Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 10:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 યાજકોના પુત્રોમાંથી પરદેશી સ્ત્રીઓ પરણેલા મળી આવ્યા, તેઓ આ છે: યેશૂઆના પુત્રોમાંના, યોશાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, અલીએઝેર, યારીબ તથા ગદાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 યજ્ઞકારોના પુત્રોમાંથી પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરનારાઓનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના ગોત્રમાંના યોસાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, એલિએઝેર, યારીબ અને ગદાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યાજકોના કુટુંબોમાં અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા જે પુરુષો માલૂમ પડ્યા, તેઓનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના વંશજોમાંના, યોસાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, એલિએઝેર, યારીબ તથા ગદાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યાજકોના કુટુંબોમાં નીચેના માણસો વિધર્મી સ્ત્રીઓને પરણેલા માલૂમ પડ્યા હતા, તેઓ આ મુજબ છે: યેશુઆના વંશજોમાંના, યોશાદાકનો પુત્ર તથા તેના ભાઇઓ માઅસેયા, અલીએઝેર, યારીબ તથા ગદાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 10:18
27 Iomraidhean Croise  

પહેલા માસના પહેલા દિવસ સુધીમાં તેઓએ પરદેશી સ્ત્રીઓ પરણનાર સર્વ માણસોને લગતું કામ સમાપ્‍ત કર્યું.


તેઓ ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બુલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ તથા બાનાની સાથે આવ્યા. ઇઝરાયલી લોકની સંખ્યા :


યાજકો:યદાયાના પુત્રો, યોશુઆના કુટુંબના, નવસો તોંતેર.


તે સમયે યોસાદાકનો પુત્ર યેશૂઆ, તેના યાજક ભાઈઓ, શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓએ ઊઠીને ઇઝરાયલના ઈશ્વરની વેદી બાંધી, જેથી ઈશ્વરભક્ત મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તે પર તેઓ દહનીયાર્પણ ચઢાવે.


યરુશાલેમમાં ઈશ્વરના મંદિરમાં તેઓ આવ્યા તેના બીજા વર્ષમાં બીજા માસમાં, શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, બાકીના તેઓના યાજક તથા લેવી ભાઈઓ, તથા જેઓ બંદિવાસમાંથી છૂટીને યરુશાલેમ આવ્યા હતા તે સર્વએ તે કામનો આરંભ કર્યો. ને યહોવાના મંદિરના કામની દેખરેખ રાખવા માટે વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરના લેવીઓને નીમ્યા.


ત્યારે શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ તથા યોસાદાકનો પુત્ર યેશૂઆ યરુશાલેમમાં ઈશ્વરનું જે મંદિર છે તે બાંધવા લાગ્યા. તેઓની સાથે ઈશ્વરના પ્રબોધકો તેમની સહાયમાં હતા.


ત્યાર પછી સરદારોએ મારી પાસે આવીને કહ્યું, “ઇઝરાયલી લોકો તેમ જ યાજકો તથા લેવીઓ દેશોના લોકોથી જુદા રહેતા નથી. કનાનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરીઓ ને અમોરીઓનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે તેઓ [વર્તે છે].


કારણ કે તેઓ પોતે તથા તેઓના પુત્રો આ લોકોની દીકરીઓ સાથે પરણ્યા છે. તેથી પવિત્ર વંશ દેશના લોકોની સાથે મિશ્ર થઈ ગયો છે: હા, એ ઉલ્લંઘનમાં મુખ્યત્વે સરદારોના તથ સત્તાવાળાઓના હાથ એ.”


યેશૂઆથી યોયાકિમ થયો, યોઆકિમથી એલ્યાશીબ થયો, એલ્યાશીબથી યોયાદા થયો,


મુખ્ય યાજક એલ્યાશીબના પુત્ર યોયાદાના પુત્રોમાંનો એક હોરોની સાન્બાલ્લાટનો જમાઈ હતો. તેને પણ મેં મારી પાસેથી હાંકી કાઢ્યો.


