Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 9:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્યારે જુઓ, છ માણસ પોતપોતાનું સંહારક શસ્ત્ર હાથમાં લઈને ઉત્તર તરફ આવેલા ઉપલા દરવાજાને રસ્તેથી આવ્યા. અને તેઓની વચ્ચે શણનાં વસ્ત્ર પહેરીને એક માણસ ઊભો હતો, તેની કમરે લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો. તેઓ અંદર જઈને પિત્તળની વેદી પાસે ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી તે જ ક્ષણે છ માણસો મંદિરની ઉત્તરે આવેલા ઉપલા દરવાજે થઈને પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને આવ્યા. અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલો એક માણસ તેમની સાથે ઊભો હતો. તેની કમરે લહિયાનું શાહી ભરેલું શિંગ લટકાવેલું હતું. તેઓ આવીને તાંબાની યજ્ઞવેદી પાસે ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પછી જુઓ, છ માણસો પોતાના હાથમાં પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને ઉત્તર તરફ આવેલા ઉપરના દરવાજાથી આવ્યા. તેઓની મધ્યે શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમર પર લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો. તે બધા અંદર જઈને પિત્તળની વેદી આગળ આવીને ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અને અચાનક મંદિરની ઉત્તરે આવેલા ઉપરના દરવાજામાંથી છ માણસો આવ્યાં. દરેકના હાથમાં સંહારક હથિયાર હતું. તેમની સાથે સુતરાઉ રેસાના વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમર પર લહિયાનો શાહીનો ખડિયો અને કલમ લટકાવેલા હતાં. તે બધા મંદિરમાં પિત્તળની વેદી આગળ આવીને ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 9:2
21 Iomraidhean Croise  

તોપણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ. હજી લોક ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા હતા. યહોવાના મંદિરનો ઉપલો દરવાજો તેણે બાંધ્યો.


તેણે યહોવાના મંદિરનો ઉપલો દરવાજો બાંધ્યો, ને ઓફેલના કોટ ઉપર તેણે પુષ્કળ બાંધકામ કર્યું.


વળી સુલેમાને પિત્તળની એક વેદી બનાવી. તેની લંબાઈ વીસ હાથ, પહોળાઈ વીસ હાથ તથા ઊંચાઈ દશ હાથ હતી.


અને યજ્ઞવેદીને તેણે મુલાકાતમંડપના માંડવાના દરવાજાની પાસે મૂકી, ને તેની ઉપર તેણે દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવ્યાં; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


કેમ કે યહોવા કહે છે, જો, હું ઉત્તરનાં રાજ્યોમાંના સર્વ કુળોને બોલાવીશ; અને તેઓ આવશે, ને યરુશાલેમના દરવાજાઓની પાસે, તથા આસપાસ તેના સર્વ કોટોની સામે, તથા યહૂદિયાનાં સર્વ નગરોની સામે, તેઓ પોતપોતાનું આસન ઊભું કરશે.


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


જ્યારે યહૂદિયાના સર્વ સરદારોએ આ વાત સાંભળી ત્યારે તેઓ રાજાના મહેલમાંથી યહોવાના મંદિરમાં ચઢી આવ્યા; અને તેઓ યહોવાના મંદિરના નવા દરવાજાને નાકે બેઠા.


સિયોનની તરફ ધ્વજા ઊભી કરો; જીવ લઈને નાસો ને વિલંબ ન કરો; કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા મોટો નાશ લાવીશ.


તેણે શણના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “ફર્યા કરતાં પૈડાની વચમાં, એટલે કરુબ નીચે, પેસ, ને કરુબોની વચ્ચેથી ખોબો ભરીને અગ્નિના અંગારા લે, ને તેને નગર પર નાખ.” અને મારા દેખતાં તે અંદર પ્રવેશ્યો.


તેણે હાથના આકાર જેવું લંબાવીને મારા માથાના વાળની લટ પકડીને, અને ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઊંચકી લીધો, ને તે મને ઈશ્વરે આપેલા સંદર્શનોમાં યરુશાલેમમાં ઉત્તર બાજુના અંદરના ચોક ના દરવાજાના બારણા પાસે લાવ્યો કે, જ્યાં આગળ ઈશ્વરને કોપાયમાન કરે એવી મૂર્તિનું સ્થાન હતું.


પછી જુઓ શણનાં વસ્ત્ર પહેરેલો માણસ જેની કમરે શાહીનો ખડિયો લટકાવેલો હતો તેણે આ બાબત વિષે જાહેર કર્યું, “તેં મને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં કર્યું છે.”


પછી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ કે જે કરૂબ ઉપર હતું તે ત્યાંથી ઊપડીને મંદિરના ઊમરા આગળ ગયું; અને તેણે પેલો શણનાં વસ્ત્ર પહેરેલો માણસ કે જેની કમરે લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો તેને બોલાવ્યો.


મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ [ઊભો હતો] , તેની કમર ઉફાઝના ચોખ્ખા સોના [ના કમરબંધ] થી બાંધેલી હતી.


જે માણસ શણનાં વસ્ત્રો પહેરીને નદીનાં પાણી ઉપર ઊભો હતો, તેને કોઈએ પૂછ્યું, “આ આશ્ચર્યોનો અંત આવતાં કેટલો વખત લાગશે?”


શણનો પવિત્ર અંગરખો તે પહેરે, ને તે પોતાને અંગે શણની ઈજાર પહેરે, ને શણના કમરબંધથી કમર બાંધે, ને શણની પાઘડી પહેરે. એ પવિત્ર વસ્‍ત્રો છે, અને તે પાણીમાં સ્નાન કરીને તેમને પહેરે.


મેં પ્રભુને વેદીની પાસે ઊભેલા જોયા. તેમણે કહ્યું, “સ્તંભોનાં મથાળાં પર એવો મારો ચલાવો કે છાપરું હાલી જાય. અને તે સર્વ લોકોના માથા પર પડીને તમના ભાંગીને ચૂરેચૂરા કરો. અને તેઓમાં જે બાકી રહેશે તેઓનો હું તરવારથી સંહાર કરીશ. તેઓમાંનો એક પણ નાસી જવા પામશે નહિ.


અને જે સાત દૂતની પાસે સાત અનર્થ હતા, તેઓ મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ તથા ચળકતાં શણનાં વસ્‍ત્ર પહેરેલાં હતાં, તથા છાતી પર સોનાના પટા બાંધેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan