તે ત્યાંથી વિદાય થયો. પછી રેખાબનો દીકરો યહોનાદાબ તેની સામો આવતો અચાનક તેને મળ્યો. યેહુએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હ્રદય તારા હ્રદય પ્રત્યે શુદ્ધ છે, તેમ શું તારું હ્રદય છે?” યહોનાદાબે ઉત્તર અપ્યો કે, છે. [યેહૂએ કહ્યું,] “જો એમ હોય તો મને તારો હાથ આપ.” તેણે પોતાનો હાથ તેને આપ્યો; એટલે તેણે તેને પોતાની પાસે રથમાં ઊંચકી લીધો.