એઝરા 10:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 મારા મુરબ્બીની, તથા જેઓ આપણા ઈશ્વરની આજ્ઞાથી કંપે છે તેઓની સલાહ પ્રમાણે એ સર્વ સ્ત્રીઓને તથા તેમનાંથી જન્મેલાં બાળકોને છોડી દેવાને આપણે આપણા ઈશ્વરની સાથે કોલકરાર કરીએ. નિયમશાસ્ત્ર પ્રમાણે એમ જ થવું જોઈએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 આપણે આપણા ઈશ્વર સમક્ષ પ્રતિજ્ઞા કરીએ કે આપણે આ સ્ત્રીઓ તથા તેમનાં બાળકોને તજી દઈશું. એટલે, તમે તથા ઈશ્વરથી ડરીને તેમની આજ્ઞાનું પાલન કરનાર અન્ય આગેવાનો જે સલાહ આપે તે પ્રમાણે કરીએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હવે આપણે આપણા ઈશ્વર સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેઓથી જન્મેલા સંતાનો સાથે મૂકી દઈશું. અને અમે આ પ્રમાણે પ્રભુથી ડરીને તેમની સલાહ પ્રમાણે ચાલીશું. ઈશ્વરના નિયમનું પાલન થવું જ જોઈએ. Faic an caibideilપવિત્ર બાઈબલ3 હવે આપણે આપણા દેવ સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેમના પુત્રો સાથે હાંકી કાઢીશું. અમે આ પ્રમાણે તમારી અને દેવથી ડરીને ચાલનારા બીજાઓની સલાહ પ્રમાણે કરીશું. દેવના નિયમનું પાલન થવું જ જોઇએ. Faic an caibideil |