Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 10:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એઝરા યાજકે ઊભા થઈને તેઓને કહ્યું, “તમે ઉલ્લંઘન કર્યું છે, પરદેશી સ્ત્રીઓ પરણીને ઇઝરાયલનો અપરાધ વધાર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 યજ્ઞકાર એઝરાએ ઊભા થઈને તેમને કહ્યું, “પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરી તમે ઈશ્વર પ્રત્યે બેવફા નીવડયા છો અને એમ ઇઝરાયલના પાપમાં વધારો કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી યાજક એઝરાએ ઊભા થઈને કહ્યું, “તમે વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરને તજી દીધા છે અને ઇઝરાયલમાં અપરાધનો વધારો કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પછી યાજક એઝરાએ ઊભા થઇને કહ્યું, “તમે વિધર્મી સ્ત્રીઓને પરણીને યહોવાને છેહ દીધો છે, અને ઇસ્રાએલના અપરાધમાં વધારો કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 10:10
8 Iomraidhean Croise  

અને તેઓને કહ્યું, “તમારે બંદિવાનોને અહીં અંદર ન લાવવા; કેમ કે તમે એવું કામ કરવા ધારો છો કે જેથી આપણા પર યહોવાની આજ્ઞાના ઉલ્લંઘનનો દોષ આવે, નેથી આપણાં પાપમાં તથા ઉલ્લંઘનમાં વૃદ્ધિ થશે; કેમ કે આપણું ઉલ્લંઘન મોટું છે, ને ઇઝરાયલ ઉપર ઉગ્ર કોપ ઝઝૂમી રહેલો છે.”


તો હવે તમે તમારા પિતૃઓના ઈશ્વર યહોવાની આગળ પસ્તાવો કરીને તેમની ઇચ્છા પ્રમાણે કરો; દેશના લોકથી તથા પરદેશી સ્ત્રીઓથી અલગ થાઓ.”


યહૂદાના તથા બિન્યામીનના સર્વ માણસો ત્રણ દિવસની અંદર યરુશાલેમમાં એકત્ર થયા. નવમાં માસની વીસમી તારીખે સર્વ લોક આ વાતના ભયને લીધે તથા ભારે વરસાદને લીધે તથા ભારે વરસાદને લીધે ધ્રૂજતા ધ્રૂજતા ઈશ્વરના મંદિરની સામેના ચોગાનમાં બેઠા.


છતાં અમે તમારી આજ્ઞાઓ ફરી તોડીને આ ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે સગપણ કરીશું? શું તમે અમારા ઉપર કોપાયમાન થઈને અમારો એવો વિનાશ નહિ કરશો કે કંઈ પણ શેષ ન રહે ને કોઈ પણ ન બચે?


મેં કહ્યું, “હે મારા ઈશ્વર, હું મારું મુખ તમારી તરફ ઉઠાવતાં શરમાઉં છું; કેમ કે અમારા પાપ અમારા માથા પર વધી ગયાં છે, અમારા અપરાધ વધીને આકાશ સુધી પહોંચ્યા છે.


“અને જુઓ, હે ભૂંડાઓના સંતાન, તમે તમારા પિતૃઓને ઠેકાણે ઊભા થઈને ઇઝરાયલ પરનો યહોવાનો કોપ હજી પણ વધારો છો.


તો તમારા બાપદાદાઓનું માપ ભરી દો.


Lean sinn:

Sanasan


Sanasan