એ કાર્યને માટે લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર એઝરા શાસ્ત્રી ઊભો રહ્યો. તેને જમણે હાથે માત્તિથ્યા, શેમા, અનાયા, ઊરિયા, હિલ્કિયા તથા માસેયા; અને તેને ડાબે હાથે પદાયા, મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા [તથા] મશુલ્લામ ઊભા રહ્યા.


વળી યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કૂબ, શાબ્બાથાય, હોદિયા, માસેયા, કલીટા, અઝાર્યા, યોઝાબાદ, હાનાન, પલાયા તથા લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજાવતા હતા. લોકો પોતાની જગાએ [ઊભા] રહ્યા હતા.


કેમ કે દેશ વ્યભિચારીઓથી ભરેલો છે. શાપને લીધે દેશ રડે છે; વગડામાંનાં બીડો સુકાઈ ગયાં છે; તેઓની વર્તણૂક દુષ્ટ છે, ને તેઓનું બળ નીતિમય નથી.


યહોવા કહે ચે, “કેમ કે પ્રબોધક તથા યાજક બન્ને અધર્મી થયા છે; હા, મારા મંદિરમાં મને તેઓની દુષ્ટતા માલૂમ પડી ચે,


વળી યરુશાલેમમાંના પ્રબોધકોમાં મેં અઘોર કામ જોયું છે; તેઓ વ્યભિચાર કરે છે, તથા અસત્ય માર્ગે ચાલે છે, ને દુષ્ટોના હાથને મજબૂત કરે છે, તેથી કોઈ પોતાની દુષ્ટતાથી પાછો ફરતો નથી. તેઓ સર્વ મારી નજરમાં સદોમના જેવા, અને તેના રહેવાસીઓ ગમોરાના સરખા, થઈ ગયા છે.


તેઓ વિધવાઓને કે કાઢી મુકાયેલી સ્ત્રીઓને ને પરણે; પણ તેઓ ઇઝરાયલ લોકોના સંતાનની કુમારિકાઓ સાથે અથવા યાજકોની વિધવાઓમાંની વિધવા સાથે લગ્ન કરે.


તેઓ વેશ્યાને કે ભ્રષ્ટ સ્‍ત્રીને રાખે નહિ; પતિએ કાઢી મૂકેલી સ્‍ત્રીને તેઓ પરણે નહિ, કેમ કે તે પોતાના ઈશ્વરને માટે શુદ્ધ છે.


દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસની પહેલી તારીખે યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા, ઝરુબ્બાબેલની પાસે, તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆની પાસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાનું વચન આવ્યું કે,


ત્યારે શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલે, તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆએ, તથા બાકી રહેલા સર્વ લોકોએ પોતાના ઈશ્વર યહોવાની વાણી, તથા ઈશ્વર યહોવાએ મોકલેલા હાગ્ગાય પ્રબોધકનાં વચનો માન્ય કર્યાં. અને લોકો યહોવાનો ડર રાખવા લાગ્યા.


તો પણ હવે, યહોવા કહે છે, “હે ઝરુબ્બાબેલ, બળવાન થા. હે યહોસાદાકના દીકરા યહોશુઆ, પ્રમુખ યાજક, બળવાન થા. યહોવા કહે છે, ‘હે દેશના સર્વ લોકો, તમે બળવાન થઈને કામે લાગો’:કેમકે સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે,


પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દૂત આગળ ઊભો રહેલો, અને તેને જમણે હાથે તેના વૈરી તરીકે શેતાનને ઊભો રહેલો તેણે મને દેખાડયો.


હા, [તેમની પાસેથી] રૂપું તથા સોનું લઈને અને તેનો મુગટ બનાવીને પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆને માથે મૂક.


એ પ્રમાણે સેવિકાઓ ગંભીર, નિંદાખોર નહિ, પરહેજગાર અને સર્વ વાતે વિશ્વાસુ હોવી જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan