારે યરુશાલેમમાં એકત્ર થવું.


આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇઝરાયલના ઈશ્વરનાં વચનોથી જેઓ ધ્રૂજતા હતા, તે સર્વ મારી પાસે એકત્ર થયા. સાંજના અર્પણ સુધી હું સ્તબ્ધ થઈને બેસી રહ્યો.


યેશૂઆથી યોયાકિમ થયો, યોઆકિમથી એલ્યાશીબ થયો, એલ્યાશીબથી યોયાદા થયો,


એલ્યાશીબ, યોયાદ, યોહાનાન તથા યાદુઆના સમયમાં એ લેવીઓ તેઓનાં પિતૃઓનાં કુટુંબોના વડીલો તરીકે નોંધાયા હતા; અને દાર્યાવેશ ઇરાનની કારકિર્દીમાં યાજકો પણ નોંધાયા હતા.


મુખ્ય યાજક એલ્યાશીબના પુત્ર યોયાદાના પુત્રોમાંનો એક હોરોની સાન્બાલ્લાટનો જમાઈ હતો. તેને પણ મેં મારી પાસેથી હાંકી કાઢ્યો.


તે ટોબિયાનો સગો હતો માટે તેણે ટોબિયાને માટે એક મોટી ઓરડી બનાવી હતી. જેમ અગાઉ ખાદ્યાર્પણો, લોબાન તથા પાત્રો અને, અને લેવીઓને, ગવૈયાઓને તથા દ્વારપાળોને આજ્ઞા પ્રમાણે આપેલા અન્નના, દ્રાક્ષારસના તથા તેલના દશાંશો, તથા યાજકોનાં ઉચ્છાલીયાર્પણો ભરી રાખવામાં આવતાં હતાં.


એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને મેંઢાભાગળ બાંધી, અને તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેના કમાડો ચઢાવ્યાં. તેઓએ હામ્મેઆ બુરજ સુધી અને છેક હનાનેલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી.


તેના પછી ઝાક્કાયનો પુત્ર બારુખ [કોટના] ખાંચાથી તે એલ્યાશીબ મુખ્ય યાજકના ઘરના દરવાજા સુધી બીજા એક ભાગની મરામત ખંતથી કરતો હતો.


તેમના હોઠોની આજ્ઞાથી હું પાછો હઠયો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં વિશેષ આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.


મારું હ્રદય તો ઘાસના જેવું કપાએલું તથા ચીમળાયેલું છે, એટલે સુધી કે હું રોટલી ખાવાનું ભૂલી જાઉં છું.


અને તે ત્યાં યહોવાની સાથે ચાળીસ દિવસ તથા ચાળીસ રાત હતો. તેણે રોટલી ખાધી ન હતી, તેમ જ પાણી પણ પીધું ન હતું. અને તેણે પાટીઓ ઉપર કરારના શબ્દો, એટલે દશ આજ્ઞાઓ, લખી.


વળી તે દિવસે સૈન્યોના પ્રભુ યહોવાએ રડવાને, વિલાપ કરવાને, મુંડાવાને તથા ટાટ પહેરવાને બોલાવ્યા;


હું ઉપવાસ કરીને, ટાટ ઓઢીને તથા રાખ ચોળીને પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ રાખી રહ્યો.


અને યહોવાની નજરમાં ભૂંડું કરવાથી જે પાપો કરીને તમે તેમને કોપાયમાન કર્યા હતા તે સર્વને લીધે હું યહોવાની સમક્ષ આગળની જેમ ચાળીસ રાત દિવસ [ઊંધો] પડી રહ્યો, અને મેં અન્‍ન ન ખાધું તેમજ પાણી પણ ન પીધું


Lean sinn:

Sanasan


Sanasan