Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 10:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તો હવે તમે તમારા પિતૃઓના ઈશ્વર યહોવાની આગળ પસ્તાવો કરીને તેમની ઇચ્છા પ્રમાણે કરો; દેશના લોકથી તથા પરદેશી સ્ત્રીઓથી અલગ થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 હવે તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ સમક્ષ તમારું પાપ કબૂલ કરો અને તેમની ઇચ્છા પ્રમાણે કરો. દેશના લોકોથી અને પરપ્રજાની સ્ત્રીઓથી અલગ થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 માટે હવે તમારા પિતૃઓના ઈશ્વર, યહોવાહ સમક્ષ સ્તુતિ કરો અને તેમની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસેલા સ્થાનિક અન્ય લોકોથી અને તમારી અન્યધર્મી પત્નીઓથી અલગ થઈ જાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 માટે હવે તમારા પિતૃઓના દેવ યહોવા આગળ પાપોની કબૂલાત કરો અને તેની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસતા અન્ય દેશોના લોકોથી અને તમારી વિધર્મી પત્નીઓથી અલગ થઇ જાઓ.”

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 10:11
24 Iomraidhean Croise  

વળી જે લેવીઓ યહોવાની [સેવામાં] વિશેષ પ્રવીણ હતા તેઓને હિઝકિયાએ ઉત્તેજન આપ્યું. માટે તેઓએ શાંત્યાર્પણોનાં બલિદાન આપીને તથા પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની આભારસ્તુતિ કરીને પર્વ પૂરું થતા સુધી, એટલે સાતે દિવસ સુધી, મિજબાની કરી.


એઝરા યાજકે ઊભા થઈને તેઓને કહ્યું, “તમે ઉલ્લંઘન કર્યું છે, પરદેશી સ્ત્રીઓ પરણીને ઇઝરાયલનો અપરાધ વધાર્યો છે.


ત્યારે સર્વ લોકોએ મોટે સાદે ઉત્તર આપ્યો, “જેમ તેમે અમારા વિષે કહ્યું છે, તેમ જ અમારે કરવું જોઈએ.


મારા મુરબ્બીની, તથા જેઓ આપણા ઈશ્વરની આજ્ઞાથી કંપે છે તેઓની સલાહ પ્રમાણે એ સર્વ સ્ત્રીઓને તથા તેમનાંથી જન્મેલાં બાળકોને છોડી દેવાને આપણે આપણા ઈશ્વરની સાથે કોલકરાર કરીએ. નિયમશાસ્ત્ર પ્રમાણે એમ જ થવું જોઈએ.


ત્યાર પછી સરદારોએ મારી પાસે આવીને કહ્યું, “ઇઝરાયલી લોકો તેમ જ યાજકો તથા લેવીઓ દેશોના લોકોથી જુદા રહેતા નથી. કનાનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરીઓ ને અમોરીઓનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે તેઓ [વર્તે છે].


તેઓ નિયમશાસ્ત્ર સાંભળી રહ્યા ત્યારે તેઓએ સર્વ મિશ્રિત લોકને ઇઝરાયલમાંથી જુદા કર્યા.


ઇઝરાયલના સંતાન સર્વ પરદેશીઓથી જુંદા થયાં. તેઓએ ઊભા રહીને પોતાનાં પાપ તથા પોતાના પિતૃઓના અન્યાયો કબૂલ કર્યાં.


મેં મારાં પાપ તમારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડયો નથી. મેં કહ્યું, “યહોવાની આગળ હું મારાં ઉલ્લંઘન કબૂલ કરીશ;” અને તમે મારાં પાપ માફ કર્યાં. (સેલાહ)


જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.


કેમ કે જે ખોજાઓ મારા સાબ્બાથો પાળે છે, ને જે બાબતો મને ગમે છે તે પસંદ કરે છે, ને મારા કરારને વળગી રહે છે, તેઓ વિષે યહોવા કહે છે કે,


યહોવા કહે છે કે, તું માત્ર તારો અપરાધ કબૂલ કર, [ને કહે] કે, મેં મારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તથા દરેક લીલા ઝાડ નીચે હું પારકાઓની પાસે ગઈ છું, ને મારા [ઈશ્વરનું] કહ્યું માન્યું નથી.”


સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલનો ઈશ્વર, કહે છે કે, તમારા માર્ગોમાં તથા તમારી કરણીઓમાં સુધારો કરો, તો હું આ સ્થળે તમને વસાવીશ.


એ માટે, હે ઇઝરાયલ લોકો, પ્રભુ યહોવા કહે છે કે, હું તમારા દરેકનો ન્યાય તમારા આચરણ પ્રમાણે કરીશ. તમે પાછા આવો, ને તમારા સર્વ અપરાધોથી ફરી જાઓ; એમ દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે નહિ.


તેથી જે આંધળો હતો, તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, “ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.”


આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.


માટે “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ.” એમ પ્રભુ કહે છે, “મલિન વસ્તુને અડકો નહિ; એટલે હું તમારો અંગીકાર કરીશ,


તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્‍ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો, અને ઈશ્વર વિષેના જ્ઞાનમાં વધતા જાઓ.


તે તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેમની ઇચ્છા પ્રમાણે [સર્વ] કરો, અને તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે, તે તે ઈસુ ખ્રિસ્તદ્વારા આપણી પાસે કરાવે. તેમને સદાસર્વકાળ ગૌરવ હો. આમીન.


ત્યારે યહોશુઆએ આખાનને કહ્યું, “મારા દીકરા, ઇઝરાયલના ઈશ્વર યહોવાને મહિમા આપ, ને તેની આગળ કબૂલ કર; અને તેં શું કર્યું છે તે હવે મને કહે; મારાથી કંઈ ગુપ્ત રાખીશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan