હઝકિયેલ 8:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તેઓ શું કરે છે તે તું જુએ છે કે? એટલે હું મારા પવિત્રસ્થાનથી દૂર થઈ જાઉં તે મતલબથી ઇઝરાયલના લોકો જે ભારે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે તું [જુએ છે કે] ? હજી પણ બીજાં એથી વિશેષ ધિક્કારપાત્ર કૃત્યો તારા જોવામાં આવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 પછી ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ લોકો શું કરે છે તે તું જુએ છે? મારે મારા પવિત્રસ્થાનથી દૂર જતા રહેવું પડે એ માટે ઇઝરાયલના લોકો અહીં આ ભારે ધિક્કારપાત્ર કાર્યો કરે છે. છતાં હજુ તું આના કરતાંય વધારે ધૃણાસ્પદ કૃત્યો જોશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તે લોકો શું કરે છે તે તેં જોયું? હું મારા પવિત્રસ્થાનથી દૂર થઈ જાઉં તેથી ઇઝરાયલીઓ જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે તું જુએ છે. પણ તું ફરશે અને આનાથી પણ વધુ અધમ કૃત્યો જોશે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 પછી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, એ લોકો શું કરે છે તે તમે જોયું? અહીં ઇસ્રાએલીઓ જે અધમ કૃત્યો કરે છે તેને લીધે હું મારા મંદિરમાંથી દૂરને દૂર થતો જાઉં છું. પણ તમે આનાથી પણ વધુ અધમ કૃત્યો જોવા પામશો.” Faic an caibideil |